Last Update : 28-September-2012, Friday

 

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમમાં રિવ્યુ પિટિશન પર ચૂકાદો
૨-જી સિવાયના કુદરતી સ્રોતો હરાજી વગર વેચી શકાય

સરકારે હરાજી વગર વેચેલી કોલસાની ખાણોને સુપ્રીમની મંજૂરી ઃ વિપક્ષોની મનમોહનના રાજીનામાની માંગણી પર પાણી ફરી વળ્યું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
સરકારને રાહત આપતા એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી એક માત્ર વિકલ્પ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ટુજી પ્રકરણમાં અદાલતની વ્યવસ્થા સ્પેક્ટ્રમ ફાળવણી સુધી જ મર્યાદિત હતી અને તેને અન્ય સ્ત્રોતો માટે અમલી બનાવી શકાય નહીં. સુપ્રીમના ચૂકાદાથી કોલસાની ખાણો સરકારે હરાજી વગર આપી દીધી છે તેવા વિરોધ પક્ષના મુદ્દાની હવા નીકળી ગઇ છે અને તેમની મનમોહનસિંહના રાજીનામાની માગણી પર પાણી ફરી વળ્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એચ. કાપડિયાનાં નેતૃત્વ ધરાવતી પાંચ સભ્યોની બનેલી ખંડપીઠે ૨-જી ચુકાદા પછી ઉભી થયેલી પરિસ્થિતિ માટે રાષ્ટ્રપતિનાં સંદર્ભ અંગે પોતાનો મત આપતા જણાવ્યું હતું કે હરાજી વધુ યોગ્ય પધ્ધતિ હોવા છતાં તેને બંધારણીય જનાદેશ ગણાવી શકાય નહીં. આ ખડપીઠમાં ન્યાયમૂર્તિઓ ડી કે .જૈન, જે. એસ. ખેહર, દિપક મિશ્રા અને રંજન ગોગોઇ પણ હતાં.
ખંડપીઠે જણાવ્યું હતું કે સરકારની આવક વધારવા માટે હરાજી શ્રેષ્ઠ પધ્ધતિ છે પરંતુ કોઇ પણ નીતિનો એક માત્ર ઉદ્દેશ સરકારની આવક વધારવાનો હોઇ શકે નહીં. પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સરકાર હરાજી સિવાયની અન્ય પધ્ધતિનો ઉપયોગ કરીને પણ ખાનગી કંપનીઓને કુદરતી સ્ત્રોતોની ફાળવણી કરી શકે છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૩૯(બી) હેઠળ કુદરતી સ્ત્રોતોની ફાળવણી ફક્ત સાર્વજતિક હિતને જ ધ્યાનમાં રાખી કરી શકાય છે. ફાળવણીમાં કોેઇ પણ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તેનો અંતિમ ધ્યેય સાર્વજનિક હિત હોવો જોઇએ.
ખંડપીઠે હરાજી સિવાયની અન્ય પધ્ધતિઓ દ્વારા કુદરતી સ્ત્રોતોની ફાળવણી ખાનગી કંપનીઓને કરવાના સરકારનાં નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો અને અગાઉ કેટલાક ચુકાદાઓનો પણ સંદર્ભ આપ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૧૪ અનુસાર હરાજીની તરફેણમાં કોઇ બંધારણીય અનિવાર્યતા નથી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કરતા કેન્દ્રીય કાયદા સલમાન ખુરશીદે જણાવ્યું હતું કે આજે સ્પષ્ટ થઇ ગયું છે કે અમે જે કર્યુ હતું તે યોગ્ય હતું. આજે સરકારને મોટી રાહત મળી છે. આ ચુકાદા પછી પત્રકારો સાથેની વાાતચીતમાં ખુરશીદે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોએ અદાલતોનું સન્માન કરવું જોઇએ. જો કે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકરણ અહીં પૂર્ણ થઇ જતું નથી. અસરગ્રસ્ત કંપનીઓ દ્વારા કરવામાં આવેલી પિટીશનો હજુ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે.
ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે અદાલતે આ મુદ્દે બંધારણીય વ્યવસ્થા સ્પષ્ટ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે અદાલતે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. અદાલતનું માનલુ છે કે કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી જ એક માત્ર વિકલ્પ નથી. તેમણે જણાવ્યું હતું કે કેગે ભૂલથી ટુજી ચુકાદાનો એવો અર્થ લીધો હતો કે તમામ સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી જ યોગ્ય પધ્ધતિ છે.

કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી જ યોગ્ય પદ્ધતિ ઃ ભાજપ
(પીટીઆઇ) સુરજકુંડ, તા. ૨૭
કુદરતી સ્ત્રોતોની ફાળવણી અંગે સુપ્રીમના ચુકાદા પછી ભાજપે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક બોલી દ્વારા કુદરતી સ્ત્રોતોની ફાળવણઈ કરવાની પધ્ધતિ જ વધુ યોગ્ય છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલીએ જણાવ્યું હતું કે પાણી અને હવાની હરાજી થઇ શકે નહીં કારણકે તે જીવન માટે જરૃરી છે. આ સિવાયના તમામ કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી થવી જોઇએ. ભાજપ સ્પષ્ટ છે કે કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે કેટલાક માપદંડ નિશ્ચિત હોવા જોઇએ. હરાજી વગર સ્ત્રોતોની ફાળવણી કરવામાં ભ્રષ્ટાચાર થવાનો અવકાશ રહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved