Last Update : 29-September-2012, Saturday

 

ભાજપને ભ્રષ્ટાચારથી દૂર રહેવાની ટકોર કરી
કેન્દ્રની મનમોહન સરકાર ICUમાં છે, ૨૦૧૪ સુધી નહીં ટકે ઃ અડવાણી

પક્ષના બંધારણમાં સુધારો કરી ગડકરીને બીજી ટર્મ માટે પ્રમુખ બનાવાયા ઃ મુસ્લિમોને રીઝવવા કવાયત

(પી.ટી.આઇ.) સુરજકુંડ, તા. ૨૮
ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સહિતના ભાજપી નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકાઈ રહ્યા છે ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ આજે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું હતું કે, દેશના મુખ્ય વિરોધ પક્ષ ભાજપ ભ્રષ્ટાચારથી દૂર અને બેદાગ હોવો જોઈએ.
બીજી બાજુ આર.એસ.એસ.ની ઇચ્છાને માન્ય રાખીને ભાજપે તેના બંધારણમાં સુધારો કર્યો છે જે મુજબ હવે પક્ષ પ્રમુખ, રાજ્ય અને જિલ્લા એકમના વડાએને બીજી ટર્મ મળશે. ચૂંટણીમાં વધુ મતો મેળવવાની કવાયતના ભાગરૃપે ભાજપે તેની 'એનડીએ પ્લસ' યોજનામાં મુસ્લિમો સહિતની લઘુમતીને રીઝવવાના પગલાનો સમાવેશ કર્યો છે. દરમિયાન યુપીએ સરકાર સત્તા પર ટકી રહેવા માટે સીબીઆઇનો હાથા તરીકે ઉપયોગ કરી રહી હોવાનો આરોપ મુકતા અડવાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ૨૦૧૪ સુધી સત્તા પર ટકશે નહીં. મનમોહન સરકાર આઇસીયુ અથવા વેન્ટિલેટર પર હોવાનું કહી તેમણે ભાજપને ચૂંટણી માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી. ભાજપની કારોબારીના સમાપન સમારોહમાં અડવાણીએ જણાવ્યું હતું કે, પક્ષના તમામ સ્તરના નેતાઓએ એક મત જ વ્યક્ત કરવો જોઈએ. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસની ટીકા કરતી વખતે ભાજપે પોતે પણ ભ્રષ્ટાચારથી પર રહેવું જરૃરી છે. મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડના મુદ્દે આર.ટી.આઇ. કાર્યકર અંજલિ દમણીયાએ ગડકરી પર આરોપો મૂકતા ઉભા થયેલા વિવાદ વચ્ચે અડવાણીની આ ટકોર ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ઇમાનદાર, રાષ્ટ્રભક્ત અને શિસ્તબદ્ધ લોકોનો પક્ષ છે અને આ જ બાબત ભાજપને બીજાથી અલગ તારવે છે. આ મુદ્દે ભાજપ ઉણું ઉતરશે તો લોકો જરૃર તેની ટીકા કરશે.
ભાજપે આર.એસ.એસ.ની ઇચ્છાને માન આપીને પોતાના બંધારણની ૨૧મી કલમમાં સુધારો કરતા ગડકરી બીજી ટર્મ માટે પ્રમુખ બનશે. ભાજપે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લઘુમતીને રીઝવવાની કવાયત હાથ ધરી છે. ઇસ્લામનું અપમાન કરતી વિવાદાસ્પદ ફિલ્મની અડવાણીએ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પયગંબરો અને સંતોનું અપમાન સાંખી લેવું એ ભાજપના સિદ્ધાંતોથી વિરૃદ્ધની બાબત છે.
દરમ્યાન કેન્દ્રની યુપીએ સરકાર ૨૦૧૪ સુધી ટકી શકશે નહીં તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં અડવાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મનમોહન સરકાર બીમારીના કારણે આઇસીયુમાં છે અને ભાજપે ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved