Last Update : 28-September-2012, Friday

 

જામીન રદ કરવાની સીબીઆઇની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સોહરાબ- તુલસી કેસ મુંબઈમાં ઃ અમિત શાહ ગુજરાતમાં

- દર શનિવારે CBI સમક્ષ હાજરી પુરાવવી પડશે
- શરતોનું ઉલ્લંઘન થાય તો જામીન રદ કરાવવા CBI કાર્યવાહી નક્કી કરશે

અમદાવાદ,તા.૨૭
સોહરાબ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ પૂર્વ ગૃહમંત્રી અમિત શાહના જામીન રદ કરવા માટે કરેલી અરજી સુપ્રીમકોર્ટે આજે ફગાવી દીધી છે અને અમિત શાહને આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાતમાં પ્રવેશવાની છૂટ આપી છે. આ ઉપરાંત સોહરાબ એન્કાઉન્ટરનો સમગ્ર કેસ અને તેની સાથે સંકળાયેલો તુલસી એન્કાઉન્ટર કેસ પણ મુબઇની કોર્ટમાં ચલાવવામાં આવશે. સોહરાબ એન્કાઉન્ટર કેસની તપાસ છ માસની અંદર પૂર્ણ કરીને તેનો અહેવાલ મુંબઇની કોર્ટમાં રજૂ કરવાનો રહેશે અને તેની સાથે સીબીઆઇએ તુલસી એન્કાઉન્ટર કેસ પણ મુંબઇની કોર્ટમાં ચલાવવા માટે અરજી કરવાની રહેશે. સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી ગુજરાતના રાજકારણમાં હવે નવું પરિમાણ ઉમેરાશે.
અમિત શાહ અંગેના નિર્ણયની અસર અન્ય આરોપીઓની જામીન અરજી પર થશે નહીં તુલસી કેસમાં ચાર્જશીટ થયેલું છે તે સંજોગોમાં આજનો હુકમ અડચણરૃપ બનશે નહીં
સોહરાબ એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા અમિત શાહને ગુજરાત હાઇકોર્ટે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૦ મુક્ત કર્યા હતા અને ગુજરાતમાં નહીં પ્રવેશવાની શરત મૂકી હતી અને તેઓ બે વર્ષથી ગુજરાતમાંથી હદપારની સ્થિતિમાં મૂકાયા હતા. આજે તેઓને ગુજરાતમાં પ્રવેશવાની સુપ્રીમકોર્ટે મંજુરી આપી છે. જો કે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી છે કે તેમણે દર શનિવારે સીબીઆઇ સમક્ષ હાજરી ભરાવવાની રહેશે અને જો કોઇ શરતનું ઉલ્લંઘન કરશે તો સીબીઆઇ સંબંધિત કોર્ટમાં અરજી જામીન રદ કરવા માટે કાર્યવાહી કરી શકશે અને તે કોર્ટ કેસના ગુણદોષને ધ્યાનમાં લઇને સ્વતંત્ર નિર્ણય લઇ શકશે. આ ઉપરાંત તુલસી એન્કાઉન્ટર કેસમાં તેમની સામે ચાર્જશીટ થયેલું છે તે સંજોગોમાં સુપ્રીમકોર્ટનો આજનો હુકમ કોઇપણ રીતે તેમાં અડચણરૃપ બનશે નહીં. સીબીઆઇ સ્વતંત્ર રીતે તે કેસમાં કાર્યવાહી કરી શકશે.
સોહરાબ એન્કાઉન્ટર કેસના અમિત શાહ સિવાયના અન્ય આરોપીઓ અંગે જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ રજના પ્રકાશ દેસાઈની બેંચે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે અમિત શાહના જામીન રદ કરવાની સીબીઆઇની અરજી ફગાવી દેવાના સુપ્રીમકોર્ટના નિર્ણયની કોઇ જ અસર અન્ય આરોપીઓની જામીન અરજીઓ પર થશે નહીં. તેનો નિર્ણય પણ સંબંધિત કોર્ટે ગુણદોષના આધારે લેવાનો રહેશે. સુપ્રીમકોર્ટના આ હુકમ સાથે આ કેસના તમામ આરોપીઓનું ભાવિ હવે વધુ નિશ્ચિત બન્યું છે. બન્ને કેસોની ટ્રાયલ મુંબઇમાં જ હાથ ધરાશે. બન્ને કેસ એકબીજા સાથે સંકળાયેલા છે અને કાવત્રાનો ભાગ છે. મુંબઇની સીબીઆઇ કોર્ટ આ બન્ને કોસની કાર્યવાહી કરીને ચુકાદો આપશે.
૨૬મી નવેમ્બર ૨૦૦૫ ના રોજ સોહરાબનું એન્કાઉન્ટર અને કૌસરબીની હત્યા કરવાના કેસમાં સુપ્રીમકોર્ટના આદેશથી સીબીઆઇએ તપાસ સંભાળી હતી અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અભય ચુડાસમાની ધરપકડ કરીને સમગ્ર કાવત્રાના પર્દાફાર્સ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે આ એન્કાઉન્ટરમાં સામેલ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા ડી.જી.વણઝારા, સુપ્રીન્ટેન્ડેન્ટ રાજકુમાર પાંડિયન, ઉદેપુરના પોલીસ સુપ્રીન્ટેન્ટેન્ટ દીનેશ એમ.એન. સહિત નાના મોટા ૧૪ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.૨૮મી ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ સોહરાબના સાગરિત અને એન્કાઉન્ટરના સાક્ષી તુલસી પ્રજાપતિનું પણ ગુજરાત પોલીસે કરેલું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર પણ બનાવટી હોવાનું અને બન્ને એકબીજા સાથે સંકળાયેલા હોવાનું જણાવીને સીબીઆઇએ સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી. તુલસી પ્રજાપતિ કેસની તપાસ પણ સીબીઆઇએ સોંપાઇ હતી પરંતુ આ દરમ્યાન ગુજરાતની સીઆઇડીએ આ નકલી એન્કાઉન્ટરમાં બોર્ડર રેન્જના ડીઆઇજી ડી.જી.વણઝારા, સુપ્રીન્ટેન્ડેન્ટ વિપુલ અગ્રવાલ સહિત દસ પોલીસ અધિકારીઓને પકડી લીધાં હતા અને કેસ ચાર્જશીટ કરી દીધું હતું. જો કે સીબીઆઇએ આ કેસની તપાસ નવેસરથી આગળ વધારી હતી અને ૪થી સપ્ટેમ્બરના રોજ દાંતાની કોર્ટમા ચાર્જશીટ કર્યું હતું. જેમાં પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ ડીજીપી પી.સી.પાંડે, પૂર્વ સીઆઇડી વડા ઓ.પી. માથુર અન ડીવાય.એસપી. આર.કે.પટેલ સહિત ૨૦ જણાને આરોપી તરીકે દર્શવ્યા છે.
પૂર્વગૃહમંત્રી અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની છૂટ આપતા સુપ્રીમકોર્ટનો આજનો ચુકાદો વાસ્તવિક રીતે અમિત શાહને કેટલો ઉપયોગી નીવડશે તેનો આધાર અમિત શાહની ગતિવિધિ અને સીબીઆઇની ઇચ્છા પર આધારિત રહેશે. જો તેઓ જામીનની શરતનો ભંગ કરતા હોવાનું સીબીઆઇને લાગશે તો તેમના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી શકશે અથવા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ કરવી યોગ્ય ગણશે તો ધરપકડનું પગલું ભરી શકશે.

 

પૂર્વ ગૃહમંત્રીનો જેલવાસ અને છૂટકારાનો ઘટનાક્રમ
અમદાવાદ, તા.૨૭
સોહરાબ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની સુપ્રીમકોર્ટે આજે છૂટ આપી છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ ફરીથી સક્રિય બનશે. ૨૦૧૦થી ૨૦૧૨ સુધીનો સમયગાળો તેમણે ગુજરાતની બહાર વીતાવ્યો છે. તેમનો જેલવાસ અને છૂટકારાનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
* તા.૨૬-૧૧-૨૦૦૫ ના રોજ ગુજરાતની એન્ટી ટેરેરિસ્ટ સ્કવૉડ અને રાજસ્થાનના સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના પોલીસ અધિકારીઓએ સંયુક્ત રીતે સોહરાબનું એન્કાઉન્ટર કર્યું અને ત્યારબાદ કૌસરબીની હત્યા થઇ તે વખતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.
તા.૧૬-૭-૨૦૦૭ ના રોજ ગુજરાતની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા ડી.જી.વણઝારા સહિત ૧૩ આરોપીઓ સામે ચાર્જશીટ કર્યું હતુ પરંતુ સોહરાબના ભાઇ રૃબાબુદ્દીને સુપ્રીમકોર્ટમાં રિટ કરીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા માટે કરેલી માગણી સુપ્રીમકોર્ટની વિચારણામાં હતી. સીઆઇડીના આઇજીપી ગીતા જોહરીએ આ કેસની તપાસ યોગ્ય રીતે નહીં કરતાં સુપ્રીમકોર્ટે તા.૧૨-૧- ૨૦૧૦ ના રોજ સીબીઆઇને સોંપી હતી. તા.૧-૨-૨૦૧૦ ના રોજ એફઆઇઆર દાખલ કરી હતી.
* તા.૨૩-૭-૨૦૧૦ ના રોજ સીબીઆઇએ ચાર્જશીટ કર્યું હતું અને તેમાં અમિત શાહને કાવત્રાખોર તરીકે દર્શાવ્યા હતા. તા.૨૫-૭-૨૦૧૦ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં મોકલી આપયા હતા. સીબીઆઇએ અમિત શાહની ધરપકડ અગાઉ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના ડપ્યુટી પોલીસ કમિશનર અભય ચુડાસમાની ધરપકડ કરી હતી.
* તા. ૨૯-૧૦-૨૦૧૦ ના રોજ ગુજરાત હાઇકોર્ટે અમિત શાહની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી અને ગુજરાતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા હતા. તેઓ ગુજરાત બહાર રહીને પણ કેસમાં સાક્ષીઓ પર પ્રભાવ જન્માવતા હોવાનો મુદ્દો ઉપસ્થિત કરીને તેમના જામીન રદ કરવા જોઇએ તેમજ ટ્રાયલ ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવા માટે સીબીઆઇએ અરજી કરી હતી. સીબીઆઇની જામીન રદ કરવાની માગણી ફગાવી દેવામાં આવી હતી પરંતુ ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગણી ગ્રાહ્ય રાખી હતી.

સુપ્રીમના ચુકાદાથી સરકારને રાહત
નવી દિલ્હી, તા. ૨૭
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કુદરતી સ્ત્રોતોની ફાળવણી માટે હરાજી જ એક માત્ર વિકલ્પ નથી. અદાલતના આ ચુકાદા પછી સરકારને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેગે સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે સરકારે કોલસાની ખાણોની હરાજી ન કરીને સરકારી તિજોરીને ૧.૮૬ લાખ કરોડ રૃપિયાનું નુકશાન પહોંચાડયુ છે. કેગના આ અહેવાલ પછી ભાજપ સહિતના વિરોધ પક્ષોએ વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની માંગ કરી હતી અને સરકાર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી કોલ બ્લોકના ફાળવણીમાં સરકારને રાહત મળી છે અને હવે સરકાર વિરોધ પક્ષના આક્ષેપોનો વધુ સારી રીતે જવાબ આપી શકશે.

 

પૂર્વ ગૃહપ્રધાન ભાજપની કારોબારીમાં પણ હાજર રહ્યા
અમિત શાહ અંગે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને ભાજપે આવકાર્યો

આજે વધુ એક અડચણ પાર પડી છે અને હવે હું નિર્દોષ સાબિત થઈશ ઃ અમિત શાહ
(પીટીઆઈ) સુરજકુંડ, તા. ૨૭
ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને બહુચર્ચિત સોહરાબુદ્દિન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં મળેલા જામીન રદ્દ કરવાની સીબીઆઈની અરજી સર્વોચ્ચ અદાલતે નકારી કાઢીને શાહના જામીન યથાવત્ રાખ્યા છે. સુપ્રીમના આ નિર્ણયનું ભાજપે સ્વાગત કર્યું છે.
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના આદેશને ભાજપ આવકારે છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે અમિત શાહ નિર્દોષ છે. અમિત શાહ હવે ગુજરાતમાં આવી શકશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં પણ તેઓ જોડાઈ શકશે તે બાબતનો ભાજપને આનંદ છે.
સુરજકુંડ ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પહોંચેલા અમિત શાહે જણાવ્યું હતું કે ''હું શરૃઆતથી જ કહેતો આવ્યો છું કે મારી સામેનો કેસ રાજકારણ પ્રેરિત છે. અમે આજે વધુ એક અડચણ પાર કરી છે અને ભવિષ્યમાં મારી નિર્દોષતા પણ સાબિત થશે.'' સર્વોચ્ચ અદાલતે આજે સોહરાબુદ્દિન નકલી એન્કાઉન્ટરનો કેસ ગુજરાતથી મુંબઈ ખસેડવા અંગે પણ સહમતી આપી છે.
ગુજરાત વડી અદાલતે અમિત શાહને જામીન આપ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને સી.બી.આઇ.એ સુપ્રીમમાં પડકાર્યા હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved