Last Update : 27-September-2012, Thursday

 
પ્રમુખપદની ચૂંટણી અગાઉ યુએનમાં છેલ્લું સંબોધન
પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

અમેરિકી પ્રમુખે ગાંધીજીના સત્ય અને અહિંસાના સંદેશને પણ યાદ કર્યો

ન્યૂયોર્ક, તા. ૨૬
ઇસ્લામ વિરોધી અમેરિકી ફિલ્મના પગલે મુસ્લિમ રાષ્ટ્રોમાં થઇ રહેલા અમેરિકા વિરોધી દેખાવો વચ્ચે સ્થિતિને થાળે પાડવા માટે પ્રમુખ બરાક ઓબામાએ અંતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીાના સત્ય અને અહિંસાના સંદેશની મદદ લીધી છે. ઓબામાએ જણાવ્યું હતું કે આવો ઉપજાવી કાઢેલો અને ઘૃણાસ્પદ વિડિયો અમેરિકા પર હુમલા કરવાનું બહાનું હોઈ શકે નહીં. સંયુકત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વભરના નેતાઓને તેમણે કહ્યું હતું કે પયગંબર સાહેબના નામે હુમલો સાંખી લેવાશે નહીં.
છઠ્ઠી નવેમ્બરના રોજ યોજાનારી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી અગાઉ છેલ્લું આંતરરાષ્ટ્રીય સંબોધન કરતાં ઓબામાએ જણાવ્યું હતું કે સિરીયાના બેન્ગાઝીમાં અમેરિકી નાગરિકો પર થયેલો હુમલો અમેરિકા પરના હુમલા બરાબર છે. અમેરિકા આ હત્યાની માહિતી મેળવીને દોષિતોને સજા કરાવવા પ્રયત્નશીલ છે. ઓબામાએ સંબોધનની શરૃઆતમાં બેન્ગાઝીમાં માર્યા ગયેલા અમેરિકી દૂત ક્રિસ્ટોફર સ્ટીવન્સને યાદ કર્યા હતાં.
અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે ઇસ્લામના પયગંબરનું અપમાન કરનારાઓનું ભવિષ્ય નથી. જે લોકો આ મુદ્દે ટીકા કરે છે તેમણે ઇસુ ખ્રિસ્તની તસવીર સાથે થયેલી છેડછાડની પણ ટીકા કરવી જોઈએ. ગાંધીજીના શબ્દોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે અસહિષ્ણુતા પણ એક પ્રકારની હિંસા છે અને લોકતાંત્રિક ભાવનાના વિકાસમાં આ બાબત અડચણરૃપ છે. આ વિવાદાસ્પદ વિડિયો ઇસ્લામની સાથે અમેરિકાનું પણ અપમાન છે. કારણ કે અમેરિકા તમામ ધર્મો અને જાતિનું સ્વાગત કરનારો છે. અમેરિકામાં મુસ્લિમો ઇબાદત કરે છે. અમેરિકા ધાર્મિક આઝાદીને માન આપે છે અને સાથે તમામ લોકોને સલામતી આપતા કાયદા પણ અમેરિકામાં છે.
અમેરિકામાં અભિવ્યકિત સ્વતંત્રતાનો અધિકાર હોવાથી આ વિડિયો પર પ્રતિબંધ લગાયો ન હોવાની સ્પષ્ટતા પણ અમેરિકી પ્રમુખે કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved