Last Update : 29-September-2012, Saturday

 

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં
તરૃણ બારોટને સાબરમતી જેલમાં મોકલી અપાયા

સીબીઆઇએ વધુ ત્રણ દિવસના રિમાન્ડની કરેલી માગણી કોર્ટે ફગાવી

અમદાવાદ,શુક્રવાર
અમદાવાદના નરોડા વિસ્તારમાં ૨૦૦૩ ના વર્ષમાં સાદિક જમાલનું એન્કાઉન્ટર કરવાના કેસમાં ડીવાય.એસપી. તરૃણ બારોટને આજે બે દિવસના રિમાન્ડ પૂરાં થતાં સીબીઆઇએ વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જે અયોગ્ય જણાતા સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી હતી અને તરૃણ બારોટને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.
સીબીઆઇએ આજે સવારે ૧૧ વાગે તરૃણ બારોટને મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૃરલ કોર્ટ સંકુલમાં સીબીઆઇ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. બે દિવસના રિમાન્ડ પૂરાં થતાં તપાસનીશ અધિકારી એસ.કે.રાઠીએ વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આરોપી પોલીસ અધિકારી છે અને તપાસમાં બે દિવસના રિમાન્ડ દરમ્યાન સંપૂર્ણ અસહાકર દાખવ્યો છે. ગુનો કર્યા અંગેની મોડેસ ઓપરેન્ડી જાહેર કરી નથી. ગુનો કાવતરાના ભાગરૃપે કરવામાં આવ્યો છે અને ગુના સંબંધી હકીકત શોધવા માટે પૂછપરછ જરૃરી છે. પુરાવાઓ એકત્ર કરવા માટે તપાસ એજન્સીને વધુ ત્રણ દિવસની કસ્ટડી લંબાવી આપવી જરૃરી છે.
તરૃણ બારોટ વતી એડવોકેટ રોહિત વર્માએ રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. સીબીઆઇએ દર્શાવેલા કારણો અગાઉ રિમાન્ડ માગતી વખતે જણાવેલા છે. સીબીઆઇએ જ્યારે પણ પૂછપરછ માટે તરૃણ બારોટને બોલાવ્યા છે ત્યારે તેઓ સીબીઆઇ સમક્ષ ઉપસ્થિત થયા છે. તા.૨૫મીએ પણ ઉપસ્થિત થયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ગુનામાં સંડોવણી નથી. આ સંજોગોમાં રિમાન્ડ ન આપવા જોઇએ.
કોર્ટે નોંધ્યું હતું કે રિમાન્ડની માગણી માટે મહત્ત્વના કારણો નથી. બે દિવસની કસ્ટડી આપવામાં આવી હતી આથી રિમાન્ડ અરજી રદ કરવામાં આવે છે અને આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરવામાં આવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved