Last Update : 27-September-2012, Thursday

 

હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે

- સંશોધકોએ એવી ચોકલેટ બનાવી છે જેમાં ૫૦ ટકા જેટલી ચરબી ઓછી કરવામાં આવી છે.

પહેલાં જ્યારે કરિયાણાની દુકાનો કે અન્ય બજારો ભરાતી ત્યારે હરહંમેશની બાળકોની ચોકલેટની હઠને પૂરી ન કરવી હોય તો માતા-પિતા ખોટા કારણો બનાવી તેમને ચોકલેટથી દૂર રાખતા હતા. ચોકલેટ સ્વાસ્થ્ય માટે સારી નહીં એવું સમજાવવાની કોશિશ કરતા હોવા છતાં એની અસર તો સ્વાભાવિકપણે ક્યારેય નહોતી જ થતી. જોકે જ્યારથી બિગ બાઝાર, સ્ટાર બાઝાર, ડી-માર્ટ જેવા મોટા શોપિંગ મોલ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર આવ્યા છે ત્યારે આંખની સામે જ દેખાઈ જાય એ રીતે મૂકેલી અને આસાનીથી લઈ શકાય એવી ચોકલેટોએ બાળકોને છૂટોદોર આપ્યો છે અને માતા-પિતાનું કામ વધુ કઠિન કર્યું છે. ચોકલેટ બાળકો જ નહીં, પણ દરેક ઉંમરની વ્યક્તિઓમાં મનપસંદ હોય છે એ તો નક્કી જ છે. ચોકલેટ રૃમ, ધ ગ્રાન્ડ ભગવતીનો કેફે પિયાનો કે પછી શંભુ-બરિસ્તા-કોફી ડે જેવા કોફી શોપમાં ચોકલેટની વાનગીઓ દરેક ઉંમરના માણસોમાં મનપસંદ છે. જોકે ચોકલેટનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય પર અવળી અસર કરે છે એ પણ નક્કી છે, કારણ કે એને કેલરી અને કોલેસ્ટેરોલનો ભંડાર ગણવામાં આવે છે.
ચોકલેટ મનપસંદ હોય એવા લોકો માટે જોકે હવે ખુશખબર આવ્યા હોય એવું કહી શકાય. સંશોધકોએ એવી ચોકલેટ વિકસાવી છે જેમાંથી ચરબીનું પ્રમાણ લગભગ ૫૦ ટકા જેટલું ઘટાડી નાખવામાં આવ્યું હોય. સંશોધકોએ ચોકલેટમાં વપરાતી કૃત્રિમ ચરબીના સ્થાને ફ્રુટ જ્યુસના સુક્ષ્મ ટીપાંનો ઉપયોગ કર્યો હતો. ચોકલેટ મોંમાં તરત જ ઓગળી જાય એ એનો સૌથી આકર્ષક ગુણધર્મ ગણવામાં આવતો હોય છે અને આ પ્રકારે બનાવેલી ચોકલેટમાં એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આ રીતે જ્યુસ નાખવાથી પણ કોઈ અસર નહોતી થઈ. જોકે ચોકલેટ બનાવનારા સંશોધકો માટે આ કાર્ય એટલું સહેલું નહોતું. તેમના કહેવા પ્રમાણે ચોકલેટના દેખાવમાં કોઈ પણ અસર ન થાય અને જે કારણે એને પસંદ કરવામાં આવે છે એ કડકપણામાં પણ ફેરફાર ન થાય એનું તેમણે પૂરતું ધ્યાન રાખ્યું હતું.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ વોરવિકના સંશોધકોએ એ માન્યું છે કે આ નવી ચોકલેટમાં ફળનો સ્વાદ આવશે, પણ એના માટે તેઓ વિટામીન સી અને પાણીનું મિશ્રણ કરી પ્રયોગ કરવા માગે છે. તેમની ઇચ્છા છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીના લોકો આ બાબતને ધ્યાનમાં લે અને આ પ્રકારની ચોકલેટનો વિકાસ કરે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved