Last Update : 29-September-2012, Saturday

 

આખરી ઓવરમાં પાકિસ્તાનને જીતવા ૯ રનની જરૃર હતી
પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાનો ભારે રોમાંચ બાદ બે વિકેટથી પરાજય

૧૩૪ના પડકારને પાકિસ્તાને ૧૯.૪ ઓવરમાં ઝીલ્યો
એક તબક્કે પાકિસ્તાને ૭૬ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી

કોલંબો,તા.૨૮
ઉમર અકમલના અણનમ ૪૩ રન અને તેની ગુલ (૧૭ બોલમાં ૩ છગ્ગા, ૨ ચોગ્ગા સાથે ૩૨) સાથેની ૨૭ બોલમાં ૪૯ રનની ભાગીદારીની મદદથી પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામેની સુપર એઇટની ટ્વેન્ટી-૨૦માં બે બોલ બાકી હતા ત્યારે બે વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૩૪ના પડકારનો પીછો કરતાં પાકિસ્તાનનો સ્કોર ૭ વિકેટે ૭૬ રન થઇ જતાં સાઉથ આફ્રિકાનો વિજય લગભગ નિશ્ચિત લાગતો હતો. આ સમયે ઉમર અકમલ સાથેગુલ અને સ્પિનર અજમલે ઉપયોગી બેટિંગ કરી હતી. આખરી ઓવરમાં જીતવા માટે પાકિસ્તાનને ૯ રનની જરૃર હતી અનેતેમની બે વિકેટ સલામત હતી ત્યારે ડિ'વિલિયર્સ સ્પિનરને બદલે ફાસ્ટ બોલર મોર્ની મોર્કલને બોલિંગ આપીને ભુલ કરી હતી.
આખરી ઓવરના બીજા બોલે ઉમર અકમલે છગ્ગો ફટકાર્યો હતો. જે પછી આખરી ત્રણ બોલમાં બે રનની જરૃર હતી ત્યારે અજમલે ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ગુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
અગાઉ ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ બેટિંગ પસંદ કરી હતી. જો કે માત્ર ૨૮ રનના સ્કોર સુધીમાં તો અમલા (૬), લેવી (૮) અને કાલીસ (૧૨) પેવેલિયન ભેગો થઇ ગયો હતો. ડયુમિનીએ બાજી સંભાળતા ૩૮ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૮ રન ફટકારીને સાઉથ આફ્રિકાને સન્માનજનક કહી શકાય તેવા સ્કોર સુધી પહોંચાડયું હતુ. ડિ'વિલિયર્સે ૧૮ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૫ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી અરાફાત અને હાફિઝે ૨-૨ વિકેટ ઝડપી હતી.
જવાબમાં પાકિસ્તાનની શરૃઆત પણ કંગાળ રહી હતી અને તેઓએ માત્ર ૩૭ રનમાં નઝીર(૧૪), હાફિઝ (૧૫), જમશેદ (૦) અનેકામરાન અકલમ (૧) જેવા બેટ્સમેનોની વિકેટ ગુમાવી હતી. જો કે ત્યાર બાદ ઉમર અકમલે ધીરજપૂર્વક રમતાં સ્કોરને ૬૩ સુધી પહોંચાડયો હતો. ત્યારે ફરી ધબડકો શરૃ થયો હતો અને મલિક (૧૨), આફ્રિદી (૦), અરાફાત (૩) રને આઉટ થતાં પાકિસ્તાનનો સ્કોર ૭૬ રનમાં ૭ વિકેટ થઇ ગયો હતો. આ પછી ેતેમને આખરી ૩૦ બોલમાં ૬૧ રનની જરૃર હતી અને તેમની માત્ર ત્રણ વિકેટ સલામત હતી. જો કે ઉમર અકમલ અને ગુલની જોડીએ ઝંઝાવાત જગાવતા ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. સ્ટેને ૩ અને પીટરસને ૨ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
સાઉથ આફ્રિકા

-

રન

બોલ

લેવી બો. અજમલ

૦૮

૦૯

અમલા કો.મલિક બો.અરાફાત

૦૬

૦૬

કાલીસ કો.આફ્રિદી બો.હાફિઝ

૧૨

૧૮

ડયુમિની કો.કામરાન બો.અરાફાત

૪૮

૩૮

બેહાર્ડિન સ્ટ.કામરાન બો.હાફિઝ

૧૮

૨૧

ડી વિલિયર્સ કો.નઝીર બો.ગુલ

૨૫

૧૮

એ.મોર્કેલ અણનમ

૦૯

૦૬

પીટરસન અણનમ

૦૩

૦૪

વધારાના (લેગબાય ૨,વાઇડ ૨)

૦૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૬ વિકેટે

૧૩૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૮ (અમલા ૧.૫), ૨/૨૮ (લેવી ૫.૨), ૩/૨૮(કાલીસ ૬.૧), ૪/૬૬(બેહાર્ડિન ૧૨.૩), ૫/૧૧૦ (ડિ'વિલિયર્સ ૧૭.૨), ૬/૧૨૩(ડયુમિની ૧૮.૪).
બોલિંગ ઃ રઝા ૩-૧-૧૨-૦, અરાફાત ૩-૦-૨૫-૨, અજમલ ૪-૧-૨૬-૧, હાફિઝ ૪-૦-૨૩-૨, આફ્રિદી ૪-૦-૨૬-૦, ગુલ ૨-૦-૧૯-૧.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ સ્ટ.ડિ વિલિયર્સ બો.પીટરસન

૧૫

૦૯

નઝીર કો.ડિ વિલિયર્સ બો.સ્ટેન

૧૪

૧૧

જમશેદ સ્ટ.ડિ વિલિયર્સ બો.પીટરસન

૦૦

૦૨

કે.અકમલ બો.બોથા

૦૧

૦૬

મલિક કો.સ્ટેન બો.કાલીસ

૧૨

૨૬

યુ.અકમલ અણનમ

૪૩

૪૧

આફ્રિદી કો.એ.મોર્કેલ બો.ડયુમિની

૦૦

૦૧

અરાફાત કો.ડયુમિની બો.સ્ટેન

૦૩

૦૫

ગુલ કો.પીટરસન બો.સ્ટેન

૩૨

૧૭

અજમલ અણનમ

૦૪

વધારાના (બાય ૨, લેગબાય ૬,

 

 

 

 

નોબોલ ૧, વાઇડ ૩)

૧૨

 

 

 

કુલ ૧૯.૪ ઓવરમાં ૮ વિકેટે

૧૩૬

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૪(નઝીર ૨.૬), ૨/૩૦ (હાફિઝ ૩.૨), ૩/૩૧(જમશેદ ૩.૬), ૪/૩૭ (કે. અકમલ ૬.૨), ૫/૬૩ (મલિક ૧૧.૫), ૬/૬૩ (આફ્રિદી ૧૨.૧), ૭/૭૬ (અરાફાત ૧૪.૩), ૮/૧૨૫ (ગુલ ૧૮.૬)
બોલિંગઃ સ્ટેન ૪-૦-૨૨-૩, એમ.મોર્કેલ ૩.૪-૦-૩૩-૦, પીટરસન ૪-૧-૧૫-૨, એ.મોર્કેલ ૨-૦-૨૬-૦, બોથા ૨-૧-૧૦-૧, ડયુમિની ૨-૦-૫-૧, કાલીસ ૨-૦-૧૭-૧.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved