Last Update : 28-September-2012, Friday

 

પ્રજા વધુ બોજ ઉઠાવવા તૈયાર રહે
એસી ટ્રેનના ભાડા અને નૂર દરમાં ૧લી ઓકટોબરથી વધારો

આ સેવાઓ પર સર્વિસ ટેક્સ અમલી બનશેઃ કેટરિંગ અને પાર્કિંગ પણ મોંઘાં થશે

(એજન્સીઝ) નવી દિલ્હી, તા. ૨૭
તમામ એસી ટ્રેનોનું ભાડું, નૂરનો દર અને રેલવે સ્ટેશનો પર ભોજનનો ખર્ચ પહેલી ઓક્ટોબરથી તેમના પર સર્વિસ ટેક્સ વધવાને કારણે વધી જશે. આમ મુસાફરોએ વધુ બોજ વહન કરવા માટે તૈયાર રહેવો પડશે. આમ હાલમાં ડીઝલના ભાવમાં વધારો અને રિટેલમાં એફડીઆઇના મામલે સરકારને ઘેરી રહેલાં વિરોધ પક્ષોને વધુ એક મુદો મળશે.
કેન્દ્રીય રેલવે પ્રધાન સી.પી. જોશી અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ વચ્ચે યોજાયેલી એક બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસી ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, એસી-ટુ ટાયર, એસી-૩ ટાયર, એસી ચેર કારના ભાડામાં પહેલી ઓક્ટોબરથી ૩.૭૦૮ ટકાનો વધારો થશે અને આ અંગેનું જાહેરનામુ પણ જારી કરી દેવામાં આવ્યું છે તેમ રેલવેના એક સીનિયર અધિકારીએ જણાવ્યું છે.
આ ઉપરાંત નૂર અને આનુષંગિક સેવા પર પણ સર્વિસ ટેક્સ લેવામાં આવશે. સર્વિસ ટેક્સનો દર ૧૨.૩૬ ટકા છે. પરંતુ આમાંના ૭૦ ટકાના એડજસ્ટમેન્ટ પછી તે એસી ક્લાસમાં ભાડા અને નૂર સેવાઓમાં ૩.૭૦૮ ટકા સુધીના વધારા સુધી જ પહોંચે છે. યુપીએ સરકારમાંથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ બહાર નીકળ્યાના થોડાક દિવસમાં જ સરકારે આ નિર્ણય લઇને આર્થિક સુધારાને આગળ ધપાવવા માટેની પોતાની મક્કમતા દર્શાવી છે. ટીએમસીએ આ સેવાઓ પર સેવા વેરો લેવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જોકે કેટરિંગ અને પાર્કિંગ જેવી આનુષંગિક સેવાઓ પર ૧૨.૩૬ ટકા સેવા વેરાનો જંગી બોજ પડશે. જેના કારણે આ ક્ષેત્રોમાં મોટો વધારો ઝીંકાશે. પહેલી ઓક્ટોબરે કે તે પછીની મુસાફરી કરવા માટે આગોતરી આપવામાં આવેલી ટિકિટો પર પણ સર્વિસ ટેક્સ લાગૂ પડશે. જો સર્વિસ ટેક્સનો સમાવેશ કર્યા વગર ટિકિટો આપવામાં આવી હોય તો તે ટ્રેનમાં ટીટીઇ કે બુકિંગ ઓફિસ દ્વારા યાત્રા શરૃ થતા પહેલાં તે ચાર્જ વસૂલ કરી લેવાનો રહેશે.
જો મુસાફરો ટિકિટો રદ કરાવશે તો તેમને સર્વિસ ટેક્સના નાણાં પાછા નહિ આપવામાં આવે રાહતદરની ટિકિટો પર કુલ ભાડા પર સર્વિસ ચાર્જ ૩૦ ટકા જ રહેશે. આ વર્ષના જુલાઇથી જ એસી ક્લાસમાં મુસાફરી કરતાં મુસાફરોને સર્વિસ ટેક્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરંતુ તે પછી ટીએમસીના વિરોધને કારણે તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ૨૦૦૯-૧૦ના કેન્દ્રીય બજેટમાં નૂર પર સર્વિસ ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યારના રેલવે પ્રધાન મમતા બેનર્જીએ તે પગલાંનો વિરોધ કર્યો હતો.

સર્વિસ ટેક્સમાંથી જીવન જરૃરી ચીજોને મુક્તિ
પહેલી ઓકટોબરથી રેલવે દ્વારા વહન કરવામાં આવતા માલસામાનના નૂર પર સર્વિસ ટેક્સ લાગુ થઇ રહ્યો છે ત્યારે એક મહત્વના નિર્ણય સ્વરૃપે સરકારે જીવન જરૃરી વસ્તુઓ પર લેવાતા નૂરને સેવાકરમાંથી બાકાત રાખવા નિર્ણય કર્યો છે.એક નોટીફીકેશન અનુસાર પેટ્રો-પેદાશો, ખાદ્યાન્ન, કઠોળ, ફળો અને શાકભાજી પર રેલવે દ્વારા લેવામાં આવતા નૂર (વહનખર્ચ) પર સરકાર સેવાકર લેશે નહીં. તેમાં રાસાયણિક ખાતર, શેરડી, મરી, મસાલા, તેજાના, લોટ, શણ અને કપાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જીવન જરૃરી મનાતી આ બધી ચીજોના નૂર પર સેવાકર લાગુ નહીં થાય. તે ઉપરાંત સોપારી, તેલીબિયા, ઉપરાંત મસાલા જેવા કે મરચાં, જીરૃ અને કાળા મરીને પણ તેમાં સમાવી લેવાયા છે જે સેવા કરમાંથી મુક્ત ગણાશે.અન્ય વસ્તુઓ જેવી કે કાચું લોખંડ, કોલસો, સીમેન્ટ વગેરે પર ૩.૭૦૮ ટકાના દરે સર્વિસ ટેક્સ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સર્વિસ ટેક્સ ૧૨.૩૬ ટકા છે પણ તેને યોગ્ય રીતે ગોઠવ્યા બાદ તે નૂર પર ૩.૭૦૮ ટકા રહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved