Last Update : 27-September-2012, Thursday

 
દિલ્હીની વાત
 

મહારાષ્ટ્રમાં રાજકીય સિંચાઈ
સિંચાઈ કૌભાંડના આક્ષેપોના પગલે રાજીનામું આપનાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના પગલાથી કોંગ્રેસના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણના પગ નીચેથી ધરતી પસાર થઈ હોય એવી સ્થિતિ થઈ છે. આ સાથે અજીત પવારે તેમના કાકા અને એનસીપીના વડા શરદ પવારને એવો સંકેત આપી દીધો છે કે મહારાષ્ટ્રનો હવાલો હવેથી હું સંભાળીશ. શરદ પવાર અને પ્રફુલ પટેલે મહારાષ્ટ્રની કટોકટીને બહુ મહત્વની નથી ગણી. આ નેતાઓ એમ કહે છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના જોડાણને કોઈ અસર નહીં પહોંચે. એનસીપી વિધાનસભ્યોના બેઠક સ્થળની બહાર અજીત પવારના સમર્થનમાં સૂત્રોચ્ચારો થયા હતા. જો કે પ્રફુલ પટેલે બીજો એક નિર્દેશ આપ્યો હતો કે ભવિષ્યમાં નાયબ મુખ્ય પ્રધાનની પોસ્ટ નહીં હોય અને આ બાબતે નિર્ણય લેવાની સત્તા શરદ પવારને અપાઈ છે. એનસીપીમાં બીજી એક સમસ્યા અજીત પવાર અને શરદ પવારની પુત્રી સુપ્રિયાફુલે વચ્ચેના ખટરાગ ભર્યા સંબંધોની છે. પક્ષની અંદરના સૂત્રો કહે છે કે સુપ્રિયાએ અજીત પવાર પાસેથી હવાલો લઈ લેવો જોઈએ. એનસીપીને ચિંતા એ વાતની છે કે અજીત પવારના રાજીનામાથી વિપક્ષોને સિંચાઈ કૌભાંડ પર આક્ષેપોની તક મળશે. મુખ્ય પ્રધાન ચવાણે વચન આપ્યું હતું કે સિંચાઈ કૌભાંડ પર શ્વેતપત્ર બહાર પડાશે પરંતુ આ રાજીનામાથી તેમના પર પ્રેસર વધ્યું છે.
કોંગ્રેસ-એનસીપી તુ-તુ, મૈં-મૈ...
કાકા-ભત્રીજાના સંબંધોને સાઈડમાં મુકીને વાત કરીએ તો આમ પણ, શરદ પવાર અને કોંગ્રેસ વચ્ચે બહુ સમુેળભર્યા સંબંધો નથી. સોનિયા ગાંધીના વિદેશી હોવાનો પ્રશ્ન ઉઠાવવાના કારણે કોંગ્રેસે તેમની હકાલપટ્ટી કર્યા બાદ ૧૯૯૯માં શરદ પવારે એનસીપીની રચના કરી હતી. તાજેતરમાં પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાન મંડળમાં નંબર-ટુ ની જગ્યા મેળવવા શરદ પવારે માગણી કરી હતી અને તેના પગલે કોંગ્રેસ સાથે સંબંધો તાડવાની વાતો પણ ચગી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે મતભેદોની સ્ટોરી કંઈ આજકાલથી નથી. તેનો ઈતિહાસ જુનો છે. ૨૦૦૧માં એનરોન પાવર ખરીદી સોદામાં ત્યારના મુખ્ય પ્રધાને ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા. આ આદેશથી પવારને મુશ્કેલી પડી હતી. કેમ કે એનરોન સોદો ૧૯૯૩માં તેમણે કર્યો હતો. દેશમુખે ભ્રષ્ટાચાર સામે લડત ઉપાડીને એનસીપીના પ્રધાનોની હકાલપટ્ટી કરી હતી. હાલના મુખ્ય પ્રધાન સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે એનસીપીની હસ્તક રહેલી રાજ્યની કો-ઓપરેટીવ બેંકોના ડીરેક્ટરો બોર્ડ વિખેરવા તૈયાર નથી. જ્યારે એનસીપી નવું પાણીબીલ લઈને આવી ત્યારે કોંગ્રેસે તેને બદલવા ફરજ પાડી હતી. એનસીપીનો મુખ્ય આક્ષેપ એ છે કે કોંગ્રેસ એનસીપીના પ્રધાનો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો લીક કરી રહી છે.
૪૦ ટ્રક ભરીને ગિફ્ટ
આ વર્ષના જુલાઈમાં રાષ્ટ્રપતિ પદનો હોવાલો છોડનાર પ્રતિભા પાટિલે તેમને મળેલી ગિફ્ટ ભરેલી ૪૦ ટ્રક જેટલો સામાન પોતાના વતન અમરાવતીમાં તેમના કુટુંબ દ્વારા ચલાવાતા ટ્રસ્ટના મ્યુઝીયમમાં મોકલી આવ્યો હતો. જો કે સુભાષ અગ્રવાલે ફાઈલ કરેલી આરટીઆઈ હેઠળ આ ગિફ્ટ રાષ્ટ્રપતિભવનના સત્તાવાર મ્યુઝીયમમાં પરત આવવી જોઈએ. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ તોષાબાનાના ગિફ્ટ બાબતમાં નિયમોનો અભ્યાસ કર્યો હોય એમ લાગતું નથી.
મમતા અને અમેરિકા
અમેરિકાના એમ્બેસેડર નેન્સી પોવેલ અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી વચ્ચે શું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ અંગે ચર્ચા થઈ હતી ખરી ? આ મીટીંગમાં શું ચર્ચા થઈ હતી તે અંગે બંનેમાંથી એકપણ પક્ષ કશું બોલવા તૈયાર નથી. દરમ્યાન સૂત્રોએ યાદ અપાવ્યું હતું કે ગયા મે માસમાં હિલેરી ક્લીન્ટન અને મમતા વચ્ચે મીટીંગ થઈ હતી ત્યારે અમેરિકાએ બહાર પાડેલી પ્રેસનોટમાં એફડીઆઈનો મુદ્દો ચર્ચાયો હતો એમ જણાવ્યું હતું. જો કે મુખ્ય પ્રધાન મમતા અને નાણાં પ્રધાન અમીત વર્મા આ વાતને નકારી રહ્યા છે.
દિલ કા દરબાર
રાજધાનીમાં દર વર્ષે યોજાતા હૃદયરોગ સારવાર કેમ્પ 'દિલ કા દરબાર'થી ઓળખાય છે. હાર્ટકેટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા મારફતે યોજાતા આ કેમ્પમાં ઘણાં લોકો આવે છે. આ કેમ્પના સૂત્રધાર ડો. કે.કે. અગ્રવાલે ૩૦ વર્ષની આસપાસના લોકો પર પણ હૃદયરોગના હુમલાનો શક છે એમ કહી ચેતવણી ઉચ્ચારી હતી.
- EL’h mtnle

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved