Last Update : 27-September-2012, Thursday

 

ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ

- અક્ષય કહે છે કે મારી પ્રથમ મૂવિ સૌગંધને અહીના દર્શકોએ નકારી કાઢી હતી અને તે નિષ્ફળ રહી હતી. ગુજરાતી ઓડિયન્સ પાસેથી એક્ટીંગના પાઠમાં મને ઘણું શીખવા મળ્યુંછે.

 

 

મારી સફળતામાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો છે. માત્ર વાઈફ જ નહી મારા સ્ટાફમાં ગુજરાતીનું પ્રમાણ પણ વધારે છે અને પરેશ રાવલ જેવા ગુજરાતી મિત્ર મારી સાથે ફિલ્મમાં હોય તો મારી ફિલ્મ પણ હિટ જાય છે. હું ગુજરાતીઓ સાથે સો ટકા કનેક્ટેડ છું આ શબ્દો છે અમદાવાદની મુલાકાતે આવેલા બોલિવુડ સ્ટાર અક્ષયકુમારના. અક્ષયની સાથે પરેશ રાવલે પણ શહેરની મુલાકાતમાં તેમના એક્સપિરીયન્સ શેર કર્યાં હતાં. હેરાફેરી, ફિર હેરાફીરી અને દે ધના ધન સહિતની ફિલ્મોમાં દર્શકોને પેટ પકડીને હસાવવા માટે આ જોડી જાણીતી છે. જો કે, આ જોડીએ કેટલીંક કોમેડી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પડદા પર જ તેમની કેમેસ્ટ્રી સારી મેચ થાય છે તેવું નથી રિયલ લાઈફમાં પણ આ બંન્ને કલાકારને સારુ બને છે ત્યારે શહેરના દર્શકોને ઘણા સમય પછી આ બંન્ને કલાકારોને સાથે જોવાનો ચાન્સ મળ્યો હતો. જ્યારે પરેશ રાવલ કહે છે કે ગુજરાતના ગામડાં એની ઓળક ગુમાવી રહ્યા છે.
ગુજરાત સાથેનો મારો નાતો દિલથી જોડાયેલો છે પરેશ રાવલ કહે છે, હું ગમે ત્યાં હોઉં પણ ગુજરાતને તો ચોક્કસ મિસ કરતો હોઉં છું. ખાસ કરીને તેમાં પણ અમદાવાદની એક ખાસ પ્રકારની ફ્લેવર છે. આ શહેરના શહેરીજનોને મળવાનું થાય ત્યારે અહીની યાદો તાજી થાય છે. ત્યારે મને ગુજરાતી હોવાનો ગર્વ થાય છે. જો કે ગુજરાતના ગામડાં હવે તેની ઓળખ ગુમાવતા હોય તેવું મને લાગે છે. આધુનિકતાની દોડમાં હવે તેની ઓરિજીનલ સ્મેલ જ રહી નથી. જ્યારે નાટક અને ફિલ્મમાં એક્ટિંગની વાત આવે ત્યારે દરેકની અલગ અલગ ખાસિયતો છે. નાટક પરથી મૂવિ બને ત્યારે તેમાં રહેલી ત્રુટીને આપણે ફિલ્મમાં સુધારી લઈએ છીએ. જો કે નાટકમાં દર્શકોની સમક્ષ લાઈવ એક્ટિંગ કરવી પડે છે એટલે તે ચેલેન્જિંગ કહી શકાય.
છેલ્લા ઘણા વર્ષોથી જે ફિલ્મો રિલીઝ થાય છે તેમાં તેની સફળતા અમે નિષ્ફળતાનો આધાર ગુજરાતના ઓડિયન્સ પર રહેલો છે અક્ષય કહે છે, સાચું કહું તો મારી પ્રથમ મૂવિ સૌગંધને અહીના ઓડિયન્સએ નકારી કાઢી હતી અને તે નિષ્ફળ રહી હતી. ત્યારે મને થોડી હતાશા સાંપડી હતી. આમ મને એક્ટિંગના પાઠ શીખતી વખતે શરુઆતમાં અહીની ઓડિયન્સ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. જ્યારે દર્શકોને આપણી એક્ટિંગ ન ગમે ત્યારે સમજવું કે હજુ પણ આપણે તેમાં ઈન્વોલ્વ થવાની જરુર છે.ક્યારેય કોઈ કલાકાર ભલે ગમે તેટલી હિટ ફિલ્મ આપે પણ તે સંપૂર્ણ કહેવાતો નથી. દર્શકો ખાસ કરીને ગુજરાતી દર્શકોની વાત કરવામાં આવે તો તેઓ ફિલ્મ રસિયા છે. કોઇ પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે એ ફિલ્મ હીટ જશે કે ફ્લોપ જશે એ નક્કી થઇ જાય છે. વળી અહીંના લોકો કોમેડી ફિલ્મ્સને બહુ સારી રીતે આવકારે છે. તેઓની ફિલ્મ જોયા બાદ ફિલ્મની સારી નરસી બાબતોને જોવાની સેન્સ પણ અદ્ભૂત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved