Last Update : 29-September-2012, Saturday

 

બે વર્ષ બાદ ગુજરાત પરત ફરેલા પૂર્વ ગૃહરાજયમંત્રી
કેન્દ્ર દ્વારા સરકારી તંત્રનો દૂરૃપયોગ ઃ અમિત શાહ

સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અમિત શાહ અમદાવાદ પોતાના ઘરે આવ્યાઃ સત્કારવા માટે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડયા

ગાંધીનગર, શુક્રવાર
સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલ પૂર્વ ગૃહરાજયંમત્રી અમિત શાહને બે વર્ષના લાંબા સમયગાળા બાદ સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાની મંજુરી આપતાં તેઓ આજે સ્વગૃહે પરત ફર્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મોડી સાંજે અમદાવાદ ખાતેના તેમના નિવાસ સ્થાને આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ અમિત શાહનું અભિવાદન કર્યું હતું. આ તકે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી સંસ્થાઓનો દૂરઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અમિત શાહને હાઈકોર્ટે જામીન આપ્યા બાદ ગુજરાતમાં પ્રવેશવા પર બંધી ફરમાવી હતી. જેના કારણે તેઓ બે વર્ષથી દિલ્હી રહેતા હતા. અંતે બે દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની મંજુરી આપી દેતા તેઓ આજે બપોરે દિલ્હીથી સીધા વિમાન માર્ગે સૌ પ્રથમ દિવ પંહોચ્યા હતા. અને દિવથી મોટરમાર્ગે સોમનાથ પંહોચ્યા હતા. જયાં ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેઓ મોડી સાંજે સોમનાથથી મોટરમાર્ગે દિવ અને દિવથી વિમાન માર્ગે અમદાવાદ પંહોચ્યા હતા.
આજે અમિત શાહ તેમના ઘરે પરત ફરવાના હોવાથી તેમના ટેકેદારો, કાર્યકરો અને સમર્થકોમાં જબરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. અમિત શાહને સત્કારવા માટે સમર્થકો દ્વારા સવારથી તડામાર તૈયારીઓ શરૃ કરી દેવાઈ હતી. અંતે મોડી સાંજે અમિત શાહ પોતાના ઘરે પંહોચ્યા ત્યારે તેમને સત્કારવા માટે અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાંથી સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. અમિત શાહના આગમન સમયે ઢોલ નગારા વગાડી અને દારૃખાનું ફોડી સ્વાગત કરાયું હતું. અમિત ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારા સાથે શહેર ભાજપના આગેવાનો અને સમર્થકોએ અમિત શાહનું પાઘડી અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ તકે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૃષોત્તમ રૃપાલાએ સાકર અને પેંડો ખવરાવી અમિત શાહનું મોઢું મીઠું કરાવ્યું હતું.
સમર્થકોનું અભિવાદન ઝીલતાં અમિત શાહે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમય બાદ ગુજરાત આવ્યો હોવાથી સોમનાથ જઈને ભગવાનને પ્રાર્થના કરી છે કે દેશની લોકશાહીની સરકાર સરકારી સંસ્થાઓનો દૂરઉપયોગ કરી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અગાઉના કોઈ પક્ષે ન મેળવી હોય તેટલી બેઠકો સાથે જીત અપાવે. આ તકે કોઈ ટિકા ટિપ્પણ કરવાનો ઈનકાર કરતાં શાહે જણાવ્યું હતું કે ર૦૧૪ની સરકાર બદલાવાની છે અને તેનો પાયો નાખવાની જવાબદારી પ્રદેશ ભાજપે નિભાવવાની છે. અને તેની શરૃઆત ૧૪પ બેઠકો મેળવીને કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે પોતે વેઠેલી યાતના અંગે કહ્યું કે હું ૧૬ વર્ષનો હતો ત્યારે રાજકીય-સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયો હતો. ત્યારે એવી કલ્પના પણ નહોતી કે મારી સાથે આવું થશે. અક વખત વિચાર આવ્યો હતો કે મારી સાથે આવું કેમ થયું? ત્યારે એમ થયું કે ભાજપના કોઈ કાર્યકર્તાના બદલે સારું થયું કે મારી સાથે થયું. બે વર્ષના વનવાસ દરમિયાન આખું ભારત ફરવાનું અને દરેક રાજયના ભાજપના આગેવાનોને મળવાનું થયું હતું. ભારતભરના ભાજપના કાર્યકરો, આગેવાનો, રાષ્ટ્રીય નેતાઓએ કપરા સમયમાં જે હૂંક આપી તે બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.
અંતે તેમણે કહ્યું કે દરેક રાજયના લોકો ગુજરાત અને મુખ્યમંત્રી તરફ મીટ માંડીને બેઠા છે. કારણ કે કોંગ્રેસના અંતની ક્ષમતા માત્ર નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં છે. આથી કોંગ્રેસને આગામી ચૂંટણીમાં જવાબ આપી દેવા કાર્યકરોને તેમણે હાકલ કરી હતી.
આ તકે પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ પુરૃષોત્તમ રૃપાલાએ જણાવ્યું હતું કે આજે આપણે આગામી ચૂંટણી જંગમાં લડવા માટે એક યૌધ્ધા પરત મળ્યા છે. ગુજરાતના કોંગ્રેસના નેતાઓના ઈશારે કેન્દ્રના કોંગ્રેસના નેતાઓએ સરકારી એજન્સીઓ મારફતે આપણા(ભાજપના) નેતાઓ પર પગલા લેવડાવે છે તેનું ઉદાહરણ એટલે અમિત શાહ. પરંતુ આપણે ખુબ જ સંયમ રાખીને લડી રહ્યા છીએ જેના કારણે આગળના દિવસોમાં પણ આપણે સાંગોપાંગ બહાર નીકળશું તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. કોંગ્રેસ આપણા નેતા, કાર્યકરોને સીબીઆઈનો દૂરઉપયોગ કરીને ભીડવવાની કોશિશ કરે છે તેનો પર્દાફાશ થયો છે. અને સીબીઆઈના સોંગદનામા વાંચવાથી જાણ થઈ જશે કે સંસદમાં કોણ કોને સાથ આપી રહ્યું છે.
આજના કાર્યક્રમમાં આનંદીબેન પટેલ સહિતના ભાજપના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

મોદી ગુજરાતના લાયન, અમિત શાહ ગુજરાતના ટાઈગર
અમિત શાહના નારણપુરા ખાતેના તેમના નિવાસ સ્થાને સમર્થકો અને કાર્યકરો દ્વારા સ્ટેજ બનાવીને અમિત શાહને સત્કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં અમિત શાહને વેલકમ કરતાં લખાણવાળા દરેક વોર્ડ દિઠ બેનર બનાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રીના ફોટાની ઉપર લાયન(સિંહ) અને અમિત શાહના ફોટાની ઉપર ટાઈગર(વાઘ) લખવામાં આવ્યું હતું. સાથોસાથ સમર્થકો દ્વારા અમિત શાહના આગમન સમયે દેખો દેખો કૌન આયા...ગુજરાતકા શેર આયા...જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા અને સ્થાનિક ભાજપના આગેવાનોએ સીબીઆઈ સામે સત્યનો વિજય તરીકે આ ઘટનાને ખપાવતા ભાષણો કરાયા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved
ody>