Last Update : 28-September-2012, Friday

 

વડાપ્રધાનના આર્થિક સુધારાઓને યુપીએના સાથી પક્ષોનો ટેકો

ડીઝલ ને ગેસના મુદ્દે એનસીપી અને ડીએમકેનો વિરોધ ચાલુ ઃ આર્થિક મુદ્દે ટેકો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૭
કોંગ્રેસે વડાપ્રધાને તાજેતરમાં લીધેલા નિર્ણયોને મંજુરી આપ્યા બાદ, હવે યુ.પી.એ. ધ્વારા પણ સરકારના કડક નિર્ણયને મંજુરી આપવામાં આવી છે. તેમણે હજી વધુ આર્થિક સુધારની જરૃરીયાત પર ભાર મૂક્યો છે. એટલું જ નહીં પણ આ બેઠક ધ્વારા યુ.પી.એ.એ પોતાની એકતા દર્શાવવા પણ પ્રયાસ કર્યો છે તેવો કોંગ્રેસે દાવો કર્યો હતો જો કે યુપીએમાં બીજા સૌથી મોટા ઘટક પક્ષ ડીએમકે અને એનસીપીએ ડીઝલ અને ગેસના બાટલા મુદ્દે ભારે વિરોધ કર્યાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
યુ.પી.એ.ના ઘટક પક્ષોની બેઠકમાં વડા પ્રધાને, વિદેશ મૂડી રોકાણના પ્રવાહને દેશ તરફ વાળવા માટે આર્થિક સુધારણા પર ભાર મુક્યો હતો. રીટેલ ક્ષેત્રમાં એફ.ડી.આઈ.ને મંજુરી રાંધણ ગેસમાં સબસીડીની મર્યાદા અને ડીઝલના ભાવ વધારાના નિર્ણયો અંગે યુ.પી.એ.ના સાથી પક્ષોએ સંતોષની લાગણી દર્શાવી હતી. એટલું જ નહીં પણ હજી વધુ સુધારા પર ભાર મુક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરીને તૃણમુલના મમતા બેનર્જીએ સરકારમાંથી નિકળી જવાનો નિર્ણય લીધો હતો.
આ સંદર્ભે ચીદંબરમે જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે સરકારના સાથી પક્ષોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને વધુ સુધારણાની ચર્ચા કરવામાં આવી રહી છે. યુ.પી.એ.ની આ બેઠક, કોંગ્રેસ પક્ષની બેઠકના બે દિવસ બાદ બોલાવાઈ હતી. જેનું વડપણ સોનિયા ગાંધીએ સંભાળ્યું હતું.
હજી આર્થિક સુધારા ચાલુ રહેશે કે કેમ ? તેવા એક સવાલનો જવાબ નાણાં મંત્રીએ હકારાત્મક આપ્યો હતો. વિપક્ષોનો આક્ષેપ હતો કે વડાપ્રધાનનો એફ.ડી.આઈ. અંગેનો હુકમ લધુમતિનો હતો. તેના અનુસંધાને યુ.પી.એ. ધ્વારા આ બેઠક બોલાવવામાં આવ્યાની ધારણા છે. કેમ કે તૃણમુલે આ મુદ્દે છુટા પડવાનું નક્કી કર્યું હતું તેમ ડી.એમ.કે.એ પણ બંધને ટેકો આપ્યો હતો અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ચીદંબરમે બેઠકમાં સેતુસમુદ્રમ યોજનાની પણ ચર્ચા થયાનો ઉલ્લેખ કર્યો હતો.
યુ.પી.એ. કોઓર્ડીનેશન કમિટીની બેઠક સફળ રહ્યાના અને સાથી પક્ષોએ સંતોષ વ્યક્ત કર્યાના કોગ્રેસના દાવા વચ્ચે, સાથી પક્ષોએ બેઠકમાં ખુલીને વિરોધ કર્યાના તેમજ નિર્ણયમાં આંશિક ફેરફારો કરવાની માંગણી કર્યાના પણ અહેવાલ પ્રગટ થયા છે. સાથી પક્ષો પૈકી ડી.એમ.કે.ના ટી.આર. બાલુએ સબસીડીયુક્ત રાંધણ ગેસના સીલીન્ડરો સંખ્યા પરિવારદીઠ વધારવા તેમણે સ્થાનિક બજાર એફ.ડી.આઈ. માટે ખુલ્લુ મુકવા માટે તેમજ ડીઝલના ભાવ વધારા મુદ્દે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. એન. સી.પી.ના વડા શરદ પવારે પણ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
સરકારના નિર્ણયનો સૌથી ખુલ્લો વિરોધ ડી.એમ.કે.ના ટી.આર. બાલુએ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે રાંધણ ગેસનો ભાવ વધારો યોગ્ય ગણાશે નહીં. તેમણે માંગણી કરી હતી કે 'હાલ પરિવાર દીઠ છ સસ્તા (સબસીડીવાળા) સીલીન્ડરની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેના પર ફેર વિચારણા કરવામાં આવે અને વાર્ષિક ૧૨ સીલીન્ડર સસ્તા દરે આપવાનો નિર્ણય લેવામાં આવે.'
બાલુએ વોલમાર્ટ જેવા સ્ટોર્સ માટે સ્થાનિક છુટક બજાર ખોલી દેવાનો તેમજ ડીઝલના ભાવ વધારાનો પણ વિરોધ કર્યો હતો જેમાં કૃષિ મંત્રી શરદ પવાર પણ જોડાયા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved