Last Update : 29-September-2012, Saturday

 
નાસાના ક્યુરિયોસિટીએ મંગળ પર જળ હોવાના સબળ પુરાવા આપ્યા

તસવીરોમાં મંગળ પર પાણીથી બનેલા ખડકો જણાયા

કેપ કાનાવેરલ, તા. ૨૮
નાસાએ મંગળ ગ્રહ પર મોકલેલું ક્યુરિયોસિટી રોવર નિત-નવી માહિતી આપીને વિજ્ઞાાન જગતને હચમચાવી રહ્યું છે. સૌર પ્રણાલીમાં જીવનની કલ્પના કરી શકાય તેવો પૃથ્વી જેવો કોઈ ગ્રહ છે કે કેમ તેનું સંશોધન કરવા માટેનાં આ રોવરે મંગળ પર જળ હોવાની વાતને સમર્થન આપી દીધું છે. આમ હવે મંગળ પર જીવન શક્ય છે તેવી વૈજ્ઞાાનિકોની માન્યતાને બળ મળ્યું છે.
નાની કારની કદની એક રોવિંગ કેમેસ્ટ્રી લેબોરેટરી ક્યુરિયોસિટીએ છઠ્ઠી ઓગસ્ટે મંગળના ઈક્વેટર નજીક એક વિશાળ ઈમ્પેક્ટ બેઝિન પાસે ઉતરાણ કર્યું હતું. આ સ્થળ એક વખત પાણીમાં હોવાનો સ્પષ્ટ પૂરાવો મળી આવ્યો છે.
જીવન માટેના અતિ મહત્ત્વના ઘટક એવા જળ હોવાની બાબતને સમર્થન મળતાં વૈજ્ઞાાનિકમાં ખુશીનું મોજું ફેલાઈ ગયું છે. વૈજ્ઞાાનિકોને આશંકા છે કે માઉન્ટ શાર્પ તરીકે ઓળખાતો પાંચ કિલોમીટરનો ટેકરો એ પાણીથી જામી ગયેલી લીલ જ છે જે અગાઉ ક્રેટરમાં ભરાઈ હતી. ક્રેટરની ઉત્તરી ધુરા અને માઉન્ટ શાર્પના પાયા વચ્ચેના ખડકના ટુકડાના વિશ્લેષણ કરવાથી એ બાબત સ્પષ્ટ બની છે કે ત્યાંથી કોઈ વખતે પાણીનો અતિશય પ્રવાહ ચાલતો હતો.
ક્યુરિયોસિટી દ્વારા લેવામાં આવેલી અને પ્રગટ કરાયેલી તસ્વીરોમાં ખડકમાં ફસાયેલા ગોળ આકારના પથ્થરો દેખાય છે. એ ભાગ મંગળની સપાટીથી થોડોક ઉપસેલો દેખાય છે. ખડકની અંદરના પથ્થરો પણ ઘણાં મોટા છે જે પવનથી હલી શકે તેમ નથી. તેમ ક્યુરિયોસિટી વૈજ્ઞાાનિક રેબેક્કા વિલિયમ્સે જણાવ્યું હતું. તેઓ ટક્સનમાં પ્લેનેટરી સાયન્સ ઈન્સ્ટિટયુટ સાથે પણ સંકળાયેલા છે.
જો કે, આ તમામ બાબતો પરથી વૈજ્ઞાાનિક ટીમ એ તારણ પર ઉતરી છે કે આ જગ્યાએથી મોટાપાયે પાણીનો પ્રવાહ ધકેલાતો હતો. જોકે હાલના તબક્કે આ ખડકનું રાસાયણિક વિશ્લેષણ કરવાનું નક્કી કર્યું નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved