Last Update : 28-September-2012, Friday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૬ સપ્ટેમ્બરથી મંગળવાર ૨ ઓક્ટોબર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ મેજીસીયન ટેબલ પર પાથરવામાં આવેલા જાદૂ કરવાના સાધનો પાસે ડાબા હાથમાં નાનકડી છડી લઈ સુંદર મઝાના કોટ પહેરીને ઊભા રહેલા જાદૂગરનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કૌશલ્ય બતાવી આપવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાય ક્ષેત્રે યશ મેળવી શકશો. તા. ૨૬. ૨૭. ૨૮. ૨. શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ હાઈપ્રિસ્ટેસ સાથે મુગટ પહેરી હાથમાં પકડી રાખેલા દસ્તાવેજ સમાન કાગળિયાઓ સાથેની રાજકુમારીનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે મહત્ત્વનાં સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. કુટુંબમાં એકાદ શુભપ્રસંગની ઉજવણી અંગે નિર્ણય લઈ શકાશે. તા. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ એમ્પરર પ્રભાવશાળી રાજાનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા માટે સત્તાસ્થાને રહેલી વ્યક્તિઓ સાથે અથવા તેઓના સંપર્કમાં આવવાનું / મળવાનું થવા સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકશો. કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બનશે. તા. ૨૯. ૩૦. ૧. ૨. શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ફોર ઓફ વૉન્ડ્સ પર્વતીય હારમાળાઓ વચ્ચે દેખાઈ રહેલો નાનકડાં મકાનોનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઈ રમણીય સ્થળની મુલાકાત થવાનું સૂચવી જાય છે. પ્રવાસ-મુસાફરીના આયોજન અંગે નોંધપાત્ર નિર્ણય લેવાનો આવશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. દૈનિક કાર્યોમાં સાવચેતી રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૨૬. ૨. શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - નાઈટ ઓફ પેન્ટાકલ્સ ઘોડા પર સવાર થઈ જઈ રહેલા સંદેશવાહક વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઈ મહત્ત્વનાં સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે તથા તેના અનુસંધાનમાં અણધારી મુસાફરી થશે. દૂર વસતા સ્નેહીજનોને મળવાનું થશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકશો. તા. ૨૬. ૨૭. ૨૮. શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ હાઈપ્રિસ્ટ - ન્યાયાધીશ સમાન એક ચિત્ત થઈ કોઈ સમસ્યાને ગંભીરતાપૂર્વક સાંભળી રહ્યા હોય તેવી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં તમને યોગ્ય ન્યાય પ્રાપ્ત થઈ શકવાનું તેમજ વર્તમાન સમય દરમ્યાન કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો તો વડિલ વ્યક્તિઓ સમક્ષ તેની રજૂઆત કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તા. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - ધ લવર્સ સ્ત્રી-પુરૃષના મિલનનું દર્શાવાયેલું ચિત્ર તમારા દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી સર્જાયેલી હોય તેનો સુખદ ઉકેલ આવવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિોને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક પ્રાપ્ત થશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. તા. ૨૯. ૩૦. ૧. ૨. શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - નાઈન ઓફ સ્વૉર્ડસ એક ઊભી તલવારને ક્રોસમાં ચાર ચાર તલવારો દ્વારા ચોકડી પાડતું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઈ ઘટના સમશ્યારૃપ બનવાનું સૂચવી જાય છે. કોઈ પ્રશ્નને લઈ તકલીફ અનુભવી રહ્યા હો તો તેનો ઉકેલ માટે ધીરજ રાખવી હિતાવહ જણાવી શકાય. તમારા ઊતાવળિયા નિર્ણયો નુકશાનકારક બની શકે. તા. ૨૬. ૨. શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - એસ ઓફ પેન્ટાકલ્સ વર્તુળાકાર ચિત્રમાં એક તારાનું દર્શાવાયેલું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓના ઊકેલ માટે સ્વપ્રયત્નો લાભદાયક બનવાનું સૂચવી જાય છે. હાલમાં તમે કોઈ મુશ્કેલીમાં થઈ પસાર થઈ રહ્યા હોવાનું અને તેના ઊકેલ માટે ખૂબ જ પ્રયત્નશીલ હોવાનું દર્શાવતું આ ચિત્ર ધીરજ રાખવા સૂચવી જાય છે. તા. ૨૭. ૨૮. શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ શેરીઓટ રથ હંકારી આગળ વધી રહેલા સારથીનું દર્શાવાયેલું ચિત્ર તમારા નિશ્ચિત કરેલા કાર્યોમાં આગળ વધવા સૂચવી જાય છે. યશ મેળવી શકશો. સ્થાન પરિવર્તન લાભકર્તા બનશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ શકે તેવી ઘટના બનવા પામશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૬. ૨૯. ૩૦. ૧. શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ફાઈવ ઓફ વૉન્ડસ એક અશક્ત વ્યક્તિનું ધીમા પગલે ચાલી રહ્યા હોય તેવું દર્શાવામાં આવેલું ચિત્ર સ્વઆરોગ્યની કાળજી રાખવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરવા ઊતાવળા ન બનવું. કુટુંબમાં કોઈ વડિલ વ્યક્તિના આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા ઊભી થશે. મિત્રો સહાયક બનશે. તા. ૨૭. ૨૮. ૨. શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ મૂન આકાશમાં પૂર્ણરૃપથી ખીલેલા ચંદ્ર અને તેના પ્રકાશમાં દેખાઈ રહેલા નદી કિનારાનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા માટે પ્રવાસ-મુસાફરીનું આયોજન થઈ શકવાનું સૂચવી જાય છે. દરિયાઈ કિનારાની મુસાફરીનો યોગ ઊદ્ભવશે. દરિયાઈ કિનારાની મુસાફરીનો યોગ ઊદ્ભવશે. કોઈ મૂંઝવણ ઊદ્ભવેલી હોય તો તે દૂર થઈ શકશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૬. ૨૯. ૩૦. ૧. શુભ.

 

- ઇન્દ્રમંત્રી

 

ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનનો વર્તમાન સમય

 

તાજેતરમાં ડર્ટી અને કહાની ફિલ્મમાં ખૂબજ પ્રશંસનીય અભિનય આપનાર સોશિયોલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલી ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને મ્યુઝિક વીડીયો તથા ટેલિ વિઝન શૉથી પોતાની કારકિર્દીની શરૃઆત કરી હતી તથા ૨૦૦૫માં પરિણિતા ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૃઆત કરી હતી જેણે બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મફેર એવોર્ડ તેમજ સ્ક્રીન એવોર્ડ્સ મેળવીને ખૂબજ ખ્યાતિ પ્રાપ્ત કરી છે જેની જન્મકુંડળી દ્વારા જ્યોતિષની દ્રષ્ટિએ વર્તમાન સમય વિશે ગ્રહોની દ્રષ્ટિએ અવલોકન કરતા જણાવી શકાય કે ૧ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ સિંહ લગ્નમાં જન્મેલ વિદ્યા બાલન હાલમાં રાહુ મહાદશામાં પસાર થઈ રહેલી છે જેનો રાહુ તુલા રાશિમાં કુંડળીના ત્રીજા સ્થાને જન્મનાં ગુરૃની દ્રષ્ટિમાં બળવાન હોવાથી લોકપ્રિયતાના યોગ ઉદ્ભવેલા છે. લગ્નેશ સૂર્ય કર્મેશ શુક્ર સાથે ગુરૃની પ્રતિયુતિમાં હોવાથી અભિનય ક્ષેત્ર તેની કારકિર્દી માટે શુભ ફળદાયક બન્યું તથા હાલમાં તુલા રાશિમાં સપ્તમેશ તરીકે શનિ પોતાની ઊચ્ચની રાશિમાં ત્રીજા સ્થાને જન્મનાં રાહુ સાથે ગુરૃની દ્રષ્ટિમાં પસાર થઈ રહ્યો હોવાથી નવેમ્બર ૨૦૧૪ સુધીમાં વધુ સિધ્ધિ મેળવશે અને દિન પ્રતિદિન લોકપ્રિયતામાં વધારો થશે જેમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૨થી તુલા રાશિમાં પ્રવેશતો રાહુ અને ૩૧મે ૨૦૧૩થી ૩૧મે ૨૦૧૪ સુધી મિથુન રાશિમાં પસાર થનાર ગોચરનો ગુરૃ ખૂબજ સારી સફળતા અપાવશે જેની લોકપ્રિયતા પ્રશંસનીય બનશે. સંભવતઃ આ સમયમાં રાજકારણ સાથે સાંકળવાની તક મેળવશે. નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૨ અને જૂલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૩ તેના ભાગ્ય પરિવર્તન માટે શુભફળદાયક બનશે. આમ છતાં ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ થી ૮ જાન્યુઆરી ૨૦૧૪ દરમ્યાન રાહુ મધ્યે મંગળની અન્તર્દશામાં કેટલાક વિવાદોમાં ઘેરાવાનું આવશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved