Last Update : 28-September-2012, Friday

 

ગુજરાતના સ્થાપત્યોમાંથી પ્રજાના પુરુષાર્થનો અવાજ સંભળાયો!
‘ફાર્બસ સમ સાધન વિના નવ ઉદ્ધરત ગુજરાત’

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, દેશમાં અદાકારોની સંખ્યા વધવા લાગી છે.
બાદશાહ ઃ કઇ રીતે, બીરબલ?
બીરબલ ઃ જહાંપનાહ, પહેલાં ખેલ કે નાટકમાં અદાકારી થતી હતી, હવે ઘણા મિડિયાને જોઇને અદાકારી કરવા કરે છે!

 

આઈને કે સામને મૈં ખુદકો પહચાનતા નહીં,
યે કિસકે ચહેરા-સા ચહેરા લગા દિયા મૈંને
તમામ ઉમ્ર અપની તલાશમેં ભટકા હૂં,
ફિર ભી નહીં પાયા અપને ઘરકા પતા મૈંને

દૂર દેશાવર ઈંગ્લૅન્ડથી ભારત આવેલા અંગ્રેજ સરકારી અમલદાર ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સને ગુજરાતનાં સ્થાપત્યોમાં એનો ભવ્ય ભૂતકાળ દેખાયો, તો ગુજરાતના જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોમાં ઈતિહાસના પ્રભાવશાળી તેજનો અનુભવ થયો.
આજથી ૧૬૬ વર્ષ પહેલાં આ સનદી અમલદારને ગુજરાતની ભૂમિ માટે એવો તો પ્રેમ જાગ્યો કે આઘુનિક યુગના પરોઢના સમયે એણે અનેક ક્ષેત્રોમાં ગુજરાની સેવા કરી. આથી તો એ દોહો સર્વત્ર પ્રસિદ્ધ હતો.
કર્નલ ટોડ કુલિન વિણ, ક્ષત્રિ-યશ ક્ષય થાત,
ફાર્બ્સ સમ સાધન વિના, નવ ઉદ્ધરત ગુજરાત
ગુજરાતની સંસ્કૃતિને આત્મસાત્‌ કરવા માગતા અંગ્રેજ ફાર્બસસાહેબે પહેલું કાર્ય ગુજરાતી ભાષા શીખવાનું કર્યું અને એ માટે કવિ દલપતરામને પગાર આપીને રાખ્યા. એમના સંબંધનો પ્રારંભ ગુરુશિષ્યથી થયો અને સમય જતાં બંને ગાઢમૈત્રીનું દ્રષ્ટાંત બની રહ્યા!
ફાર્બસસાહેબે વ્રજભાષામાં સરળતાથી કવિતા સર્જતા દલપતરામને સ્વભાષાનો મહિમા સમજાવ્યો અને માતૃભાષા ગુજરાતીમાં કવિતા રચવાની પ્રેરણા આપી. એ સમયે કાઠિયાવાડના રાજદરબારોમાં પરંપરાગત રીતે વ્રજ ભાષામાં કવિતા ગવાતી હતી. વળી, દલપતરામને વ્રજ ભાષાનો એટલો બધો મહાવરો હતો કે એમને કવિતા કરવી હોય, તો વ્રજભાષામાં જ કરતા. મિત્રની સલાહથી કવિ દલપતરામે ગુજરાતી ભાષામાં કવિતા રચવાનો પ્રારંભ કર્યો.
પરિણામે જે સમયે ગુજરાતી ભાષા માત્ર ‘બજાર ભાષા’ તરીકે ઓળખાતી હતી, તેને એક સમર્થ સર્જક મળ્યા. ફાર્બસસાહેબ ‘ગુજરાતી કવિતાજહાજના કૂવાથંભ’ તરીકે ઓળખાયા. વળી દલપતરામે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો નહોતો, ત્યારે એમને પશ્ચિમનાં મૂલ્યો અને એની ભાવનાઓનો પરિચય ફાર્બસસાહેબ પાસેથી સાંપડ્યો.
ફાર્બસ-દલપતની દોસ્તી પણ એવી કે ગુજરાતના ઈતિહાસને શોધવા માટે તાર-ટપાલ વિનાના જમાનામાં ખાસ માણસ મોકલીને દલપતરામને વઢવાણ તેડું મોકલ્યું અને એ પછી બંને ગાઢ મિત્રોની માફક જીવનભર જીવ્યા. એમનું મિલન ગુજરાતી સમાજ, સાહિત્ય અને સંસ્કૃતિને માટે પૂર્વ - પશ્ચિમના સમન્વયનું પરિબળ બની ગયું. એ સમયે શેરબજારનો જુવાળ આવ્યો અને અનેક લોકોએ એમાં પૈસા રોક્યા હતા. ૧૮૬૫માં થયેલી આર્થિક બરબાદીના સમયે ફાર્બસસાહેબે જ કવિ દલપતરામને સહાય કરી હતી.
એ સમયે મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઇને દલપતરામે કાવ્યભાષણ આપ્યું. ભાષણ આપતાં પૂર્વે પોતાની ઓળખ આપતાં દલપતરામે કહ્યું કે તેઓ ‘રૂડી ગુજરાતી વાણી, રાણીના વકીલ છે’ એમનું આ ભાષણ સાંભળીને મહારાજા ખંડેરાવ ગાયકવાડ પ્રસન્ન થયા, પણ દલપતરામે મહારાજાને સ્નેહભર્યો ઉપાલંભ આપીને કહ્યું, ‘ગુજરાત રાજ્યમાં તો ગુજરાતી ભાષાનું ચલણ હોવું જોઇએ’ અને એ માટે એમણે મહારાજાને કેટલાંક સૂચનો પણ કર્યા હતા.
ઈંગ્લૅન્ડથી આવેલા ફાર્બસસાહેબે જોયું કે ગુજરાત અને સમગ્ર દેશ જુદાં જુદાં વહેમો અને માન્યતાઓમાં ખૂંપેલો છે.
આ અંગ્રેજ અમલદારે પ્રજાને જગાડવા માટે ઈનામી નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું. આ નિબંધમાં એમણે સમાજસુધારાને લક્ષમાં રાખીને જુદા જુદા વિષયો રાખ્યા અને એ નિબંધોમાંથી ઈનામી નિબંધ પ્રકાશિત કરતા હતા.
દલપતરામે આ ઈનામી સ્પર્ધામાં ‘ભૂતનિબંધ’ લખ્યો અને એક અર્થમાં કહીએ તો ગુજરાતી નિબંધસાહિત્યનો પ્રારંભ કર્યો. આ ‘ભૂતનિબંધ’ ફાર્બસસાહેબને એટલો બધો ગમી ગયો કે એમણે એની સમતોલ પ્રસ્તાવના તો લખી જ, પણ એથીય વિશેષ એ નિબંધનો સ્વયં અંગ્રેજી અનુવાદ કર્યો અને પ્રજામાં વૈજ્ઞાનિક બુદ્ધિ પ્રેરવાનો પ્રારંભ કર્યો. ગુજરાતની પ્રસિદ્ધ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ગ્રંથપ્રકાશન માળાએ એના પ્રથમ મણકા તરીકે આ ‘ભૂતનિબંધ’ પ્રગટ કર્યો. એમાં ગુજરાતમાં પ્રવર્તતા વહેમોનું ખંડન કરવામાં આવ્યું અને વિશેષે તો ડાહ્યાભાઇ વેદિયાની પરંપરામાં ઉછરેલા દલપતરામના કેટલાક સાહસિક અને હંિમતભર્યા વિચારો આમાં પ્રગટ થયા.
એ પછી ફાર્બસસાહેબે જ્ઞાતિસંસ્થા, બાળવિવાહ જેવાં વિષયો પર નિબંધસ્પર્ધા રાખી, જ્યોતિષનો ફલાદેશ જૂઠ્ઠો છે અને જોશીઓ ઘૂતારા છે એમ દર્શાવ્યું.
અહીં દલપતરામે ‘દૈવજ્ઞદર્પણ’માં આલેખેલી પટેલની કેફિયત આ રીતે આલેખી છે.
‘એક નવો વિદ્યાર્થી નામીચા જોશી પાસે સાત વર્ષ સુધી જોતિષશાસ્ત્ર ભણ્યા પછી પોતાને ઘેર આવ્યો, અને સર્વ લોકો કહેવા લાગ્યા ેકે પ્રખ્યાત જોશી પાસે ભણી આવ્યો માટે તે હોશિયાર છે.
એવામાં મારું કાંઇ ખોવાયું હતું, તેથી હું નાળીયેર લઇને તે નવા જોશીને પ્રશ્ન પૂછવા ગયો અને તેના આગળ નાળીયેર મૂકીને મેં કહ્યું કે મહારાજ, અમારું કાંઇ ખોવાયું છે માટે પ્રશ્ન બાંધો. જોશીએ તરત ઊઠીને પોતાની છાયાનાં પગલાં ભરીને પ્રશ્ન બાંઘ્યું, ત્યાં કુંભ લગ્ન બેઠું.
ત્યારે જોશીએ કહ્યું કે પ્રશ્નના ગ્રંથમાં લખ્યું છે કે ‘કુંભે તુ મુષકશ્ચૌરઃ’’ કુંભ લગ્ન બેસે તો જાણવું કે ખોવાયેલી જણસ ઉંદર લઇ ગયો છે. ત્યારે મેં કહ્યું કે મહારાજ મારો તો બળદ ખોવાયો છે...’
આવા નિબંધો પ્રકાશિત કરીને ફાર્બસસાહેબે ગુજરાતી પ્રજાને વહેમ, રૂઢાચાર અને માન્યતાઓમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો.
‘ભૂતનિબંધ’ એ દલપતરામનું પહેલું ગદ્ય લખાણ છે, તો એ જ રીતે ફાર્બસની પ્રેરણાથી દલપતરામ ‘લક્ષ્મી’ નામનું નાટક લખે છે. ગુજરાતી સાહિત્યના ગદ્ય અને પદ્યના પ્રારંભ માટે ફાર્બસસાહેબ નિમિત્ત બને છે. એટલું જ નહીં, પણ ‘ફારબસ વિરહ’માં દલપતરામનું શોકાતુર હૃદય પોતાના મિત્ર ફાર્બસની વિદાયથી દુઃખ અનુભવે છે અને ગુજરાતને પહેલું શોકપ્રશિસ્તિકાવ્ય મળે છે.
ઠેર ઠેર ફરીને ગુજરાતના ગ્રંથો અને વિશેષે ઈતિહાસગ્રંથોનો સંગ્રહ કરનાર ફાર્બસે ‘રાસમાળા’ની રચના કરી છે. આ સમયે તેઓ જૂનાં હસ્તલિખિત ગ્રંથોની શોધ કરતા, પ્રાચીન કાવ્યોની નકલ કરાવતા. કવિ દલપતરામ પાસે બેસીને એનો અર્થ સમજતા. ૧૮૫૪ની ૨૮મી માર્ચે ફાર્બસસાહેબ ઈંગ્લૅન્ડ ગયા, પણ એમનું હૃદય તો ગુજરાતમાં હતું. પોતાની સાથે ગુજરાતના ઈતિહાસને લગતાં પુસ્તકો લેતા ગયા. ‘રાસમાળા’ના પુસ્તકની રચના કરી.
ઈંગ્લૅન્ડમાં મળતાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આ પ્રદેશને લગતા પત્રોનો શ્રમ વેઠીને અભ્યાસ કર્યો. પૂરા દોઢ વર્ષની જહેમત બાદ ‘રાસમાળા’ના બે ભાગો તૈયાર થયા. ફાર્બસસાહેબે એનું પ્રકાશન લંડનમાં આવેલા રિચર્ડસન બ્રધર્સના પ્રેસમાં કરાવ્યું. પુસ્તકમાં મહત્ત્વનાં ચિત્રો મૂક્યાં અને જેમ કર્નલ ટોડને કારણે રાજસ્થાનના રજપૂતોના ઈતિહાસ તરફ સહુની નજર ગઇ, એ જ રીતે ફાર્બસસાહેબના ‘રાસમાળા’ના કારણે ગુજરાતના ઈતિહાસ તરફ સૌની મીટ મંડાઇ.
ફાર્બસસાહેબે ગુજરાતમાં વૈજ્ઞાનિક બુદ્ધિ ખિલવવાની અને એ રીતે પ્રજાનો અભિગમ બદલવાનું કાર્ય કર્યું. સિદ્ધપુર, અણહિલપુર અને પાલિતાણામાં આવેલાં સ્થાપત્યો જોયાં. દેવાલયો, જળાશયો, કીર્તિસ્તંભો અને ખંડેરોને નિરખતી વખતે એમની આંખ ગુજરાતના ઈતિહાસ પર ધૂમ વળતી હતી. વળી ચિત્રકળામાં પણ પ્રવીણ હોવાથી એ સ્વયં સ્થાપત્યનાં ચિત્રો દોરતા. સતત પગપાળા પ્રવાસ કરતા.
તેઓ પોતાની પાસે એક નકશો, નાણાંની કોથળી, પિસ્તોલ અને લાકડી રાખતા હતા. એમનો અંતિમ લેખ પણ ગુજરાતના તીર્થધામ સોમનાથ વિશેનો છે.
અનેક ક્ષેત્રોમાં ગુજરાતપ્રેમી અંગ્રેજે નવપ્રસ્થાનો કર્યાં. એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી અને એના દ્વારા ગુજરાતી ગ્રંથોના પ્રકાશનનું મહત્ત્વનું કામ હાથ ધર્યું.
એમનું કામ બરાબર ચાલતું નહોતું, ત્યારે એમણએ દલપતારમને ફરી પાછા બોલાવ્યા અને દલપતરામને ફાર્બસસાહેબનું કહેણ આવતા પગારનો કશોય વિચાર કર્યા વિના અમદાવાદ દોડી આવ્યા.
એ જમાનામાં આ સંસ્થાનો હેતુ વર્તમાનપત્ર પ્રગટ કરવું, લાઇબ્રેરીની સ્થાપના કરવી, ગુજરાતી કોશ માટે શબ્દસંગ્રહ કરવો, હસ્તપ્રતોનો સંગ્રહ કરવો, સહશિક્ષણની નિશાળો સ્થાપવી, શાળોપયોગી પુસ્તકોનું પ્રકાશન કરવું, ઈનામી નિબંધો લખાવીને નવાં પુસ્તકો રચવાની યોજના કરવી અને વિદ્યાર્થીઓને ઉત્તેજન ઈનામોનો હતો. અને એને પરિણામે આ સંસ્થા (જે પછીથી ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાઇ) એ ૧૮૪૯ની બીજી મેએ દર બુધવારે પ્રગટ થતું ‘વરતમાન’ અઠવાડિકનો પ્રારંભ કર્યો.
આની પાછળ ફાર્બસસાહેબનો આશય એટલો જ હતો કે જે સાધનો દ્વારા પોતાના દેશ ઈંગ્લૅન્ડનો ઉત્કર્ષ થયો છે, એ બધાનાં બીજ ગુજરાતમાં રોપવાં. એ સમયે બુધવારે પ્રગટ થતું હોવાથી ઘણા વર્ષો સુધી ગુજરતના વર્તમાનપત્ર ‘બુધવારિયા’ તરીકે ઓળખાતું હતું!
આવું અખબાર પ્રકાશિત કરવા ફાર્બસસાહેબને અંગ્રેજોનો ખોફ પણ વહોરવો પડ્યો અને એમને અટકાવવા ન્યાયાધીશોએ પરિપત્ર પણ કાઢ્‌યો કે સરકારી નોકરી વર્તમાનપત્રના કામથી દૂર રહેવું.
અમદાવાદ વર્નાક્યુલર સોસાયટીની નિશાળ સ્થાપી. ૧૮૫૦માં ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકનો પ્રારંભ કર્યો, તો. ૧૮૫૧માં સંસ્થાનું પ્રિન્ટંિગ પ્રેસ શરૂ કર્યું. ફાર્બસસાહેબ સૂરતમાં ગયા, તો ત્યાં પણ સંસ્થાની સ્થાપના કરી. ‘સૂરત સમાચાર’ નામનું પત્ર પ્રગટ કર્યું અને એન્ડ્રુઝ પુસ્તકશાળા શરૂ કરી.
૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ફાર્બસસાહેબે ભારતની પ્રજાના અવાજને આલેખવા માટે પ્રયત્ન કર્યો.
એક અંગ્રેજ અમલદાર હોવા છતાં એમણે વસ્તુસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરતાં કહ્યું, ‘લોકોના ઉપર અનેક પ્રકારની અન્યાય થયા તેથી જ બળવો થયો.’ વળી એમણે લખ્યું, ‘અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા સક્રિય થઇ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહીં. (માટે અન્યાય કરવો નહીં) એવું લોર્ડ એલેન્બરો વદે છે તે યથાર્થ સત્ય છે.’
ફાર્બસસાહેબ ઈંગ્લૅન્ડ પણ ગયા, પણ ત્યાં રહીને ભારતની પ્રજાનો અવાજ એના અખબારો સુધી પહોંચાડ્યો હતો. ભારતવાસીઓ માટે જ્યારે મહાઘાતકી, જંગલી અને ક્રોધી એવાં વિશેષણોથી ઈંગ્લૅન્ડમાં લેખો લખાતા હતા, ત્યારે ફાર્બસસાહેબે યુરોપમાં ભારતનો પક્ષ બતાવવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં, પણ દ્રઢતાપૂર્વક કહ્યું પણ ખરું છે કે ભારતમાં અંગ્રેજો અને એમની સુકુમાર સ્ત્રીઓ સલામત છે.
આવા ફાર્બસસાહેબ અત્યંત પ્રેમાળ સરકારી અધિકારી હતા. ગુજરાતની પ્રજા વહેમથી પીડીત હતી, છતાં એના તરફ સતત એમના હૃદયનું વાત્સલ્ય વહેતું રહ્યું. પગપાળા પ્રવાસ કરવાના શોખીન ફાર્બસસાહેબને જે કોઇ વટેમાર્ગુ મળે તેની સાથે પ્રેમથી વાત કરતા હતા.
એમનાં સુખ-દુઃખને સમજવાનો પ્રયાસ કરતા હતા. કોઇ ગરીબ મળે તો મદદ કરતા હતા. એક વાર જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એક સ્ત્રી માથે લાકડાનો ભારો ઊંચકીને જતી હતી. એ ખૂબ થાકી ગઇ હતી, પણ એના માથાનો ભાર ઉતારનાર એક ઈશ્વર સિવાય બીજું કોઇ દેખાતું નહોતું! એવે સમયે ફાર્બસસાહેબ ત્યાંથી નીકળ્યા, એની પાસે ગયા અને મદદ કરીને એના માથેથી લાકડાનો ભારો ઊતરાવ્યો.
એમના રમૂજી સ્વભાવની પણ એક મજાની કથા મળે છે. પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જોવા ગયા, હીરજી નામે વૃદ્ધ ભાટ ફાર્બસસાહેબની કીર્તિ સાંભળી પુસ્તક લઇને ભેટ ધરવા આવ્યો અને કહ્યું કે અમારા પૂર્વજોએ ગાયકવાડને એક જૂનું સરસ પુસ્તક બતાવ્યું હતું અને એણે ખુશ થઇને આખું ગામ બક્ષીસમાં આપ્યું હતું, તો અંગ્રેજ તો એનાથીય મોટો રાજા છે, માટે તમારા પાસે આનાથી પણ વઘુ આશા રાખું છું.
ફાર્બસે દલપતરામને કહ્યું, ‘પેલા હનુમાન નાટકની વાત બારોટને સમજાવો.’
દલપતરામે હનુમાનના વેશની વાત કરી. એક માણસે હનુમાનનો વેશ લેનારને કહ્યું, ‘હનુમાન બાપજી, તમે મને સ્ત્રી મેળવી આપો, તો હું સંિદૂર ચડાવું’ હનુમાને કહ્યું, ‘તને પરણાવવા માટે મારી પાસે સ્ત્રી હોય, તો હું શું કામ કુંવારો રહેત?’
દલપતરામની વાત પૂરી થતાં ફાર્બસસાહેબે બારોટને કહ્યું, ‘તમને ગામ આપવાની મારી શક્તિ હોત; તો હું આ સરકારી ચાકરી શા વાસ્તે કરત.’
ફાર્બસસાહેબ મુંબઇમાં આવ્યા ત્યારે શ્રી મનઃસુખરામ ત્રિપાઠીના સહયોગથી ગુજરાતી સભાની સ્થાપના કરી. એના માટે મુંબઇના ધનિકોએ ૩૭ હજાર રૂપિયા અને કાઠિયાવાડના રાજરજવાડાઓએ ૨૮ હજાર આપ્યા.
એ પછી ફાર્બસસાહેબનું અવસાન થતાં મુંબઇની ‘શ્રી ગુજરાતી સભા’ની સાથે એમની નામ જોડી ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું.
વિચાર કરીએ કે એક અંગ્રેજ અમલદારે ગુજરાતી ભાષા, સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિની રાતદિવસ ચંિતા કરી, એ વારસો આપણે ઉજાળી શકીશું ખરાં?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 

 

 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved