Last Update : 28-September-2012, Friday

 

ભારતમાં યેતીનું અસ્તિત્વ વાયકા અને વાસ્તવિકતા વચ્ચે અટવાય છે ત્યારે
રશિયામાં હિમમાનવ દેખાયોઃ ત્રણ સ્થળોએ માછીમારોએ ઝલક જોઈ

માછીમારોએ જેને રીંછ ધાર્યું હતું એ વિરાટ કદનું પ્રાણી બે પગે ચાલતું હતું અને માનવીય સ્વરે બિહામણા અવાજો કરતું હતું

મોસ્કો, તા.૨૭
રશિયાના લાખો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બર્ફિલા પ્રદેશ સાઈબિરિયામાં છેલ્લા થોડા દિવસોમાં ૩ અલગ અલગ કિસ્સામાં ૩ હિમમાનવ નજરે પડયા હોવાના અહેવાલો આવ્યા છે. એક માછીમારે કહ્યું કે તેણે છેલ્લા અઠવાડિયામાં કોમેરોવો વિસ્તારમાં હિમમાનવ જોયો હતો. આ વિસ્તારમાં આમેય ઘણા બધા યેતી વસતા હોવાનું કેટલાક રશિયનો માને છે. બીજા કિસ્સામાં બીજા એક માછીમારે ગયા મહિને નદી કાંઠે યેતી જોયા હોવાની વાત કરી હતી. માછીમારના કહેવા પ્રમાણે પહેલા તેમને ત્યાં રીંછ હોવાનું લાગ્યું. બાદમાં ધ્યાનથી જોતા એ રીંછ નહીં પણ બે પગે ચાલતા કદાવર હિમમાનવ હતા! પહેલા જોકે માછીમારને એવું લાગ્યું કે ત્યાં કોઈ ફસાયું છે એટલે તેણે મદદની જરૃર છે એવી બૂમ પણ પાડી. પણ જેવી બૂમ પડી એ સાથે જ પેલા માનવો ફટાફટ ફરના વૃક્ષોના જંગલમાં ચાલ્યા ગયા. ત્રીજો એક કિસ્સો પણ માછીમાર સાથે જ બન્યો છે, કેમ કે જ્યાં ઘટના ઘટી ત્યાં માછીમારી સિવાય કોઈ વ્યવસાય થઈ શકે એમ નથી. ત્રીજા કિસ્સામાં પણ તેઓ હિમમાનવને દૂરથી જ જોઈ શક્યા હતા. વળી એકલા હોવાથી હિમમાનવની પાછળ જવાની કોઈ હિંમત કરી શક્યું નહીં. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રીંછ રહે છે એટલે માછીમારોએ કદાચ રીંછ જોયા હશે એવું ઘણા લોકોએ માની લીધું છે. જોકે હિમમાનવ જોનારાઓનું કહેવું છે કે રીંછ ચાર પગે ચાલે જ્યારે અમે જોયા એ વિશાળ કદના માનવો તો બે પગે ચાલતા હતા.
૧૯મી સદીમાં હિમાલયમાં સૌથી પહેલા બૌદ્ધ સાધુઓએ હિમમાનવ જોયા હોવાની વાત કરી ત્યારથી હિમમાનવનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે.
કેટલાક કિસ્સામાં હિમાલયના પહાડી વિસ્તારોમાં માણસના પગના પંજા કરતા મોટા કદના પંજાની પણ ભાળ મળી શકી છે. જોકે ખરેખર આવા કોઈ સજીવનું અસ્તિત્વ હોવાના નક્કર પુરાવાઓ આજદિન સુધી મળી શક્યા નથી. હિમાલયમાં મોટે પાયે હિમમાનવો વસતા હોવાનું કહેવાય છે. પશ્ચિમના ઘણા પ્રવાસીઓ હિમાલયના અમુક વિસ્તારોમાં માત્ર હિમમાનવ જોવા જ પ્રવાસે આવે છે. તો વળી હિમમાનવની શોધ માટે સાહસ સફરો પણ યોજાઈ છે. એક પ્રવાસમાં કેટલાક વાળ મળી આવ્યા હતા જે હિમમાનવના હોવાનું મનાય છે. હિમાલયની તળેટીમાં રહેતા લોકોની લોકવાર્તાઓમાં પણ યેતીનો ઉલ્લેખ આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved