Last Update : 27-September-2012, Thursday

 

આતંકવાદીઓના ડરથી
જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

સ્થાનિક અખબારોમાં જાહેરાતો આપી ઃ છૂટા થવા માટે વ્યક્તિગત કારણો આપ્યાં

શ્રીનગર, તા. ૨૬
જમ્મુ-કાશ્મીર સરકારની ખાતરી છતાં આતંકવાદગ્રસ્ત ૧૦૦થી વધુ પંચો અને સરપંચોએ ખીણમાં પેઈડ (પૈસા ચુકવીને) જાહેરાતો આપીને તેમના રાજીનામાની જાહેરાત કરી છે.
મોટાભાગે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પંચો અને સરપંચોએ સ્થાનિક અખબારોમાં આ જાહેરાતો આપી હતી. જોકે આમાંથી મોટાભાગના સરપંચોએ દાવો કર્યો હતો કે તેઓ વ્યક્તિગત કારણોસર રાજીનામુ આપી રહ્યા છે. કેટલીક ઉર્દૂ દૈનિકોમાં છપાયેલી આ જાહેરાતોમાં લખાયું છે કે ''હું વ્યક્તિગત કારણોસર પંચ કે સરપંચના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. આજથી કોઈ પણ રાજકીય પક્ષ કે પંચાયતી સિસ્ટમ સાથે મારે કોઈ નિસ્બત રહેશે નહિ. તમામને જાણ કરવા આ પગલું ભરાયું છે.''
સત્તાવાળાઓએ ગઈકાલે માત્ર બારામુલ્લા જીલ્લામાંથી જ આશરે ૪૦ જેટલાં પંચો અને સરપંચોના રાજીનામા મળ્યાની બાબતને સમર્થન આપ્યા હતા. તાજેતરમાં આતંકવાદીઓએ તેમના એક સહયોગીની હત્યા કરી દેતાં તેઓ હચમચી ગયા છે. અત્યાર સુધી કેટલા પંચો કે સરપંચોએ રાજીનામા આપ્યા તેની ચોક્કસ માહિતી નથી પરંતુ આની સંખ્યા ઘણી છે. ગઈકાલે ૫૩ જેટલા પંચોએ સ્થાનિક અખબારો મારફત રાજીનામા સુપરત કર્યા હતા.
જો કે સ્થાનિક અખબારોના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો છેલ્લા બે દિવસમાં પોતાના જીવનના ડરથી આશરે ૨૦૦ જેટલાં પંચો અને સરપંચોએ રાજીનામાં સુપરત કર્યા હતા. બારામુલ્લાના વારૃન વિસ્તારમાં થોડાક અઠવાડિયા અગાઉ આતંકવાદીઓએ બે પંચોની હત્યા કરી નાખી હતી. રવિવારે થયેલી એક હત્યા બાદ તેમનામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને તાબડતોબ રાજીનામા આપવા માંડયા હતા.
આ અંગે જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું હતું કે તે રાજ્યમાં પંચો અને સરપંચોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓના વ્યાપક વિરોધ વચ્ચે ગત વર્ષે આશરે ૩૦ વર્ષ બાદ રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. એ પછી અનેક પંચો અને સરપંચોની હત્યા કરીને આતંકવાદીઓ લોકશાહીને તોડવાનો દુષ્પ્રયાસ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved