Last Update : 28-September-2012, Friday

 

૧૯૯૩થી ૨૦૦૪ દરમ્યાન દેવેગોવડા, ગુજરાલ તથા
વાજપેયી સરકારમાં થયેલી કોલ બ્લોકની ફાળવણીની તપાસ શરૃ

૨૪ કંપનીઓ અને સરકારી અધિકારીઓ સીબીઆઇના સકંજામાં

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)એ ૧૯૯૩થી ૨૦૦૪ સુધીના કોલ બ્લોકની ફાળવણીમાં કથિત ગેરરીતિઓના મામલે ૨૪ કંપનીઓ અને સરકારી અધિકારીઓ સામે તપાસ આરંભી છે. દેવેગોવડા, ગુજરાલ તથા વાજપેયી સરકારના કાર્યકાળમાં કરાયેલી ફાળવણીનો પણ આમાં સમાવેશ થાય છે.
સીબીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિજિલન્સ કમીશને કોલસા પ્રધાન શ્રી પ્રકાશ જયસ્વાલ અને કોંગ્રેસના અન્ય સાત સાંસદોની ફરિયાદો તેને સુપરત કરતાં પ્રાથમિક તપાસ શરૃ કરી દેવામાં આવી છે. આ નેતાઓએ એનડીએના શાસન સહિતના ગાળામાં કરાયેલી ફાળવણીમાં સીબીઆઇ તપાસની માગ કરી હતી.
અંગત વપરાશ માટે કોલ બ્લોકની ફાળવણીની શરૃઆત ૧૯૯૩માં થઇ હતી ત્યાર વિકસી રહેલાં અર્થતંત્રને કારણે વીજળી, સીમેન્ટ અને સ્ટીલ જેવા ચોક્કસ અંતિમ વપરાશના ક્ષેત્રોમાં ખાનગી રોકાણને આકર્ષવાના હેતુથી કોલ માઇન્સ (નેશનેલાઇઝેશન) એક્ટ, ૧૯૭૩માં સુધારો કરવામાં આવ્યો હતો.
જયસ્વાલે અન્ય સાત સાંસદો સાથે ૧૯૯૩થી કોલસાની ફાળવણીમાં તપાસની માગ કરી છે અને ૨૪ લાભાર્થી કંપનીઓની યાદી સુપરત કરી છે. રાજ્ય સરકાર સાથેના સંયુક્ત સાહસોના ભાગરૃપે આમાંથી કેટલાકને અંગત કોલસા બ્લોક મળ્યા હતા. હવે આ તમામ કંપનીઓઓ સીબીઆઇની તપાસ હેઠળ આવી ગઇ છે તેમ સુત્રોએ કહ્યું છે.
હવે સીબીઆઇ કોલસા મંત્રાલય અને રાજ્ય સરકારોનો સંપર્ક સાધશે અને આ કંપનીઓને ફાળવવામાં આવેલાં કોલ બ્લોકને સંબંધિત રેકોર્ડની માગણી કરશે. એનડીએના શાસનમાં મોટાપાયે ગેરરીતિ થઇ હોવાનો આરોપ મુકી સાંસદોએ તેમના પત્રમાં લખ્યું હતું કે પારદર્શી ફાળવણી માટે ક્યા પ્રકારની પધ્ધતિ અપનાવવામાં આવી હતી તેને પણ તપાસ હેઠળ આવરી લેવાવી જોઇએ. તે ઉપરાંત બ્લૉક્સની ફાળવણીમાં શું માપદંડ કે માર્ગરેખાઓ ધ્યાનમાં લેવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ થવી જોઇએ. આ હેતુ માટે ડયુ ડિલિજન્સની કઇ મેથડ હાથ ધરાઇ હતી તેની જાણકારી પણ સીબીઆઇ મેળવે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved