Last Update : 28-September-2012, Friday

 

ધોનીનો વિરોધ કરવો અમરનાથને આખરે ભારે પડયો
સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

સિલેક્ટરોનો પગારને વાર્ષિક રૃપિયા ૪૦ લાખથી વધારીને ૬૦ લાખ કરવામાં આવ્યો


મુંબઇ,તા.૨૭
ધોનીની કેપ્ટન્સીનો વિરોધ કરવો મોહિન્દર અમરનાથને આખરે ભારે પડયો છે અને તેમની ભારતીય ટીમની પસંદગી સમિતિમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે શ્રીકાંતના સ્થાને ભૂતપૂર્વ ક્રિકેટર સંદિપ પાટિલ નવા ચીફ સિલેક્ટર બન્યા છે. પાટિલ છેલ્લા બે વર્ષથી નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા હતા અને હવે તેઓ ચીફ સિલેક્ટર તરીકે કામગીરી સંભાળશે. તેમની સાથે પસંદગી સમિતિમાં સ્થાન મેળવનારા ચાર નવા ચહેરામાં ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્ની, સબા કરીમ અને વિક્રમ રાઠૌરનો સમાવેશ થાય છે. જ્યારે સેન્ટ્રલ ઝોન તરફથી રાજિન્દર સિંઘ હંસને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીકાંતની આગેવાની હેઠળની પસંદગી સમિતિના ચાર સભ્યોનો કાર્યકાળ પુરો થયો હતો. જ્યારે બોર્ડે માત્ર એક વર્ષના કાર્યકાળ બાદ અમરનાથની હકાલપટ્ટી કરી હતી. અમરનાથે ધોનીની કેપ્ટન્સીનો વિરોધ કર્યો હતો અને ઈંગ્લેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયામાં વ્હાઇટવોશ સાથેના શરમજનક પરાજય બાદ ધોનીને હટાવીને સેહવાગને કેપ્ટન બનાવવાની તરફેણ કરી હતી. જો કે બોર્ડના પ્રમુખ શ્રીનિવાસ અને સિલેક્શન કમિટીના તે સમયના વડા શ્રીકાંતના પીઠબળને કારણે ધોની કેપ્ટન્સી બચાવવામાં સફળ રહ્યો હતો. જે પછી ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નઇની ટીમના માલિક એવા શ્રીનિવાસનની અધ્યક્ષતામાં યોજાયેલી બીસીસીઆઇની વાર્ષિક સાધારણ સભામાં અમરનાથની હકાલપટ્ટીનો નિર્ણય લેવાયો હતો.
ધોનીનો વિરોધ કરનારા અમરનાથની હકાલપટ્ટી નક્કી હોવાની અટકળો છેલ્લાકેટલાકસમયથી ચાલી રહી હતી અને તે અંગે આજની એજીએમમાં નક્કી થયું હતુ. અમરનાથ જેવા દિગ્ગજ ખેલાડીને પડતો મુકીને બોર્ડે માત્ર ૬ ટેસ્ટ અને ૭ વન ડેનો અનુભવ ધરાવતા વિક્રમ રાઠૌરને નોર્થ ઝોનમાંથી સિલેક્ટર તરીકે પસંદ કર્યો હતો. જ્યારે બિન્નીની પસંદગી સાઉથ ઝોનમાંથી શ્રીકાંતની જગ્યાએ કરવામાં આવી હતી. જ્યારે સબા કરીમ ઇસ્ટ ઝોનમાંથી અને રાજિન્દર સિંઘ હંસને સેન્ટ્રલ ઝોનમાંથી તક મળી હતી.
ભૂતપૂર્વ ભારતીય વિકેટકિપર બેટ્સમેન એવા ચંદ્રકાન્ત પંડિતને જુનિયર સિલેક્શન કમિટિના ચેરમેનની કામગીરી સોંપવામાં આવી હતી. એજીએમમાં પસંદગીકારોને ચુકવાતા રેમ્યુનરેશનમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સિનિયર ટીમના સિલેક્ટરોને ચુકવાતા પગારને રૃપિયા ૪૦ લાખથી વધારીને રૃપિયા ૬૦ લાખ કરવામાં આવ્યો હતો. જ્યારે જુનિયર સિલેક્ટરનો પગાર રૃપિયા ૨૦ લાખથી વધારીને રૃપિયા ૪૦ લાખ કરવામાં આવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved