Last Update : 27-September-2012, Thursday

 

ભાજપની કારોબારીમાં યેદીયુરપ્પા ગેરહાજર
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

અકાલી દળમાં એફડીઆઈ અંગે મતભેદ ઃ પ્રકાશ બાદલે નકાર્યું ઃ સુખબીરે આવકાર્યું

(પી.ટી.આઈ.) સૂરજકુંડ (હરિયાણા), તા. ૨૬
હરિયાણાના સૂરજકુંડ ખાતે આજથી શરૃ થયેલી ભાજપની કારોબારીની બેઠકમાં પક્ષના વડા નીતિન ગડકરીએ રિટેલ સેકટરમાં એફડીઆઈનો સંપૂર્ણ વિરોધ કરતા કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો યૂપીએ સરકારના નિર્ણયને રદ કરશે. દરમિયાન એનડીએના સહયોગી શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે આ મુદ્દે સર્વાનુમતિ સાધવાની યૂપીએ સરકારને સલાહ આપી હતી. જયારે પંજાબના મુખ્યમંત્રી અને સુખબીર સિંહના પિતા પ્રકાશસિંહ બાદલે એફડીઆઈના વિરોધમાં એનડીએની સાથે હોવાનું જણાવ્યું હતું. આમ આ મુદ્દે અકાલી દળના મતભેદ સર્જાયા હોવાનું બહાર આવ્યું હતું.
ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પક્ષના વડા નીતિન ગડકરીએ રિટેલમાં એફડીઆઈનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું, રિટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ દેશના અને ખેડૂતોના ભલામાં નથી. જો કે પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે ભાજપ સુધારાઓના વિરોધમાં નથી પરંતુ તેઓ પ્રજાના હિત માટે થતા સુધારાઓની તરફેણ કરે છે. ભાજપ શાસિત રાજયોએ પહેલેથી જ મલ્ટી બ્રાન્ડ રિટેલ સેકટરમાં એફડીઆઈને નકારી કાઢી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો આ નિર્ણય બદલવામાં આવશે.
કારોબારીની બેઠકમાં નીતિન ગડકરીએ કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકાર પર ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ હોવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું કે સરકારની નીતિઓથી સમાન્ય માનવીને હાલાકી ભોગવવી પડે છે. ગડકરીએ કહ્યું હતું કે ભાજપ લોકોને લાભ થાય એવી નીતિઓનું પાલન કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભજાપ કોઇ પણ સમયે ચૂંટણી માટે તૈયાર છે.
ભાજપની કારોબારીમાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને મધ્ય પ્રદેશના સાંસદ ઉદયસિંહની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આવતી કાલથી શરૃ થઇ રહેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી નહીં આપે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ પણ નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં હાજર રહી શકયા નહોતા.
દરમિયાન મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના મુદ્દે આજે પંજાબમાં રાજકારણીઓ અને ખેડૂતોમાં વિરોધી સૂર વ્યકત થઇ રહેલા જોવા મળ્યાં હતાં. પંજાબના મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલે જણાવ્યું હતું કે આ ખ્યાલ અમેરિકા જેવા વિકસિત દેશોમાં સફળ થયો છે. પરંતુ ભારતમાં એ સફળ ન પણ થાય. તેમણે જણાવ્યું હતું કે એફડીઆઈના આગમનથી મોટા વેપારીઓ નાના વેપારીઓને ખાઈ જશે જે સમાજના હિતમાં નથી. જો કે આ મુદ્દે તેમના પુત્ર અને પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે જણાવ્યું હતું કે આ મુદ્દે યૂપીએ સરકારને બધા હિતધારકોને વિશ્વમાં લેવાની જરૃર હતી. તેમણે કહ્યું હતું, જો સર્વાનુમતિ સધાય તો કોઇને આ મુદ્દે વિરોધ નહીં હોય. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે નાના વેપારીઓ અને ખેડૂતોને સલામતી મળવી જોઈએ. આમ એફડીઆઈના મુદ્દે એનડીએના સહયોગીઓણાં મતભેદ હોવાનું સપાટી પર આવી રહ્યું છે.
જો કે ભાજપે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના મુદ્દે એનડીએમાં કોઇ મતભેદ નથી. ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે સુખબીર સિંહ સાથે વાત કરી રહ્યા છે અને અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved