Last Update : 29-September-2012, Saturday

 

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં દેવું રિકાસ્ટ કરવાની અરજીઓ ડબલ

ડેક્કન ક્રોનીકલ, ઈન્ડસ્વીફટ, વિસાસ્ટીલ જેવી કંપનીઓએ દેવાનાં પુનર્ગઠનનીઅરજી કરી

મુબઈ,શુક્રવાર
દેશની નાની અને મધ્યમ કદની કંપનીઓ પર વૈશ્વિક અને સ્થાનિક આર્થિક મંદીની અસર થવા લાગી છે અને તેના નિર્દેશોડેબ્ટ રિકાસ્ટીંગ માટે મળી તેમાંથી મળે છે. ગયા વર્ષના સમાનગાળામાં ૩૬ કંપનીઓ જ આવી અરજીઓ મળી હતી તેની સામે આ વર્ષે પ્રથમ છ માસમાં આવી ૭૦ અરજીઓ બેંકોએ આ માટે સ્થાપેલા સેલને મળી છે. આ ૭૦ કંપનીઓમાં કુલ એક્સપોઝર ગત વર્ષની સમાનઅવધિ કરતાં લગભગ ૫૪ ટકા વધીને રૃ.૩૯,૭૦૦ કરોડનું છે જે ગત વર્,ે ૩૬ કંપનીઓમાં અંદાજે રૃ.૨૫,૭૦૦ કરોડનું હતું. રૃ.૫૦૦ કરોડનાં દેવાવાળી કંપનીઓ, રૃ.૫૦૦ કરોડથી રૃ.૧૦૦૦ કરોડનાં દેવા વાળી ૧૨ કંપનીઓ અને રૃ.૧૦૦૦ કરોડથી વધુના દેવાવાળી ૧૦ કંપનીઓએ કોર્પોરેટ ડેબ્ટ રીસ્ટ્રકચરીંગ માટે અરજી કરી છ.ે
૨૦૦૧માં બેંકેએ કોર્પોરેટ ડેબ્ટ રીસ્ટ્રકચરીંગ (સીડીઆર) સેલની સ્થાપના કરી હતી. પોતાના કાબૂ બહારના સંયોગોના કારણે નાણાકીય મુશ્કેલી અનુભવતી કંપનીઓને ટર્ન એરાઉન્ડમાં મદદ કરવાનો આ સેલનો હેતુ છે.
રિસ્ટ્રકચરીંગમાં કરજદાતાઓ દેવા પરનો વ્યાજ દર ઘટાડે છે, પુનઃચૂકવણીનું સમયપત્રક લંબાવી આપે છે અને વર્કિંગ કેપિટલની અનિયમિતતાનેવર્કિંગ કેપીટલ ટર્મ લોનમાં કન્વર્ટ પણ કરી આપે છે.
ગયા વર્ષનાં પ્રથમ છ માસમાં અરજી કરનાર કંપની દીઠ સરેરાશ દેવાની સાઈઝ રૃ.૭૧૪ કરોડ હતી. તે આ વર્ષના રિપોર્ટિંગ પિરીયડમાં રૃ.૫૬૭ કરોડ રહી હતી.
કાપડ અને ખાંડ ઉદ્યોગની કંપનીઓ ઉફરાંત, મધ્યમ સ્ટીલ એકમો, હોટલો, એન્જિનિયરિંગ, પ્રોકયોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઈપીસી) કોન્ટ્રાકટર્સ તથા ઈન્ફ્રા. એકમો તરફથી ડેબ્ટ રિસ્ટ્રકચરીંગની અરજીઓ મળી હોવાનું સીડીઆર સેલે જણાવ્યું હતું.
પર્યાવરણ સમસ્યાના કારણે આયર્ન ઓર અને કોલસા જેવી કાચી સગ્ગ્રીના પુરવઠાને લીધે કામકાજ પર અસર થવાને કારણે મધ્યમ કદનાં લોખંડ-પોલાદના એકમોને નાણાંકીય મુશ્કેલી નડતાં તેઓએ દેવાનાં રિસ્ટ્રકચરીંગની અરજીઓ કરે છે. હોટલ ઉદ્યોગને વધુ પડતી રૃમ કેપેસીટી નડે છે અને તેનાં ભાડાં પર પણ અસર થતાં અમુક એકમો સીડીઆર સેલ સમક્ષ આવ્યા છે. ઈપીસી કોન્ટ્રાકટર્સ પણ પર્યાવરણીય મંજૂરીના ચક્કરમાં ફેલાયેલ પ્રોજકેટમાં કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને જમીન સંપાદનના પ્રશ્ને પણ તેમની નાણાકીય સ્થિતિ બગાડી હોઈ તેમણે રિસ્ટ્રકચરીંગનો આશરો લેવો પડયો છે.
સીડીઆર સમોડ આવેલ મોટા કેસોમાં ડેક્કન ક્રોનીકલ હોલ્ડિંગ્સ રૃ.૪,૦૦૦ કરોડ, ઈંદુ પ્રોજેકટ રૃ.૨૮૦૦ કરોડ, વિસા સ્ટીલ રૃ.૨૫૦૦ કરોડ, વરુણ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૭૫૦ કરોડ, ઈન્ડ સ્વીફટ લિ. રૃ.૧૭૦૦ કરોડ,કોના સીમા ગેસ પાવર લિ રૃ.૧૪૭૦ કરોડ અને આઈકોમ ટેલી રૃ.૧૩૬૦નો સમાવેશ થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved
ody>