Last Update : 27-September-2012, Thursday

 
તમારી ચાલ નવો પાસવર્ડ બની શકે
બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

શૂઝમાં લગાવેલું બાયોસોલ રેકોર્ડ પર રહેલી પેટર્ન સાથે મેળવી વ્યક્તિને ઓળખે છે

ન્યુયોર્ક, તા.૨૬
વૈજ્ઞાાનિકો વ્યક્તિની આગવી ઓળખ સ્થાપિત કરવા માટે સતત પ્રયત્ન કરતા જ રહે છે. જેમાં ચહેરા પરની કે શરીર પરની કોઈ કાયમી નિશાનીથી ચાલુ થયેલી વ્યક્તિની આગવી ઓળખની પ્રણાલી આગળ ઘપતા આંગળા અને અંગુઠાની છાપ પછી આંખની કીકીઓની ઓળખ બાદ હવે વૈજ્ઞાાનિકોએ કોઈપણ વ્યક્તિની ઢબ ખાસ કરીને તેની પગ માંડવાની રીતના આધારે વ્યક્તિની આગવી ઓળખ ઉભી કરવા માટે 'બાયોસોલ્સનો' વિકાસ કર્યો છે.
કાર્નેગી મેલન યુનિવર્સીટીના 'બાયોમેટ્રિક્સ રીસર્ચ એન્ડ આઈડેન્ટીટી ઓટોમોશન લેબ'ના વૈજ્ઞાાનિકો શરીરના હલન ચલનના આધારે સલામતિ વ્યવસ્થા જાળવવાની વિવિધ રીત શોધી રહ્યા છે. તેમણે આ નવી રીત વિકસાવી છે. જેને રેટીનાની છાપ કે ફિંગર પ્રિટની જેમ લેવાની રહેશે નહીં.
વૈજ્ઞાાનિકોએ વિકસાવેલી આ નવી પ્રણાલીને 'પેડો બાયોમેટ્રિક્સ' કહેવામાં આવે છે. જેમાં કોઈ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા માટે તેના બુટમાં 'બાયોસોલ' લગાવી દેવાય છે. આ બાયોસોલ કોઈપણ વ્યક્તિની પગલા માંડવાની રીત અને પાનીનું દબાણ તે ક્યા પ્રકારે મંડાય છે વગેરે બાબતોને આધારે વ્યક્તિની ઓળખને અલગ તારવશે. તેના આધારે વ્યક્તિની ઓળખ સ્થાપવા માટેની વધુ એક રીત અમલમાં લાવી શકાશે.
આ પ્રકારે વ્યક્તિની ઓળખ પાસવર્ડ તરીકે વધુ ઉપયોગી થશે કેમ કે આ પધ્ધતિમાં તે વ્યક્તિએ પાસવર્ડ યાદ રાખવાની કડાકુટમાં નહીં પડવું પડે. કેમ કે 'બાયોમેટ્રીક' પ્રણાલી વ્યક્તિની કોઈ નિશાનીને આધારે તેની ઓળખ સ્થાપિત કરતી હોવાથી વ્યક્તિને તેની ઓળખ માટે આગવા પાસવર્ડ રાખવી નહીં પડે તેના સ્થાને તે યંત્ર પાસે પહોંચે તે પહેલા તેની ઓળખ પ્રસ્થાપિત થઈ ચુકી હશે.
જો કે ખરેખર 'તમે શું જાણો કે જણાવી શકો છો ?' તે ઓળખની સત્તાવાર પ્રણાલી છે. જે વર્ષોથી પાસવર્ડ સ્વરૃપે વપરાતી રહી છે જેમાં તમારે તમે પોતે પસંદ કરેલો પાસવર્ડ યંત્રને કે વ્યક્તિને જણાવ્યા બાદ પ્રવેશ કે યંત્ર સંચાલનની છુટ મળી શકે છે. જેમ કે કોમ્પ્યુટર કે એ.ટી.એમ. કે પછી હાઈ સીક્યોરીટી ઝોનના ઓટોડોર જ્યારે હવે વધુ આધુનિક પ્રણાલીમાં 'તમે જાણો છો' પ્રણાલીને બાજુ પર રાખી 'તમે કેવો છો ?' પર ભાર મુકવામાં આવ્યો છે. તેમાં રેટીનાની છાપ, ફિંગરપ્રિટ પછી હવે ડગલું માંડવાની પ્રણાલી અથવા તો પગલું માંડતી વખતે પાની ધરતી પર ક્યા પ્રકારે મુકાય છે તેના આધારે ઓળખ સ્થાપિત કરી શકાશે કેનેડાના ઓટાવા ખાતે આવેલી આ સંસ્થાના વૈજ્ઞાાનિકોએ તે માટેની રીત વિકસાવી છે. અને હજી તે માર્ગે ઓળખની રીતો વિકસાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved