Last Update : 29-September-2012, Saturday

 

કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી રહી છે ઃ પ્રણવ મુખર્જી

બુદ્ધિજીવીઓને રવિન્દ્રનાથ ટાગોરના સર્વહિતવાદને ગ્રહણ કરવાની સલાહ આપી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૮
કાશ્મીર ખીણીની બે દિવસની મુલાકાતના સમાપન સમયે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ જણાવ્યું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી રહી છે. મુલાકાત દરમિયાન તેમણે વિવિધ સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને ગવર્નર એન.એન. વોરા તેમજ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા પાસેથી માહિતી મેળવી હતી.
શ્રીનગરથી એર ફોર્સના વિમાનમાં સવાર થતા પહેલાં મુખર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમના પર એવી સારી છાપ પડી છે કે પરિસ્થિતિ સુધરી રહી છે તેમણે જણાવ્યું હતુ ંકે તેઓ વિવિધ સમુદાયોને મળ્યાં હતાં અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. પ્રણવ મુખર્જીને મળનારા સંગઠનોમાં ફળો ઉગાડનારાઓનું સંગઠન, કેસર ઉગાડનારાઓનું સંગટન, મજૂર મંડળ, અખિલ ભારતીય ગુજ્જર મહાસભા, ઓલ પાર્ટી શીખ કોઓર્ડિનેશન કમિટી અને જમ્મુ અને કાશ્મીર પહાડી મંડળનો સમાવેશ થાય છે.
પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ ખાસ તો એ વાતે પ્રભાવિત થયાં હતા કે શ્રીનગરની કાશ્મીર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં યોગ્યતાના પ્રમાણપત્રો મેળવનારાઓમાં ૮૫ ટકા વિદ્યાર્થિનીઓ હતી. પદવીદાન સમારોહમાં તેમણે ખાતરી આપી હતી કે દરેક કાશ્મીરી ગૌરવ સાથે જીવે એ માટે પ્રયાસો કરાશે. તેમણે જણાવ્યું હતું કે દરેક કાશ્મીરીને સમાન હકો અને સમાન તકો મળે એ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટિબદ્ધ છે.
ગઇ રાતે પ્રણવ મુખર્જી બુદ્ધિજીવીઓના એક સમૂહને મળ્યાં હતાં અને જણાવ્યું હતું કે શિક્ષણકારોએ રવિન્દ્રનાથ ટાગોરના સર્વહિતવાદના વલણને આત્મસાત કરવું જોઈએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved