Last Update : 27-September-2012, Thursday

 

નવા સંશોધન વિષે મંગળવારે થયેલી ઘોષણા
રશિયાએ શોધેલો આઇઝોન નામનો નવો ધૂમકેતુ

નવેમ્બર સુધીમાં ધૂમકેતુ સૂર્યથી ૧૪ લાખ કિમી કરતા ઓછા અંતરે આવી જવાની ધારણા

મોસ્કો,તા.૨૬
આજે નવો શોધાયેલો પૂંછડિયો તારો ધૂમકેતુ આકાશમાં ગુરૃ પછી એક નાનકડા ટપકા જેવો દેખાય છે, પરંતુ એક વર્ષમાં એ આપણા રાત્રિ આકાશમાં એક સહુથી વધુ ઝળહળતો પદાર્થ બની રહેશે. રશિયાના ઇન્ટરનેશનલ સાયન્ટિફિક ઓપ્ટિકલ નેટવર્ક (આઇઝોન)ના વિટાલી નેયસ્કી અને આર્ટયોમ નોવિચોનોકે તા.૨૧ સપ્ટેમ્બરે સી-૨૦૧૨ એસ.ટી. (આઇઝોન) નામના પૂછડીયા તારો અથવા ધૂમકેતુની શોધ કરી, ૪૦ સેન્ટિમીટર રીફલેકટીંગ ટેલિસ્કોપની મદદથી લેવાયેલા ચિત્રો મારફતે આ શોધ થઇ. અન્ય આકાશ નિરીક્ષકોએ તરત જ એને નિહાળ્યો. કેમ્બ્રિજ સ્થિત ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના માઇનોર પ્લેનેટ સેન્ટરે ગઇકાલે આ શોધની ઘોષણા કરી.
ખગોળશાસ્ત્રીએ સંયુક્ત નિરીક્ષણો પરથી ધૂમકેતુના વર્તમાન માર્ગને શોધી શક્યા અને ડિસેમ્બર ૨૦૧૧ જેટલા જુના ચિત્રો ખોળી શક્યા. એના પરથી એમણે લગભગ પરવલય જેવી કક્ષાની ગણતરી માંડી, જે કક્ષામાં ઉપરોક્ત કોમેટ આઇઝોન નામનો ધૂમકેતુ લગભગ સીધા સૂરજ તરફ આગળ વધી રહ્યો.
ઇટાલીની રેમાનઝાક્કો વધશાળા ખાતેના ખગોળશાસ્ત્રીઓ લાગ છે કે આગામી તા.૨૮-૨૯ નવેમ્બરે આઇઝોન સૂર્યની સપાટીથી ૧૪ લાખ કિલોમીટર કરતા ઓછા અંતરે આવી જશે.
ધૂમકેતુની કક્ષા પણ એ નવોહોવાનું સૂચવી રહી છે. વાદળામાંથી સીધો આવેલો છેલ્લો મુલાકાતી ઇ.સ. ૨૦૦૯માં આવ્યો હતો. એ વખતે લુલિન નામનો લીલો ધૂમકેતુ શિકારી પક્ષીની માફક નીચે ઉતરી આવ્યો હતો અને બે પૂંછડીવાળો થયો હતો.
લુલિનની જેમ, આઇઝોનની અનહદ ગરમથી ધૂમકેતુનું સખત કવચ વરાળમાં બદલાઇ જવું જોઇએ. એનાથી ધૂળના રજકણો છુટા પડશે, જેનાથી અસાધારણ ઝળહળતી પૂંછડી વિકસાવવામાં મદદ મળશે. એસ્ટ્રોનોમી નાઉ નામના સામયિકમાં અપાયેલા અહેવાલ અનુસાર આઇઝોન નામનો ધૂમકેતુ સૂર્યની સહુથી વધુ નજીક રહીને પૂનમના ચંદ્રથી વધુ ઝળહળતો દેખાઇ શક.
પૃથ્વી પરના નિરીક્ષકોને ધૂમકેતુ ક્ષિતિજને અડીને રહેલો જોવા મળશે. સૂર્યના પ્રકાશના લીધે એને પહેલાં તો જોવાનું મુશ્કેલ બનશે. ધૂમકેતુ ધુંધળો બની જશે, પરંતુ એ બાહરી સૌર પધ્ધતિ તરફ પાછો ફરતો હોવાથી નિરીક્ષકો માટે એને શોધવાનું સુગમ બનશે તા.૯ ડિસેમ્બર સુધી એ ધુ્રવના તારા જેટલો ચમકતો બની રહેવો જોઇએ, એમ રેમાનઝાક્કો વેધશાળાના ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું હતું. જાન્યુઆરી, ૨૦૧૪ ના મધ્ય સુધી આઇઝોન નરી આંખે દેખાતો રહેવો જોઇએ.
જોકે પીઢ ખગોળ શાસ્ત્રીઓ ચેતવે છે કે સૂર્યને લગભગ અડીને જતી કક્ષાવાળા નવા ધૂમકેતુઓ વિષે કોઇ આગાહી કરી શકાય એમ હોતું નથી. પરિણામે જાન્યુઆરી, ૨૦૦૭માં દેખાયેલા દર્શનીય ધૂમકેતુ મકનાઉટથી શરૃ કરીને ૧૯૭૪ માં જણાયેલા ધૂમકેતું કોહોઉટેક સુધીની શ્રેણીમાં સમાવિષ્ટ ધૂમકેતુંને સ્પર્શતા હોઇ શકે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved