Last Update : 28-September-2012, Friday

 
દિલ્હીની વાત
 

એનસીપીની આગ કોંગ્રેસને દઝાડશે...
યુપીએ-ટુ સામેની સમસ્યાઓનો ક્યારેય અંત આવે એમ લાગતું નથી. એફડીઆઈના મુદ્દે તૃણમુલ કોંગ્રેસે સાથ છોડયા પછી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે કટોકટી ઉભી થઈ છે. આમ તો, બંને પક્ષના નેતાઓ કહે છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકારને કોઈ આંચ નહીં આવે પરંતુ સમાધાનના કોઈ અણસાર દેખાતા નથી. રાજકીય સમિક્ષકો માને છે કે મતભેદની આ આગ જો ઠંડી નહીં પડે તો તેની જવાળાઓ ઠેઠ દિલ્હી સુધી પહોંચશે. જેના કારણે યુપીએની સ્થિરતા ડામાડોળ થઈ શકે છે. સૂત્રો કહે છે કે સિંચાઈ કૌભાંડના પગલે રાજીનામું આપનાર અજીત પવાર સામેની તપાસ મોડી થાય એવું પ્રેસર કોંગ્રેસ પર આવતા મામલો વધુ પેચીદો બન્યો છે. એનસીપી એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસ તેમના સભ્યોને બદનામ કરતા આક્ષેપો કરે છે. એનસીપીનું મુખ્ય ટાર્ગેટ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણ છે. અને તેમને બદલવા તે પ્રેશર કરે છે. પરંતુ ચવાણની સ્વચ્છ ઈમેજને આગળ ધરીને કોંગ્રેસે આ માગ ફગાવી હતી. એક પીઢ કોંગી નેતાઓ કહ્યું છે કે આગામી ચૂંટણી કોંગ્રેસે એનસીપી વીના લડવી જોઈએ. જોકે બીજી તરફ શ્રીનગરમાં આરોગ્ય પ્રધાન ગુલામનબી આઝાદે કહ્યું છે કે યુપીએના સૌથી મોટા ટેકેદાર શરદ પવાર છે અને તેમની અને કોંગ્રેસ વચ્ચે કોઈ મતભેદ નથી.
ગડકરી અને સિંચાઈ કૌભાંડ
એક તરફ ભાજપની રાષ્ટ્રીય કારોબારી ચાલે છે ત્યારે જ ભાજપના પ્રમુખ નીતીન ગડકરી સામે કૌભાંડ અંગે આંગળી ચીંધાઈ રહી છે. આરટીઆઈ ચળવળકાર અંજલી દામનીયાએ ગડકરી સંચેતી વચ્ચેની બિઝનેસ લીંકના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે. અંજલીએ કહ્યું છે કે ગડકરી સામેના આક્ષેપો બાબતે હું ગડકરીને બેવાર મળી હતી જેમણે કૌભાંડ બાબતનો પ્રશ્ન અટવાઈ દીધો હતો. અંજલિ તેમના આક્ષેપો બાબતે મક્કમ છે પણ ગડકરીએ મૌન રાખ્યું છે. ભાજપ કહે છે કે તે ગડકરી ક્યારેય એનસીપી નેતાને મળ્યા નથી. જ્યારે ઈન્ડિયા અગેન્સર કરપ્શનના અરવિંદ કેજરીવાલે આ કૌભાંડમાં પવારના રોગ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે.
એફડીઆઈનો કોંગીજનોને ડર
વડાપ્રધાનના એફડીઆઈના પગલાને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સંપૂર્ણ ટેકો આપ્યો હોવા છતાં ઘણાં કોંગી નેતાઓને એવો ડર છે કે જો નાના દુકાનદારો અને આમ આદમીનું હીત નહીં સચવાયતા પક્ષની ઈમેજને મોટો ફટકો પડશે. આ નેતાઓનું માનવું છે કે એફડીઆઈની તરફેણમાં કોંગ્રેસ શેરીઓમાં જવાની અને દિલ્હીમાં વિશાળ રેલી કાઢવાની છે તેનાથી નાના દુકાનદારોમાં વ્યાપેલો ડર ઓછો થશે.
અભીજીત પર મમતા પ્રેમ
વડાપ્રધાન માસ લીડર નથી એમ કહીને તૃણમુલના વડા મમતા બેનરજીએ કોંગ્રેસના આક્રોશનો સામનો કર્યો છે. એફડીઆઈના મુદ્દે સરકારની ટીકા કરવાનો કોઈ ચાન્સ મમતા છોડતા નથી. તે દિલ્હીમાં રેલી યોજી રહ્યા છે. તેમ છતાં એવું દેખાઈ રહ્યું છે કે તે કોંગ્રેસ સાથે તે સંપૂર્ણ પણે સંબંધો તોડવા માગતા નથી. આની સાબિતીરૃપે જોઈએ તો પ્રણવ રાષ્ટ્રપતિ બનતા તેમની જગ્યાએ લોકસભા બેઠક પર તેમનો પુત્ર અભીજીતને કોંગ્રેસે ટીકીટ આપી છે. તેમની સામે મમતાએ તૃણમુલનો કોઈ ઉમેદવાર ઉભો નથી રાખયો. કોંગ્રેસે તેમની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હોવા છતાં તેમણે અભીજીત સામે કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.
મમતા માટે કોંગીજ્નોને આશા
અભીજીત સામે ઉમેદવાર નહીં ઉભા રાખવાના મમતા બેનરજીના પગલાથી કોંગી નેતાઓને એવી આશા છે કે ભલે મમતા ત્રીજા મોરચાની વાતો કરે પણ એક દિવસ કોંગ્રેસમા પાછા ફરશે. કોંગ્રેસ મમતાની જુની રાજકીય સ્ટાઈલને યાદ કરે છે. ૧૯૯૯માં વાજપેઈના નેતૃત્વવાળા એનડીએમાં જોડાયેલા મમતા ૨૦૦૧માં રેલવે પ્રધાવ હતા અને એનડીએ છોડયું હતું. ફરી પાછા તે ૨૦૦૪માં ભાજપના નેતૃત્વવાળા મોરચામાં જોડાયા હતા.
જેટલીની મનની મનમાં રહી ગઈ
પ્રધાન મંડળમાં આવી રહેલા ફેરફારના સંદર્ભે પ્રધાનોના વિદેશ પ્રવાસ પર મુકાયેલા પ્રતિબંધની સૌથી વધુ આઘાત રાજ્યસભાના વિપક્ષના નેતા અરૃણ જેટલીને લાગ્યો છે. ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ સાથે તે 'ઈકોનોમીક ટીફોર્મ અને ગવર્નેસ' પરની ચર્ચા માટે એક સ્ટેજ પર આવવાના હતા. જ્યારે વિશ્વસ્તરના શ્રોતાઓ હાજર હોય ત્યારે તેમની સામે અરૃણ જેટલીને સરકારની આર્થિક નીતિઓને ઝાટકવાની તક મળી હતી. સરકારના કૌભાંડોની યાદી પણ તે આપત પરંતુ હવે ખુર્શીદ નથી જવાના એટલે જેટલીની મનની મનમાં રહી ગઈ.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved