Last Update : 27-September-2012, Thursday

 

સરપંચોને સાગમટે રાજીનામા આપવા ત્રાસવાદીઓની ધમકી
જમ્મુ-કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણી હંિસક બનવાના એંધાણ

 

- ૫૦૦ના રાજીનામા ઃ ૮ ગામોના સરપંચની હત્યા, સરકાર નિષ્ક્રિય

જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્રાસવાદીઓએ ચૂંટણી પ્રક્રિયા પર પક્કડ જમાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. લશ્કર-એ-તોઈબાના ત્રાસવાદીઓએ પંચાયતના સભ્યોને સાગમટે રાજીનામા આપી દેવાની આવેલી ધમકીઓના કારણે ભયનું વાતાવરણ સર્જાયેલું છે.
આ ધમકીની અસરના પગલે ૫૦૦ પંચાયત સભ્યોએ અખબારમાં જાહેરાતો દ્વારા કે સ્થાનિક મસ્જીદોમાં જાહેરાત કરીને રાજીનામા આપી દીધા છે. ગયા રવિવારે ત્રાસવાદીઓએ એક ઉપસરપંચને ઠાર માર્યા બાદ રાજીનામા પડવાની માત્રા વધી છે.
ગયા અઠવાડીયે ઉત્તર કાશ્મીરમાં ૧૭ સભ્યો અને સરપંચે રાજીનામા આપ્યા હતા જ્યારે ત્રણ સરપંચોએ પણ તાજેતરમાં રાજીનામા આપ્યા હતા.
આ સ્થિતિ સ્પષ્ટ નિર્દેષ કરે છે કે જમ્મુ-કાશ્મીરના ગામોમાં હજુ ત્રાસવાદની પક્કડ છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા કૅરી ખાતે ૩૮ વર્ષના નાયબ સરપંચ શફી તેલીને ઠાર મરાયો તેના અઠવાડીયા પહેલાં કૅરી નજીકના પલહાલન ગામે ગુલામ મહમ્મદ નામના સરપંચને ઠાર મરાયો હતો.
ત્રણ દાયકા બાદ ગયા વર્ષે પંચાયતની ચૂંટણી યોજાયા બાદ ૮ ગામોના સરપંચની હત્યા કરાઈ હતી.
ત્રાસવાદની સંગઠનો પંચાયત ચૂંટણીમાં ડર ફેલાવવા માગે છે તો બીજી તરફ રાજ્ય સરકાર શહેરોમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજવા માગે છે.
ત્રાસવાદીઓ પંચાયતની ચૂંટણીઓમાં ડર ફેલાવી નગર પાલિકાઓની ચૂંટણીમાં મનમાની કરવા માગે છે.
પંચાયતનો ચૂંટણી જંગ લોહિયાળ બની રહેશે તેવા સંકેતો મળે છે. પંચાયતની ચૂંટણી પૂર્વે સરપંચોની હત્યા કરી અને ડરાવી-ધમકાવીને ત્રાસવાદી સંગઠનોએ તેમની હાજરી પુરાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળની સેશન કોર્ટે આપેલા એક ચુકાદાએ વિવાદ ઉભો કર્યો છે.
આ ચુકાદા અનુસાર પશ્ચિમ બંગાળમાં પકડાયેલા મુઠ્ઠીભર માઓવાદીઓને રાજકીય કેદી તરીકે ગણવા. આ ચુકાદાના કારણે નિર્દોષ લોકોની હત્યા સામે ચલાવાતી ઝુંબેશને ફટકો પડ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ ચુકાદાને પડકારવા પગલાં લેવાની માગ ઉઠી છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ ચાલુ છે જે સરપંચોને અપાતી ધમકીઓ પરથી જાણવા મળે છે તો બીજી તરફ નિર્દોષોનો ખાતમો બોલાવતા માઓવાદીઓને રાજકીય કેદીઓ તરીકે ગણવાનો ચુકાદો પ્રજામાં વિવાદ ઉભો કરી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદ અંગે છેલ્લા ઘણાં સમયથી બહુ અહેવાલો જોવા મળતા નહોતા. આર્થિક કૌભાંડોના અહેવાલો વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ છે એમ માનવામાં આવતું હતું પરંતુ પંચાયતની ચૂંટણી પૂર્વેના હંિસાચારે ત્રાસવાદની હકીકતો સપાટી પર લાવી દીધી હતી. ગયા વર્ષે નોન-પાર્ટી બેઝીસ પર ચૂંટણીઓ યોજાઈ હતી.
ચૂંટાયેલા સરપંચોએ વઘુ સલામતી અને સવલતોની માગણી કરી હતી પરંતુ રાજ્ય સરકારે તેમને કોઈ વધારાની સવલત આપી નહોતી.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા પંચાયતી રાજના લાભ મેળવવા માગે છે અને ચૂંટણી યોજવા કટીબઘ્ધ છે છતાં ત્રાસવાદનો ડર નાથવા પગલાં ના લેવાય તે આઘાતજનક છે. રાજ્યમાં સિક્યોરીટી અને ગુપ્તચર સંસ્થાઓની કામગીરી પર નજર રાખતી યુનીફાઈડ કમાંડ હેડ ક્વાર્ટર્સની મીટીંગ પણ સરપંચોની હત્યા બાબતે બોલાવાઈ છે.
ગયા એપ્રિલમાં લશ્કર-એ-તોઈબાના અને જૈશ એ મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનોએ દક્ષિણ કાશ્મીરમાં પોસ્ટરો ચોંટાડ્યા હતા કે પંચાયતના સભ્યો તેમના હોદ્દા છોડી દે નહીંતર હત્યા કરાશે એમ જણાવાયું હતું.
જમ્મુ-કાશ્મીરની સરકાર સરપંચો અને પંચાયતના સભ્યોને પુરતી સલામતી આપવાની ખાત્રી આપે છે પરંતુ પંચાયતના સભ્યોમાં ફફડાટનું પ્રમાણ વઘ્યું છે. ગયા વર્ષે ૪,૧૨૫ સરપંચો અને ૨૯૦૦૦ પંચાયત સભ્યો ચૂંટાયા હતા. ચૂંટાયેલા લોકોનો એવો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અમને કોઈ સલામતી નથી આપતી.
જમ્મુ-કાશ્મીર પંચાયત કોન્ફરન્સના કન્વીનરે પણ જણાવ્યું હતું કે ગત્‌ એપ્રિલથી અમે સલામતી માટે માગણી કરીએ છીએ પરંતુ અમને અમારા નસીબ પર છોડી દેવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ પર કેન્દ્ર સરકાર પણ નજર રાખીને બેઠી છે. ત્રાસવાદીઓના પ્રભુત્વવાળા આ રાજ્યમાં પંચાયતોની ચૂંટણી શાંતિથી પુરી થાય તો તે સરકાર માટે પ્રશંસનીય બની રહેત પરંતુ ચૂંટણી પૂર્વે સરપંચો અને પંચાયત સભ્યોની થઈ રહેલી હત્યાએ રાજીનામાનો સીલસીલો ઉભો કર્યો છે. આ ચૂંટણીઓ હંિસક બનવાના એંધાણ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 

 

 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved