Last Update : 29-September-2012, Saturday

 

નવા જોડાણો પર કોઇ પ્રતિબંધ નથી
એક સરનામે માત્ર એક જ ગેસ જોડાણ મળશે ઃ સરકાર

સોફટવેર અપડેશન અને વધારાનું જોડાણ કાપવાની પ્રક્રિયા કારણભૂત

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૮
રાંધણગેસ (એલપીજી)ના નવા જોડાણો આપવા પર પ્રતિબંધ મુકાયો ન હોવાની સ્પષ્ટતા કરતાં સરકારે જણાવ્યું હતું કે ડુપ્લીકેટ જોડાણો દૂર કરવાની કામગીરીના કારણે નવા જોડાણો આપવામાં માત્ર ત્રણ સપ્તાહનો વિલંબ થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક જ સરનામા પર એકથી વધારે એલપીજી જોડાણ ધરાવતા ગ્રાહકોના જોડાણ દૂર કરવાની હાલ દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાઇ છે અને તેમાં સરકાર હસ્તકની તમામ ઓઇલ કંપનીઓ જોડાઇ છે. જેના પગલે નવા જોડાણો હાલ અટકાવાયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકો નવા એલપીજી જોડાણ માટે અરજી કરે પછી ગેસ વિતરક એજન્સી ચકાસણી બાદ જોડાણ માટેનો પત્ર મોકલે છે. આ પત્ર જેટલા ગ્રાહકોને મળ્યો છે તે તમામને નવા જોડાણો ચોક્કસ આપી દેવાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષમાં સબસિડીવાળા માત્ર ૬ સિલિન્ડર આપવાના સરકારના નિર્ણય મુજબ સોફટવેરમાં ફેરફાર કરવાની કામગીરી હાલ ગેસ વિતરકો અને ગેસ કંપનીઓમાં ચાલી રહી છે. આ કામગીરી પૂરી થતાં પણ ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ તો લાગશે. હાલ એલપીજી સિલિન્ડરો જુદા જુદા ચાર ભાવે મળે છે. જેમાં સબસિડીવાળા, સબસિડી વગરના, ચેરિટેબલ તેમજ અય સંસ્થાઓ માટેના અને હોટેલ સહિતના સ્થળે વપરાતા કોમર્શિયલ બાટલા સામેલ છે.
હવે એક સરનામે માત્ર એક જ બાટલાનું જોડાણ ચાલુ રહેશે અને વધારાના જોડાણો કાપી નાખવામાં આવશે. તમામ કામગીરી દરમિયાન કંપનીઓ નવા જોડાણો આપશે નહીં.

પેટ્રોલીયમ મંત્રાલયનો પ્રસ્તાવ
એલપીજીના સિલિન્ડરોની સબસિડી સંપૂર્ણપણે દૂર કરવા વિચારણા
નવી દિલ્હી, તા. ૨૮
એલપીજીના સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા પર નિયંત્રણ મુકવાના સરકારના પગલારૃપી ફટકાની સામાન્ય પ્રજાને હજુ કળ વળી નથી ત્યાં ગરીબી રેખા ઉપર જીવતા પરિવારો માટે વધુ એક માઠાં સમાચાર છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયે એલપીજી સિલિન્ડર પરની સબસિડી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનું વિચારી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયની યોજના પાર પડશે તો આગામી વર્ષના મધ્ય ભાગમાં ગરીબી રેખા ઉપર જીવતા પરિવારોને એલપીજી સિલિન્ડર પરની સબસિડી મળતી સાવ બંધ થઇ જશે. મંત્રાલયે એલપીજીનો વપરાશ કરતા પરિવારોની વિગતો એકત્રિત કરવા માંડી છે અને આ પરિવારની આવક અંગે આવકવેરા વિભાગ પાસેથી પણ માહિતી મેળવાશે.
બીજી બાજુ સબસિડી આપવાની પદ્ધતિ પણ બદલાઈ શકે છે. ગ્રાહક પરિવારની આવક જાણ્યા બાદ સબસિડીની રકમ સરકાર સીધી યોગ્ય ગ્રાહકોના ખાતામાં જમા કરી દેશે. બીપીએલ પરિવારોને પણ ગેસના બાટલા બજાર કિંમતે જ ખરીદવા પડશે અને પાછળથી સબસિડીની રકમ સરકાર તેમના ખાતામાં જમા કરશે.
હાલ દેશમાં એલપીજી જોડાણવાળા બીપીએલ પરિવારોની વિગતો પણ સરકાર એકઠી કરી રહી છે. એલપીજીની સબસિડી સંપૂર્ણપણે રદ્ કરવાના પેટ્રોલીયમ મંત્રાલયના પ્રસ્તાવ અંગે નાણા મંત્રાલય અને આયોજન પંચે સહમતી દર્શાવી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved