Last Update : 28-September-2012, Friday

 

ફિલ્મોની સમીક્ષા

 

સાહિત્ય કરતાં પણ વધારે ફિલ્મોમાં, સમીક્ષાઓ અપ્રસ્તુત ગણાય છે. અલબત્ત, તેનાથી સમીક્ષા કરનાર પોતાની જાતને જરાય ઓછી ગંભીરતાથી લેતા નથી. ‘મારી સમીક્ષાથી ફિલ્મ હિટ કે ફ્‌લોપ જશે’ અથવા ‘ફિલ્મ વિશે હું શું માનું છું એ જાણવા લોકો તત્પર છે’ એવો ભ્રમ કદાચ સમીક્ષા લખવા માટેનું જરૂરી બળ પૂરું પાડતો હશે.
સલમાનખાનની ફિલ્મો જે રીતે એક પછી એક રૂ.૧૦૦ કરોડની અને હવે તો રૂ.૨૦૦ કરોડની ક્લબમાં દાખલ થઇ રહી છે, તેનાથી સમીક્ષકો મોંમાં આંગળાં નાખી ગયાં છે. કારણ કે એ ફિલ્મો સમીક્ષકોની દૃષ્ટિએ સાવ નબળી છે. સલમાનની ફિલ્મોના કિસ્સામાં ફક્ત સમીક્ષકો જ નહીં, ઘણા પ્રેક્ષકો પણ એવું માને છે.
છતાં એ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવે છે. સમીક્ષાનો એક પ્રકાર એવો છે, જેમાં ફિલ્મને ખોટીખોટી માથે ચઢાવવામાં આવે છે. સમીક્ષક એક યા બીજી રીતે ફિલ્મ સાથે સંકળાયેલા હોય ત્યારે આવું બનવાની સંભાવના ઘણી વધી જાય છે. એવા કિસ્સામાં સમીક્ષા એ પ્રચારના વિસ્તાર જેવી બની જાય છે. અંગ્રેજીમાં પ્રચાર-સમીક્ષાનો દૌર ચાલે તેા પડઘા બીજી ભાષાઓમાં ઝીલવા માટે હોંશીલા સમીક્ષકો તૈયાર જ હોય છે. સ્થાનિક સમીક્ષકોને પોતાની સમીક્ષાઓના જોરે મુંબઇ પહોંચવાના અને ત્યાં સંપર્કો સ્થાપિત કરીને પોતાનો સિક્કો જમાવવાના અભરખા હોય છે.
સમીક્ષકોનો એક પ્રકાર જૂના જમાનાના ‘ફિલ્મ ઇન્ડિયા’ખ્યાત બાબુરાવ પટેલ જેવો હોય છે. બાબુરાવ એટલી જલદ સમીક્ષા લખતા હતા કે જો ફિલ્મઉદ્યોગના લોકો તેને ગંભીરતાથી લેતા હોત તો ફિલ્મી દુનિયામાં આપઘાતના બનાવોની સંખ્યા વધી ગઇ હોત. પોતાનો અણગમો વ્યક્ત કરવા કે કોઇ દેખીતા કારણ વગર પણ બાબુરાવ હળાહળ ઝેરી સમીક્ષા લખતા. દિલીપકુમાર નવોદિત હતા ત્યારે તેમની પહેલી ફિલ્મ ‘જ્વારભાટા’ જોઇને બાબુરાવે એ મતલબનું લખ્યું હતું કે આ કલાકારમાં એક્ટર થવાનું એકેય લક્ષણ નથી.
એ જ્યાંથી આવ્યો હોય ત્યાં એણે પાછા ફરી જવું જોઇએ. વી.શાંતારામ સાથે અંગત અદાવતને કારણે તેમની એકેએક ફિલ્મોના બાબુરાવ છોંતરાં કાઢતા હતા. નૌશાદનું સંગીત ધરાવતી ફિલ્મ ‘શબાબ’ આવી, ત્યારે બાબુરાવે તેના સંગીતને એકદમ વખોડી કાઢ્‌યું હતું અને એ મતલબનું લખ્યું હતું કે નૌશાદે ‘તેરી ગલી-મેરી ગલી’ ટાઇપનાં હલકાં ગીતો બનાવ્યાં છે.
દેખીતું છે કે બાબુરાવના અંગ્રેજીમાં લખાતા રીવ્યુની મન ોરંજન સિવાય ભાગ્યે જ કશી અસર પડતી. લાખો રૂપિયા રોકીને બેઠેલા ફિલ્મનિર્માતાઓ બેશક બાબુરાવથી નારાજ થતા હતા, પરંતુ તેમને રાજી કરવાનો એક રસ્તો હંમેશાં ખુલ્લો રહેતોઃ બાબુરાવ સાથે સુલેહ કરવી અને તેમના સામયિકમાં ઉદાર હાથે જાહેરખબરો આપવી.
જે જમાનામાં ફિલ્મ પહેલાં મોટાં શહેરોમાં પ્રદર્શીત થાય અને ગામડાં સુધી પહોંચતા તેને ચાર-છ મહિના નીકળી જાય, એ સમયે પ્રાદેશિક ભાષામાં લખાતા રીવ્યુની કદાચ થોડીઘણી અસર થતી હશે, પરંતુ હવે મોટા ભાગની ફિલ્મો એક અઠવાડિયું ચાલે તેમાં એનો ખર્ચો નીકળી જતો હોય છે. એકસાથે સેંકડોની સંખ્યામાં ફિલ્મની ડિજિટલ આવૃત્તિઓ પ્રદર્શીત થાય છે. ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કંિગના જમાનામાં બીજા દિવસની પણ રાહ કોણ જુએ છે? ઘણા ઉત્સાહીઓ થિએટરમાં ફિલ્મ જોતાં જોતાં સ્ટેટસ અપડેટ કરતા રહે છે અને ઘણી વાર ઇન્ટરવલ સુધીમાં તો ચુકાદો જાહેર થઇ જાય છે.
ઇન્ટરનેટને કારણે શુક્રવારના જ દિવસે ત્રણ-ચાર સમીક્ષાઓ ફટકારી દેતાં સમીક્ષકો માટે પણ ક્યારેક મૂંઝવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. પહેલાં તે પરદેશી ફિલ્મોના રીવ્યુ માટે પરદેશી છાપાંમાંથી ઉઠાંતરીનો રસ્તો લઇ શકતાં હતાં, પરંતુ થોડાં વર્ષ પહેલાં એક રાષ્ટ્રિય અખબારના સમીક્ષકની આવી ચોરી પકડાઇ જતાં, મોટો હોબાળો થયો હતો. સ્પેક્ટ્રમ-કૌભાંડ અને કોમનવેલ્થ કૌભાંડ ભૂલાઇ જતાં હોય, તો આટલા અમથા સમીક્ષાકૌભાંડની શી વિસાત? પણ તેનાથી એટલું નક્કી થઇ ગયું કે દર્શકો હવે ફિલ્મ જોવા માટે સમીક્ષા પર આધાર રાખતા નથી એટલું જ નહીં, તે સમીક્ષાની પણ આકરી સમીક્ષા કરી શકે છે અને કેટલીક વાર તેમની જ રમતમાં તેમને હંફાવી પણ શકે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved