Last Update : 27-September-2012, Thursday

 

રાજીનામાની રમત

 

મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારના નાયબ મુખ્ય મંત્રી અને એનસીપી નેતા અજિત પવારે રાજીનામું ધરી દીઘું. દેખીતું કારણઃ તેમના ખાતા પર - અને એ રીતે તેમની પર - થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ. છેલ્લા પંદર વર્ષમાં મહારાષ્ટ્રમાં સંિચાઇક્ષેત્રે થયેલા ગોટાળા રૂ.૧૫ થી ૨૦ હજાર કરોડ જેટલા હોવાના આરોપ થતાં પવારે રાજીનામું મોકલી આપ્યું.
આવા રાજીનામાને આપનાર ભલે નૈતિકતા સાથે સાંકળે, પણ કેવળ નૈતિક કારણોસર રાજીનામું આપવા જેટલી નૈતિકતા હવે ભાગ્યે જ બચી છે. ઘણા કિસ્સામાં જોવા મળે છે તેમ, રાજીનામાનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવે છે. સંયુક્ત-મોરચા સરકારોમાં તો ખાસ. એ દૃષ્ટિએ વિચારતાં પવારનું રાજીનામું કોંગ્રેસી મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણનું નાક દબાવવા અપાયું હોય એવી છાપ વધારે પડે છે. એનસીપીને આ પ્રકારના દાવપેચ બરાબર ફાવે છે. મુંબઇ પરના ત્રાસવાદી હુમલા પછી કોંગ્રેસી મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખને રવાના કરવા માટે એનસીપીએ રાજકારણમાં ફીદાઇન કહી શકાય એવી ટેકનિક અપનાવી. પોતાના પક્ષના નેતા- મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર.પાટિલે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીઘું. ત્યાર પછી કોંગ્રેસ પાસે પણ, આ જ કારણસર, દેશમુખને રવાના કરવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નહીં.
વર્તમાન મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ આવ્યા ત્યારથી એનસીપીને ખાસ ગમતા નથી. પરંતુ પવારના કિસ્સામાં તે સવિશેષ અળખામણા બની ગયા. કારણ કે વિપક્ષો દ્વારા થતા આરોપો પછી તેમણે છેલ્લાં પંદર વર્ષમાં મહારાષ્ટ્રમાં સંિચાઇના ક્ષેત્રે કેવી સ્થિતિ છે, તેનું શ્વેતપત્ર જારી કરવાની જાહેરાત કરી. આ ગાળામાં સંિચાઇખાતું - હવે જળસંસાધન મંત્રાલય- એનસીપી પાસે હતું. એટલું જ નહીં, એનસીપીએ આ ખાતું પોતાની પાસે બરાબર પકડી રાખ્યું હતું. સામાન્ય રીતે મલાઇદાર ન ગણાય એવા ખાતામાં શું ચાલી રહ્યું છે તેનો દાબડો, સંિચાઇખાતાના જ ચીફ એન્જિનિર વિજય પઢારેએ ખોલી નાખ્યો. મુખ્ય મંત્રીને લખેલા પત્રોમાં તેમણે સંિચાઇની યોજનાઓના નામે કેવો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેની સિલસિલાબંધ વિગતો આપી. ભ્રષ્ટાચારના આરોપો વખતે ૨૦૦૪થી ૨૦૦૯ સુધી અજિત પવાર આ ખાતાના મંત્રી હતા. પઢારેના અંદાજ પ્રમાણે સંિચાઇયોજનાઓના નામે છેલ્લા પંદર વર્ષમાં રાજ્યને રૂ.૧૫ થી ૨૦ હજાર કરોડ જેટલું નુકસાન થયું અને આ તો કેવળ આર્થિક નુકસાનનો અંદાજ છે. ખરાબ કામગીરી અથવા કાચા કામના લીધે ભવિષ્યમાં થનારી હાનિનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો નથી.
પઢારેના આરોપો- અને તેમાં અપાયેલી વિગતો પરથી જણાય છે કે ભ્રષ્ટાચારના શક્ય એટલા તમામ પ્રકારોનો સંિચાઇખાતામાં પ્રયોગ થયો છે ઃ ઉતરતી ગુણવત્તાનો માલ વાપરવો, કામમાં વેઠ ઉતારવી, મનસ્વી રીતે કોન્ટ્રાક્ટ આપવા, અંદાજિત મૂળ કંિમત કરતાં પ્રોજેક્ટના ખર્ચમાં ત્રણ-ચાર ગણો વધારો થવો, ઉતાવળે અને ઝડપથી પ્રોજેક્ટ મંજૂર કરી દેવા...ખેડૂતોની આત્મહત્યાના કરુણ બનાવો માટે કુખ્યાત બનેલા વિદર્ભ વિસ્તારમાં વિદર્ભ ઇરિગેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ૩૮ પ્રોજેક્ટની કંિમત આશરે રૂ.૬ હજાર કરોડમાંથી વધીને સીધી રૂ.૨૬ કરોડને આંબી ગઇ. કરોડોના ખર્ચે કામ શરૂ થયા પછી પણ ઘણી જગ્યાએ નહેરો બનાવવાનું કામ આગળ ન વઘ્યું. એટલે, ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનો સંિચાઇયોજનાઓનો મૂળભૂત આશય સિદ્ધ જ ન થયો.
કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ છેલ્લા દાયકામાં મહારાષ્ટ્રની સંિચાઇસુવિધાઓમાં થયેલો વધારો એટલો નગણ્ય હતો કે મુખ્ય મંત્રી ચૌહાણે વિપક્ષના દબાણ પછી આ મુદ્દે શ્વેતપત્ર જારી કરવાનું જાહેર કર્યું. તેનાથી એનસીપીના પેટમાં તેલ રેડાયું. સાથોસાથ, અણગમતા કોંગ્રેસી મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સામે ધોંસ જમાવવાની તક પણ ઊભી થઇ. અજિત પવારનું રાજીનામું એ રીતે નૈતિકતાનો નહીં, પણ રાજકીય શતરંજનો તકાદો વધારે લાગે છે. એનસીપીના અઘ્યક્ષ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં સરકારને કશો વાંધો નહીં આવે. બીજી તરફ, અજિત પવારના ટેકામાં એનસીપીના બાકીના મંત્રીઓએ પણ રાજીનામાં ધરી દીધાં. શરદ પવારે સરકારને ટેકો ચાલુ રાખવાની ખાતરી આપી છે, પરંત સંિચાઇ ભ્રષ્ટાચારના વિવાદમાં તેમણે પહેલી ફૂંક મારીને પૃથ્વીરાજ ચૌહાણ અને કોંગ્રેસને બચાવની તથા સ્થિતિને સામાન્ય બનાવવાની માનસિકતામાં લાવી મૂક્યાં છે.
રાજીનામું આપનાર નાયબ મુખ્ય મંત્રી પવાર ભ્રષ્ટાચારના આરોપના મુદ્દે ખરેખર નૈતિકતાપૂર્વક વર્તવા માગતા હોય, તો આરોપોનો પ્રતિભાવ રાજીનામું નહીં, પણ યથાયોગ્ય ખુલાસા હોઇ શકે. તેમના જ ખાતાના ચીફ એન્જિનિયરે આપેલી વિગતો અને ટાંકેલા ક્યાંક ટાંકેલા ‘કેગ’ના અહેવાલનાં અવતરણો પણ ખોટાં સાબીત કરવાં પડે. તો મતદારોને તેમની નૈતિકતામાં વિશ્વાસ બેસે. બાકી, ભ્રષ્ટાચાર કરીને રાજીનામું આપવાની કોઇની પણ ચેષ્ટા પથ્થર મારીને નાસી જવા જેવી જ ગણાય.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved