Last Update : 29-September-2012, Saturday

 

ભારતમાં આતંક મચાવવા નવા નવા પેતરા અજમાવતું પાકિસ્તાન

ભારતીય સેનાએ ચાંપતી નજર રાખીને ધૂસણખોરી ઘટાડતા આઇએસઆઇએ અલગતાવાદી નેતાઓને હવાલા ચેનલ મારફતે પૈસા મોકલીને ભાંગફોડિયા પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાનું શરૃ કર્યું છે

ઉગ્ર અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની ચોથી જુલાઈએ સચિવસ્તરની મંત્રણા માટે દિલ્હી આવેલા પાકિસ્તાનના વિદેશ સચિવ જલિલ અબ્બાસ જિલાનીના ગાલ પર ટપલી મારતા હોય એવી તસવીર પોતે જ બધુ કહી દે છે. પાકિસ્તાની વિદેશ સચિવની તેમના ભારતીય સમકક્ષ રંજન મથાઈ સાથેની મંત્રણા ચાર અને પાંચમી જૂલાઈએ ગોઠવવામાં આવી હતી. તેની પહેલા જ ઉદાર મતવાદી નેતા અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારુક સહિત આઠ અલગતાવાદી નેતાઓની ટૂકડી પાકિસ્તાનના હાઇકમિશન ખાતે જિલાનીને મળવા ગયા હતા. ઉદાર મતવાદી નેતા એવું માનતા હતા કે પારસ્પારિક વિશ્વાસ વધારવા માટે વાતચીત જરૃરી છે જ્યારે ઉગ્રવાદી નેતાઓના મતે આ એક વ્યર્થ પ્રયાસ હતો.
મીરવાઇઝે જણાવ્યું હતું કે 'જિલાનીએ અમને કાશ્મીર મુદ્દે પૂર્ણ સહયોગ જાહેર કર્યો છે અને આ મહીનાના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહીનામાં પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું છે.'
દિલ્હીમાં સચિવ સ્તરનો વર્તાલાપ યોજાય એ પૂર્વે ૧૬મી જૂને બંદીપોર ખાતે તથા ૨૯ જૂને દક્ષીણ કાશ્મીરમાં કુરાનને બાળવાની ઘટના બની હતી. ૨૫મી જૂને શ્રીનગરમાં દસ્તાગિર સાહીબની દરગાહને આગ ચાંપવામાં આવી. મંત્રણા બાદ ૧૫મી જુલાઈએ બિરવાહમાં બાબા હનીફુદ્દીન રેશીની દરગાહ તથા ૧૬મી જુલાઇએ કોનિબાલમાં સૈયદ સાહીબની મઝાર બાળવામાં આવી. જુલાઈ મહીનામાં કાશ્મીરમાં પ્રવાસની સિઝન હોય છે. આ સમયગાળામાં કાશ્મીરની બધી જ હોટેલો પ્રવાસીઓથી ફુલ થઈ ચૂકી હોય છે. આથી આ દરમિયાન કાશ્મીર ઘાટીમાં તોફાનો કરાવીને પ્રવાસીઓને ભગાડી દેવા માટે પાકિસ્તાની આતંકવાદીઓએ અપનાવેલી આ નવી સ્ટ્રેટેજી હતી.
ગત જૂન મહીનામાં નિયંત્રણ રેખા પર ઉનાળા કરતા પણ વધુ ગરમી હતી ત્યારે ૧૧થી ૧૬ જૂન દરમિયાન પાકિસ્તાને આડેધડ ફાયરિંગ કરીને ચાર વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ક્રિષ્નાઘાટી વિસ્તારમાં પાકિસ્તાને બે ભારતીયોને ઠાર કર્યા અને બીજા કેટલાક ઘાયલ થયા. પાકિસ્તની સૈનિકોએ પૂંચ જિલ્લામાં સીધુ ભારતીય સૈનિકો પર ફાયરિંગ કર્યું છતાં પણ ભારતે વળતો હુમલો કરવાનું ટાળ્યું અને પાકિસ્તાન આર્મીને હોટલાઇન પર સંદેશો મોકલી આ મામલે સવાલ કર્યો, પરંતુ પાકિસ્તાની સૈન્યએ કોઇપણ જવાબ ન આપીને ગોળીબાર કરવાનું ચાલું રાખ્યું અને ૧૩મી જૂને ભારતનો એક જવાન શહીદ થઈ ગયો. ચકન-દા-બાઘમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે ૧૬મી જૂને મિટિંગ યોજવાની હતી, પરંતુ આ મીટિંગ અકારણ કેન્સલ કરવામાં આવી. આ વર્ષના જૂન મહીના સુધીમાં પાકિસ્તાની સૈન્યએ બાર વર્ષ સુધી યુદ્ધવિરામનો ભંગ કર્યો.
ગત ૨૬મી જુલાઇએ બંદીપોરા જિલ્લામાં સૈના દ્વારા કરવામાં આવતા ગોળીબારમાં હિલાલ અહેમદ દાર નામના યુવકનું મોત થયું હતું. આર્મીએ બયાન આપ્યું કે આતંકવાદીઓ પર કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન દારને ગોળી વાગી ગઈ હતી. જોકે તેમના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેને સૌપ્રથમ હિરાસતમાં લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઠાર કરવામાં આવ્યો હતો. સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટનીએ આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારે પણ દારની હત્યા કેવા સંજોગોમાં થઈ છે એ જાણવા માટે મેજીસ્ટેરિયલ તપાસનો આદેશ આપ્યો હતો. આક્રમક અલગતાવાદી નેતા ગિલાનીએ ૨૮મી જુલાઈએ બંધની જાહેરાત કરી. તેમના એલાનને જંગી પ્રતિસાદ મળ્યો. કાશ્મીર ઘાટીની તમામ શાળાઓ તથા ઉદ્યોગ-ધંધાઓ બંધ રહ્યા. લાલ ચોકની બજાર બંધ રહી. જોકે કાશ્મીરના છેવડાના વિસ્તારોમાં કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી. આ ઉપરાંત બંધની અસર વાહનવ્યવહાર પર જોવા મળી નહોતી.૨૮મી જૂલાઇએ જ જમ્મુ-કાશ્મીરના સંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪૦૦ મીટર લાંબી ટનલ મળી આવી. આ ટનલ વેન્ટિલેટર પાઇપથી ભરેલી હતી. આ ટનલ બલદેવ સિંહ નામના એક સ્થાનિક ગ્રામવાસીએ શોધી કાઢી હતી. એ પોતાનુ ખેતર ખેડતો હતો ત્યારે તેને વરસાદમાં અચાનક આ ટનલ ધ્યામાં આવી હતી. ટનલની સાઇઝ ૩ બાય ૩ ફૂટની હતી. એ જોઇને સેનાના જવાનો ચકિત થઈ ગયા હતા. આ ટનલ ભારતની ચિલાયરી બોર્ડર આઉટપોસ્ટથી પાકિસ્તાનની નંબરિયલ ચોકી વચ્ચે આવેલી હતી. સંબાના એસએસપી ઇસરાર ખાને લોકલ મીડિયા સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે 'આ ટનલ ચાલું છે કે નહીં તેની હજી ચકાસણી કરવામાં આવી રહી છે. દેખાવ પરથી જણાય છે કે ટનલ તાજી જ ખોદવામાં આવી છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાન પર ભારે દબાણ હોય એવું લાગી રહ્યું છે. આતંકવાદીઓને ભૂમિમાર્ગે ભારતમાં ઘૂસાડવાનું કામ ખૂબજ કપરું છે. આથી તેમને સરળતાથી ભારતમાં ઘૂસાડવા માટે ટનલ બનાવવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. ટનલમાં શ્વાસ લઈ શકાય એ માટે બે ઇંચની એરપાઇપ પણ ગોઠવવામાં આવી છે. છૈલ્લા છ મહીનામાં ભારતીય સૈનિકોએ ધૂસણખોરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. અમને માહિતી મળી છે કે પાકિસ્તાન આતંકવાદીઓને તાલિમ આપે છે તથા ભારતમાં ધુષણખોરી કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંક મચવવા માટે માર્ગદર્શન આપે છે.'
લેફ્ટીનન્ટ જનરલ ઓમ પ્રકાશનો દાવો છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૪૨ આતંકવાદી છાવણીઓ આવેલી છે. ત્યાં ૨,૦૦૦થી ૨,૫૦૦ આતંકવાદીઓને ભારત વિરોધી તાલિમ આપવામાં આવી રહી છે. ૧૪૦૦ આતંકવાદીઓ ધૂસણખોરી માટે ટાંપને બેઠા છે. મે મહીનામાં બારામુલા જિલ્લાના ઉરી ક્ષેત્રમાં ભારતીય સૈન્યએ ધૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ કાશ્મીરના કેરન વિસ્તારમાં પણ આતંકવાદીઓને ધૂસણખોરી કરતા અટકવવામાં આવ્યા હતા. ગયા શિયાળામાં ભારે હિમવર્ષાને લીધે સીમા પર કરવામાં આવેલી વાડ અનેક જગ્યાએથી તૂટી ગઈ હતી. આતંકવાદીઓ એનો લાભ ઉઠાવી ધૂસણખોરી ન કરે એ માટે વાડને મોટાપાયે રીપેર કરવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં પણ કેટલાક ત્રાસવાદીઓ ભારતમાં ઘૂસી ગયા. કુરાન બાળવાના અને મઝારોને આગ ચાંપવાના બનાવો તેનો નક્કર પુરાવો છે. આ સિવાય કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠા-બેઠા ભારતમાં રહેલા ભાંગફોડિયા તત્વોને માર્ગદર્શન આપી રહ્યા છે.
એક તરફથી પાકિસ્તાન વાર્તાલાપ કરીને બન્ને દેશો વચ્ચે રહેલા અવિશ્વાસની ખાઈ બૂરવાના પ્રયાસો કરી રહ્યું છે અને બીજી બાજુ પાકિસ્તાની સરકાર અને એજન્સીઓ આતંકવાદીઓને સતત છાવરી રહી છે. પાકિસ્તાન સાથેના વાર્તાલાપ દરમિયાન ભારતે આ મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઇએ.
પાકિસ્તાન સતત તેના શસ્ત્રો અત્યાધુનિક બનાવતું રહે છે અને યુદ્ધની તૈયારી કરતું રહે છે. તેની સાબિતી સંરક્ષણ મંત્રાલયના એક અહેવાલ પરથી મળે છે. સંરક્ષણ મંત્રાલયના ૨૦૦૪ના અહેવાલ મુજબ પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ૮૮૬ બંકર, ૨૬૧ મોરચા, ૩૯૮ ટાવર અને ૧૪૩ બોર્ડર આઉટ પોસ્ટ ઊભા કર્યા છે. તાજેતરના વર્ષોમાં ભારતીય સૈન્યના જાગૃત પ્રયાસોને લીધે ધૂસણખોરીમાં જંગી ઘટાડો થયો છે. તેનાથી ગુસ્સે ભરાયેલી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ(ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલીજન્સ)એ ભારતના અલગતાવાદી નેતાઓને પથ્થરમારો અને નાગરિક અસહકાર આંદોલન કરીને જનજીવન ખોરવવા ભડકાવ્યા હતા. ૨૦૧૦માં અલગતાવાદી નેતાઓના આવા કૃત્યોને લીધે જનજીવન ખોરંભાયું પણ હતું. આઇએસઆઇ હવાલા ચેનલ મારફતે અલગતાવાદી નેતાઓને આર્થિક સહાય પણ કરી રહી છે. ગુપ્તચર સંસ્થાઓ તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહીતની તમામ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દુબઈ, સાઉદી અરેબિયા તથા કાઠમાંડુથી થતાં આર્થિક વ્યવહારો પર ચકોર નજર રાખી રહી છે.
ધૂસણખોરી અટકી જતા હવે અલગતાવાદીઓને હવાલા ચેનલ દ્વારા મદદ કરીને આતંક ફેલાવવો એ એક માત્ર માર્ગ આઇએસઆઇ અને આતંકવાદી સંગઠનો પાસે બચ્યો છે. ગુપ્તચર તંત્રને મળેલી બાતમી પ્રમાણે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો આતંકવાદી મકબૂલ પંડિત હવાલા ચેનલ મારફતે કાશ્મીરના અલગતાવાદીઓ અને ભાંગફોડિયા તત્વોને પૈસા પહોંચાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય ગુપ્તચરો હુરિયર્ત કોન્ફરન્સના નેતાઓ પર પણ નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનમાં થતી આતંકવાદી પ્રવૃત્તિ તથા આઇએસઆઇની સંડોવણી વિશે તાજેતરમાં જ પકડાયેલા અબુ જુંદાલે પણ પુષ્ટી કરી છે અને કેટલીક નવી માહિતી આપી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બે દિવસ સુધી ચાલેલી સચિવ સ્તરની મંત્રણા બાદ ભારતના વિદેશ સચિવ રંજન મથાઈએ કહ્યું હતું કે 'આતંકવાદ મુદ્દે બન્ને દેશો વચ્ચે ભારે મતમતાંતરો છે તેમ છતાં બન્ને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બની રહે એ માટે પૂરેપૂરા પ્રયાસો કરવા જોઇએ અને પાકિસ્તાન ૨૬/૧૧ હુમલાના આતંકવાદીઓને સજા અપાવે એ ભારતનો વિશ્વાસ સંપાદીત કરવા માટે તેમના તરફથી સૌથી મોટું પગલું હશે.'
પાકિસ્તાના વિદેશ સચિવ જિલાનીએ કહ્યું હતું કે 'અમે ૨૬/૧૧ની તપાસ મામલે ભારતને પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છીએ.'
જોકે તેમણે મુંબઈ હુમલામાં આઇએસઆઇની સંડોવણી તથા અબુ જુંદાલને પાકિસ્તાન દ્વારા મળેલી મદદ વિશે મૌન સેવ્યું હતું. પાકિસ્તાન એકકોરથી મદદ કરવાની તૈયારી બતાવે છે અને બીજી તરફથી તેમની પાસે ભારતના સવાલોના જવાબ નથી. આ બાબત સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે.
સપ્ટેમ્બરમાં ફરીથી સચિવ સ્તરની મંત્રણા યોજાવાની છે. આ વખતે ઇસ્લામાબાદમાં વાર્તાલપ થશે. જોકે એમાં મોટી મોટી વારતાઓ જ થશે કશું નક્કર થવાનું નથી એ આપણે બધા જ જાણીએ છીએ.
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved