Last Update : 28-September-2012, Friday

 
આઇએમએફના રિપોર્ટમાં ચેતવણી
વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ

અમેરિકા અને જાપાનમાં પણ દેવું ૧૦૦ ટકાની સપાટીને વટાવી ગયું

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૨૭
અમેરિકા અને જાપાન સહિત વિશ્વના વિકસિત અર્થતંત્રોનું જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછી અત્યારસુધીની સૌથી ટોચની સપાટીએ પહોંચી ગયું છે. આ દેશોએ માળખાકીય ફેરફારો હાથ ધરવાની જરૃર ઊભી થઇ છે તેવી ચેતવણી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ આપી છે. જાપાન, અમેરિકા, ગ્રીસ, પોર્ટુગલ, ઇટાલી અને આયર્લેન્ડમાં દેવાનુ પ્રમાણ ૧૦૦ ટકાથી વધુ છે તેમ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં જણાવવામાં આવ્યું છે.
હાલમાં આ અર્થતંત્રોમાં વિકાસનો વૃધ્ધિ દર નબળો છે. તેની સાથે સાથે રાજકોષીય મજબૂતાઇની અસર દેખાય તે માટે વિકાસને ટેકો મળી રહે તેવા માળખાની પણ જરૃર છે. હાલમાં તેને પ્રાથમિકતા આપવાની જરૃર છે. અર્થતંત્રની માળખાગત સમસ્યાઓનો ઉકેલ આવે તે પ્રકારની નીતિઓ પર ભાર મુકવો જોઇએ. તે ઉપરાંત નાણાકીય પોલિસી પણ શક્ય હોય તેટલી ટેકારૃપ હોવી જોઇએ. તેમ આઇએમએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
તાજેતરમાં આ દેશોના આર્થિક દેખાવને કારણે તેમના રેટિંગમાં થયેલાં ઘટાડાથી જ દેવામાં વધારાની બાબત પ્રતિબિંબિત થાય છે. યૂરોપના કેટલાક દેશો આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. ઋણ મેળવવાનો ખર્ચ પણ ઊંચો થઇ ગયો છે તેમ જણાવતાં અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે રાજકોષીય અસમતુલાને ઠેકાણે પાડવા અને જાહેર દેવું ઘટાડવાની બાબત આ દેશો માટે અગ્રસ્થાને છે.
નીચોે વૃધ્ધિ દર, બજેટની ખાધ અને ઊંચી ભાવિ અને આકસ્મિક જવાબદારી, વૃધ્ધોની વસતિમાં થઇ રહેલાં વધારાને કારણે ખર્ચના પ્રમાણમાં થઇ રહેલાં વધારાની અસરને કારણે જાહેર દેવાને ટકાવી રાખવાની ચિંતામાં વધારો થયો છે તેમ તેમાં જણાવવામાં આવ્યું છે.
જાહેર દેવાની સપાટી જીડીપીના ૧૦૦ ટકાથી વધુ હવે કોઇ અસામાન્ય બાબત નથી તેમ જણાવતાં રિપોર્ટમાં ઉમેરાયું છે કે છેલ્લી એક શતાબ્દીમાં ૨૨માંથી ૧૪થી વધુ દેશોનું દેવું ઓછામાં ઓછું એક વખત ૧૦૦ ટકાની સપાટીને વટાવી ગયું છે. કેટલાક દેશોમાં તો આ ઘટના અનેક વાર બની છે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
દેવામાં ઘટાડો સમય માગી લે તેવો હોય છે. પરંતુ રાજકોષીય મજબૂતાઇમાં માળખાગત ફેરફારો પર ધ્યાન આપવાની જરૃર છે. આ સંદર્ભમાં બેલ્જિયમમાં છે તેવી બજેટની પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારીને વધારતી નાણાકીય સંસ્થાઓ મદદ કરી શકે છે. પરંતુ ૯૦ના દાયકામાં ઇટાલીમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી. જોકે ત્યાં મજબૂત વૃધ્ધિ દર વગર પણ દેવામાં ઝડપથી ઘટાડો શક્ય બન્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved