Last Update : 29-September-2012, Saturday

 

ટચૂકડી જાહેરખબરો... ‘ચૂંટણી-વિષયક’!

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- જોઈએ છે વાચકો.... ચુંટણીની જાહેરખબરોમાંથી ‘સત્ય’ તારવી આપનારા ચકોર વાચકો!

 

જેવી રીતે શનિ-રવિવારે છાપામાં ‘લગ્નવિષયક’ જાહેરખબરો હોય છે એ રીતે હવે સમય આવી ગયો છે કે એ પાનાંઓ ઉપર ‘ચૂંટણી-વિષયક’ ટચૂકડીનો એક નવો વિભાગ શરૂ કરવામાં આવે!
આમેય, લગ્નવિષયક કે ચૂંટણી-વિષયક બન્નેમાં લાકડે-માંકડાં વળગાડવાની જ વાત છે. ફરક એટલો જ છે કે ચૂંટણીમાં એ જ મૂરતિયો ફરી વાર ‘માગું’ લઈને તમારે ઘેર આવે છે!
તો માણો થોડી ચૂંટણી વિષયક ટચૂકડીઓ... (અને એમાં ક્યાંક અરજી મોકલવી હોય તો બોક્સ નંબર ૪૨૦ અને પૂછપરછ કરવી હોય તો ‘૯૮૦ કરોડ’ પર ડાયલ કરવું! ‘૯૮૦ કરોડ’ રૂપિયા નથી, ફોનનો આંકડો છે... ૯૮૦૦૦૦૦૦૦૦!)
* * *
જોઈએ છે કોલસાથી કાળા થયેલા હાથોને પરમેનેન્ટલી ધોઈને ઉજળા કરવાનો સાબુ. મિનીમમ ૧૦૦૦ ટન. સપ્લાય છેક ૨૦૧૪ સુધી ચાલુ રાખવો પડશે. મહેરબાની કરીને જુની ૧૯૮૬વાળી ‘મિસ્ટર ક્લીન’ બ્રાન્ડ કોઈએ મોકલવી નહિ. સંપર્ક કરો ઃ કોંગ્રેસ હાઉસ. નવી દિલ્હી.
* * *
જોઈએ છે કન્યા. ઉંમર, રંગ, સંસ્કાર, લક્ષણ કશાયનો બાધ નથી. દહેજ અનિવાર્ય છે. પણ દહેજમાં કાર સાથે આજીવન પેટ્રોલ સપ્લાય કરનાર વેવાઈઓએ જ અરજી કરવી. પેટ્રોલપંપના માલિકોને પ્રથમ પસંદગી.
* * *
ટોળાં કોન્ટ્રાક્ટરો ઘ્યાન આપે. મુખ્યમંત્રીની રથયાત્રા માટે રસ્તે ઊભાં ઊભાં કલાક-બે-કલાક રાહ જોઈ શકે એવાં ટોળાંઓ જોઈએ છે. લાઠીચાર્જ નહિ થાય એની ગેરંટી. પાણીના પાઉચ કોન્ટ્રાક્ટરે આપવાના રહેશે.
* * *
દોડો દોડો દોડો... આવી ગયું છે નવું મેમરી ઈરેઝર. લોકોની યાદશક્તિ બરોબર ચૂંટણીના બૂથની બહાર જ અડધા કલાક માટે ગુમ કરી નાંખતું અદ્‌ભૂત યંત્ર ‘મેમરી ઈરેઝર’ ૧૦૦ ટકા ગેરંટી. રૂબરૂ આવીને મળો. સોદો થતાંની સાથે, પૈસા લઈ લીધા પછી અમારા મેમરી ઈરેઝરનું ડેમોન્સ્ટ્રેશન તમારા જ દિમાગ પર કરી બતાડવામાં આવશે.
* * *
કાળા વાવટા વેચવાના છે. કોંગ્રેસી નેતાઓનો વિરોધ કરવા માટે કોલસાનો નવો સ્ટોક ખરીદી લીધો હોવાથી ફાજલ પડેલા કાળા વાવટા વેચવાના છે. ગુજરાતના કોંગ્રેસીઓને ખાસ ઓફર. ૧૦૦ વાવટા સાથે ૧૦ કિલો કોલસા ફ્રી.
* * *
સ્ટીકરો ઉખાડવા માણસો જોઈએ છે. યુવામેળા, ખેલકુંભ, મહિલામેળા, આદિવાસીમેળા, વગેરેમાં મફત વહેંચાયેલાં બેટ-બોલ, સ્ટમ્પ, રેકેટ, ટી-શર્ટ, શુઝ, થાળી, વાટકા, ચમચા, ચંપલ, સ્લીપર, સાડી, ટુવાલ, ટોપા વગેરે જેવી હજારો આઈટમ પરથી મુખ્યમંત્રીશ્રીનાં સ્ટીકરો ઉખાડી આપનારા માણસો તાત્કાલિક જોઈએ છે. સંપર્ક કરો ઃ ગ્રેટ ભારતીય જનતા રિ-સાયકલીંગ કંપની.
* * *
જોઈએ છે ફેંકુઓ! જી હા, કોઈપણ મુઠ્ઠીભર સાઈઝની ચીજને દૂર દૂર સુધી ફેંકી શકે એવા ઉત્સાહી માણસો જોઈએ છે. ખેલકુંભનું સર્ટિફીકેટ ચાલશે નહિ. વાતો કરીને ફેંકનારા ફેંકુઓએ તસ્દી લેવી નહિ. રોજના ૫૦ રૂપિયા ઉપરાંત બે-બે કિલો તાજાં ટામેટાં મળશે.
* * *
સડેલાં ટામેટાંનો જંગી સ્ટોક! હાજર સ્ટોકમાં જોઈએ એટલાં ટામેટાં મળશે. જાહેરસભાઓમાં, ચુંટણી સરઘસો ઉપર કે રથયાત્રાઓ ઉપર વરસાવવા માટે બેસ્ટ. અમારાં સડેલાં ટામેટાં સૌથી દુર સુધી ફેંકી શકાય છે અને વાગતાંની સાથે તરત ફાટે છે. ટામેટાં પર ગટરની દુર્ગંધનો સ્પ્રે લગાડવાના એક્સ્ટ્રા થશે.
* * *
અફવા ફેલાવનારા માણસો જોઈએ છે. ૫૦૦૦ એસએમએસ ફ્રી મળશે. દિવસનો ૧૦ મિનીટના ટૉક-ટાઈમનું રિ-ચાર્જ મળશે. અફવાને કારણે તમારે પોતાને ભાગવાનો વારો આવે તો જવાબદારી અમારી નહિ.
* * *
ટિકીટો મળશે. ભારતીય પરિવર્તન પાર્ટીની ટિકીટો જથ્થાબંધના ભાવે મળશે. સાવ વાજબી દામ. જો પક્ષને માન્યતા ના મળે તો પૈસા પાછા મળશે નહિ.
* * *
ટિકીટ જોઈએ છે. મોકાની સીટ અને માલદાર મતવિસ્તારની સારી પાર્ટીની ટિકીટ અપાવનારને દસ વરસનું પેટ્રોલ ભરી આપવાની ગેરંટી.
* * *
ચુંટણીફંડ ઉઘરાવી લાવનારા માણસો મળશે. કકળાટ, મસ્કો, સમજાવટ, દાદાગિરી કે બ્લેકમેઈલ વડે નાનાથી માંડીને મોટા વેપારી, બિઝનેસમેન તથા ઉદ્યોગપતિઓ પાસેથી ચુંટણીફંડ રોકડેથી ઉઘરાવી આપવાની ગેરંટી.
* * *
બાઉન્સરો, ગનમેન તથા સિક્યોરીટીના બંદોબસ્ત માટે ખડતલ, ખૂંખાર અને ખતરનાક માણસો મળશે. સંપર્ક ઃ ગુજરાત યુનિવર્સીટીના ટાવર પાછળ, કુલપતિની ઓફીસની ગલીમાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 

 

 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved