Last Update : 28-September-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૦૯-૨૦૧૨, શુક્રવાર
નિજ ભાદરવા સુદ તેરસ - અનંદ ચૌદસ
આજે પંચક છે.
હવામાનમાં-બજારોમાં ફેરફારી!

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૯ મિ. (સૂ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા બપોરના ૧૨ ક. ૪૫ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિકમાં ૨૦ ક. ૪૫ મિ. થી. બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-સંિહમાં ૮-૪૩થી. શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદૠતુ રા.દિ.આ./૬
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ તેરસને શુક્રવાર.
- આજે અનંતચૌદસ છે. ગણેશ વિસર્જન.
- આજે પંચક છે.
- મહાપાત વ્યતિપાત ૮-૦૪ થી ૧૩-૦૫ સુધી.
- શુક્ર સંિહમાં ૮ ક. ૪૩ મિ.થી.
- મંગળ વૃશ્ચિકમાં ૨૦ ક.૪૫ મિ.થી.
- હવામાન, બજારોમાં ફેરફારી.
- બધા દ્રવ્યો મોંઘા થાય? નેતાઓમાં ક્રોધ, ઈર્ષા વધે? રૂ, શસ્ત્રોના ભાવ વધે!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૨ રોજ મોહોર
- સોનામાં ચંિતા? લાલવસ્તુ, ચતુષ્પદોને હાનિ! બઘુ અનાજ મોંધું? વરસાદની ખેંચ?

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપની રાશિનો અધિપતિ વૃશ્ચિક રાશિમાં રાહુની સાથે પરિભ્રમણ શરૂ થતાં આગામી સમય તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

 

વૃષભ ઃ વૃશ્ચિક રાશિમાં રાહુ-મંગળનું પરિભ્રમણ આપને અવાર નવાર માનસિક પરિતાપ રખાવે. સાંસારીક પ્રશ્ને, નાણાંકીય પ્રશ્ને સંભાળવું.

 

મિથુન ઃ ધર્મકાર્યથી આનંદ રહે. જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય.

 

કર્ક ઃ નાણાંકીય ચંિતા-મુંઝવણમાં અટવાયા કરો. ધાર્યું કામ થાય નહીં. રસ્તામાં આવતા જતા પડવા વાગવાથી સંભાળવું.

 

સંિહ ઃ હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક, સામાજીક કામ ઉકેલાય.

 

કન્યા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધો-આવક થાય. રાહત રહે. નોકરીમાં કામની વ્યસ્તતા રહે.

 

તુલા ઃ પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. ખર્ચ થાય.

 

વૃશ્ચિક ઃ સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં ચંિતા ઉચાટ રહે. નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

ધન ઃ ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય. નોકરી-ધંધાનું કામ થઈ શકે. વધારાનું કામ થાય.

 

મકર ઃ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. કૌટુંબીક, વ્યવહારિક, સામાજીક કામમાં, સંતાનના કામમાં વ્યસ્તતા રહે.

 

કુંભ ઃ માનસિક પરિતાપ-વિચારોની દ્વિધા રહ્યા કરે. બહારના કામમાં કે બહાર જવાનો કંટાળો આવે.

 

મીન ઃ પુત્ર પૌત્રાદિકની ચંિતા રહે. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮-૦૯-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં નોકર, ચાકર, કારીગરવર્ગ, ઉપરીવર્ગ, સહકાર્યકર, ભાગીદાર વગેરેના કારણે પ્રતિકૂળતાવાળું જણાય. પ્રારંભના નેવું દિવસ આપે સાવધાની-સાવચેતીથી પસાર કરવા પડે. ખાતાકીય પરેશાની, નાણાંકીય નુકશાની, બંધન, અપમાન, બદનક્ષીથી હાનિ થાય નહીં તેનું ઘ્યાન રાખવું.

 

* વર્ષના ઉત્તરાર્ધમાં આકસ્મિક કોઈ લાભ, ફાયદો થાય. ફસાયેલા નાણાં છુટા થાય. નોકરી ધંધામાં પ્રગતિની શરૂઆત થાય.

 

* નવા આયોજન-ફેરફારીના-સ્થળાંતરના પરદેશના સંજોગો-તક પ્રાપ્ત થાય.

 

* સ્ત્રીવર્ગને પિતૃપક્ષે બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. વર્ષાંતે પરિવારની પ્રગતિ થાય. ધર્મકાર્ય થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભે મિત્રવર્ગથી સંભાળવું પડે. વર્ષનો ઉત્તરાર્ધ-પ્રગતિકારક બનતો જાય.

 

સુપ્રભાતમ્

જે પોતાના હિતેચ્છુ અને પૂછવાપાત્ર ગુરૂઓને પૂછીને કામ કરે છે તેને કોઈ પણ કામમાં વિધ્ન આવતું નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનની પત્ની લીલી પોલીસમાં ફરિયાદ કરવા ગઈ કે, એના પતિ ગુમ થઈ ગયા છે. પોલીસ લલ્લુએ એના પતિનો ફોટો માંગ્યો. લીલીએ ફોટો આપ્યો એટલે પોલીસ લલ્લુએ પૂછ્‌યું કે, ‘આ ફોટાની જાહેરખબર સાથે કંઈ લખાણ લખવું છે?’
‘હા’ લીલી બોલી.
‘શું?’ પોલીસે કહ્યું, ‘બોલો!’
‘લખો કે,’ લીલી બોલી, ‘મારી મમ્મી પાછી એના ઘરે ગઈ છે. હવે ક્યારેય પણ નહીં આવે. પાછા આવતા રહો.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved