Last Update : 29-September-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૦૯-૨૦૧૨, શનિવાર
નિજ ભાદરવા સુદ ચૌદસ - વ્રતની પૂનમ
આજે પંચક છે.

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૯ મિ. (સૂ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૭ ક. ૨૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાભાદ્રપદ બપોરના ૧ ક. ૪૫ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-સંિહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સવારના ૭ ક. ૨૯ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદૠતુ રા.દિ.આ./૭
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ ચૌદશને શનિવાર.
વ્રતની પૂનમ. પ્રૌષ્ઠપદી પૂનમ. ગોત્રીરાત્રી વ્રતારંભ.
- આજે પંચક છે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વ્રતની પૂનમે ચંિતા-ખર્ચ-નાણાંભીડના કારણે, કામમાં રૂકાવટના કારણે, વિલંબ થવાના કારણે કંઈ ગમે નહીં.

 

વૃષભ ઃ વ્રતની પૂનમે આપના રોજીંદા કામમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ જણાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતીત રહો. વધારાના કામ અંગે દોડધામ અનુભવાય. ચર્ચા વિચારણા થાય.

 

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સ્વસ્થતા, હળવાશ અનુભવો. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

 

સંિહ ઃ વ્રતની પૂનમે હૃદય-મનની વ્યગ્રતા રહે. ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. વધારાનું કામ ઉકેલાય. ધંધો-આવક થાય, આનંદ રહે.

 

તુલા ઃ આજે વ્રતની પૂનમે ધર્મકાર્યથી હૃદય-મનને હળવાશ રહે. ઘર-પરિવારના નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહો.

 

વૃશ્ચિક ઃ વિલંબમાં પડેલા કામ ઉકેલવામાં અન્યનો સહકાર મળી રહે. તમારી ચંિતા હળવી થાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

ધન ઃ ઘર-પરિવાર-કુટુંબના કામમાં ચંિતા-ઉચાટ રહે. વાતવાતમાં મનદુઃખ, ગેરસમજ થાય નહીં તેનું ઘ્યાન રાખવું.

 

મકર ઃ વ્રતની પૂનમ યાત્રા પ્રવાસ-મુલાકાતનું આયોજન ગોઠવાય. નોકરી-ધંધાના કામકાજમાં ઘ્યાન આપી શકો.

 

કુંભ ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ધંધો આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે.

 

મીન ઃ માનસિક વ્યગ્રતા-ઉચાટ-વિચારોમાં અટવાયેલા રહો. કામ કરો, હરોફરો પરંતુ આંતરિક મનોવ્યથા રહે.

 

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૦૯-૨૦૧૨, શનિવાર

 

 

આજથી શરૂ થઈ રહેલ જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષ દરમ્યાન નુકસાન-બંધન-વિવાદ થાય તેવા કોઈ નિર્ણય કરવા નહીં તેમજ આરોગ્યની કાળજી રાખવી. વિશેષમાં... * નોકરીમાં પ્રતિકૂળતાનો સમય રહે. તમારી બઢતી, પગાર વધારો, ફસાયેલા નાણાં મેળવવામાં આ વર્ષ રૂકાવટવાળું રહે. ખાતાકીય કામગીરીમાં જાગૃતિ રાખવી. લાંચ-ભ્રષ્ટાચાર-ખોટું કરવામાં તકલીફ થાય. * ધંધામાં દેવું કર્યા વગર, માલનો ભરાવો કર્યા વગર રોકડેથી જે ધંધો થાય તે પ્રમાણેનું આયોજન રાખવું. કૌટુંબીક કે અન્ય ભાગીદારમાં વિવાદ થાય. છૂટા પડવું પડે. * સ્ત્રી વર્ગને પતિના સ્વભાવ-આરોગ્યના કારણે અવાર નવાર સાંસારીક પ્રશ્નમાં ચંિતા રહે. * વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષારંભથી ઘ્યાન રાખવું પડે. મિત્રવર્ગમાં સમયનો વ્યય કરવો નહીં.

 

 

સુપ્રભાતમ્

જે પોતાના હિતેચ્છુ અને પૂછવાપાત્ર ગુરૂઓને પૂછીને કામ કરે છે તેને કોઈ પણ કામમાં વિધ્ન આવતું નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને પ્રાણી સંગ્રહાલયમાં નવી નવી નોકરી હતી. એના ઉપરી છગને એને ટ્રેનીંગ આપવા પીંજરે પીંજરે ફેરવવા લઈ ગયો. એ બન્ને વાઘના પીંજરામાં ગયા અને છગને વાઘને ખાવાનું આપીને પીંજરૂં સાફ કરવાનું લલ્લુને કહીને એ બાજુના પીંજરામાં ગયો. પાછળ રહેલા લલ્લુ પીંજરાનું બારણું બંધ કર્યા વિના ખુલ્લું રાખીને ઉપરી છગન પાસે આવી ગયો. છગને પાછળ જોયું તો વાઘનું પીંજરૂં ખુલ્લું હતું. એણે લલ્લુને પૂછ્‌યું, ‘‘કેમ અલ્યા, પીંજરાનું બારણું ખુલ્લું રાખ્યું !’’
‘‘સાહેબ, એમાં શું ?’’ લલ્લુ બોલ્યો, ‘‘વાઘ જેવા પ્રાણીને કોણ ચોરી જવાનું હતું ?’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved
ody>