Last Update : 28-September-2012, Friday

 

નીતીશકુમારની જાહેરસભામાં શિક્ષકો દ્વારા આગજની, હિંસા

કાયમી કરવાની માગણી કરી રહેલા શિક્ષકોનો ઉગ્ર બની રહેલો વિરોધ

(પીટીઆઈ) બેગુસરાઈ, તા. ૨૭
બિહારને વિશિષ્ટ દરજ્જો આપવાની માંગણી સાથે રાજ્યભરમાં 'અધિકાર સંમેલન' યોજી રહેલા મુખ્યમંત્રી નીતિશકુમારની બેગુસરાઈ અને ખાગરિયા જિલ્લાઓ ખાતેની જાહેરસભાઓમાં અસ્થાયી શિક્ષકોએ કાયમી કરવાની માંગ સાથે વ્યાપક હિંસા આચરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર બેગુસરાઈ ખાતેની જાહેરસભાના સ્થળ ગાંધી સ્ટેડિયમ તરફ જતા માર્ગે નીતિશકુમારને આવકારવા ઉભેલા સ્થાનિક લોકોમાંથી અચાનક વિરોધકર્તા શિક્ષકો બહાર આવ્યા હતા અને તેમની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા. કેટલાંક પ્રદર્શનકારો કાળા વાવટા ફરકાવતા નીતિશકુમારના કાફલા તરફ દોડયા હતાં. એનએસયુઆઈના કથિત દેખાવકારોએ વીજળીની તીવ્ર અછતના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને નીતિશકુમારના વાહનોના કાફલા પર જૂતાં ફેંક્યાં હતાં.
જાહેરસભાના સ્થળ ખાતે પણ દેખાવકારો મોટી સંખ્યામાં હાજર હતાં અને તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મંચ તરફ ઈંડા ફેંક્યાં હતાં. મંચની આગળ સાદા વેશમાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ ઈંડા અને અન્ય ચીજવસ્તુઓથી મંચ ઉપર બેઠેલા મહાનુભાવોનો બચાવ કર્યો હતો. ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ સહિત કેટલાંક જણાં ઘવાયા હતાં. લાઠીચાર્જથી બચવા લોકોએ કરેલી ભાગદોડમાં જાહેરસભા માટે ઊભા કરાયેલા મંડપ તેમજ સો જેટલી ખુરશીઓ તૂટી ગયાં હતાં.
ખાગરિયા ખાતે મુખ્યમંત્રીની જાહેરસભાના સ્થળે પ્રદર્શનકારોને પ્રવેશતા અટકાવતા ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસની ત્રણ મોટરસાઈકલો અને એક જીપને આગ ચાંપી હતી. દેખાવકારોએ આઠથી દસ જેટલા હોર્ડિંગોને પણ આગ ચાંપી હતી અને પોલીસ તેમજ અધિકારીઓના વાહનો પર ભારે પથ્થરમારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે બિહારને વિશિષ્ટ દરજ્જો આપવાની માંગણી સાથે ૧૯મી સપ્ટેમ્બરથી નીતિશકુમારે 'અધિકાર સંમેલન'ની શરૃઆત કરી તે દિવસથી અસ્થાયી શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved