Last Update : 27-September-2012, Thursday

 

ટૂંક સમયમાં રાહુલની મોટી ભૂમિકા અંગે જાહેરાત થશે ઃ ખુર્શીદ

મંત્રીમંડળની ફેરબદલમાં રાહુલને કોઈ ખાતુ સોંપવાની શક્યતા પાંખી

નવી દિલ્હી, તા.૨૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાયદામંત્રી સલમાન ખુર્શીદ આજે જણાવ્યું હતું કે થોડા જ સમયમાં રાહુલ ગાંધીની પક્ષમાં અને સરકારમાં મોટી ભૂમિકાની જાહેરાત કરવામાં આવશે.
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક રાહુલ વિશેની કોઈ જાહેરાત વગર જ પૂરી થઈ ગઈ હતી ત્યારે સલમાન ખર્શીદે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાહુલ પક્ષની ઘણી બધી કામગીરી સાથે સંકળાયેલા છે પરંતુ એ બાબતે વધુ જાહેર કરવામાં આવતી નથી. આ બધુ એ સમગ્ર પ્રક્રિયાના ભાગરૃપ છે કે જેમાં પક્ષ ચૂંટણી કાળ માટે, શાસનકાળ માટે કે વિરોધપક્ષની ભૂમિકા ભજવવાની તૈયારી કરતો હતો છે. જો કે તેમણે ધીરજ ધરવાનું જણાવતા કહ્યું હતું કે ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી વિશે મોટા સમાચાર સાંભળવા મળશે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં કે સરકારમાં ગાંધી સંતાનની આગળ પડતી ભૂમિકા વિશે ગણગણાટ સાંભળવા મળે છે. કોંગ્રેસના ઘણા ખરા લોકોનું માનવું છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં ૪૨ વર્ષીય રાહુલ ગાંધીને પક્ષના ચહેરા તરીકે રજૂ કરવા જોઈએ. ગઈકાલની સીડબ્લ્યુસીની બેઠકમાં પીઢ નેતા અજિત જોગીએ પણે ૨૦૧૪ની ચૂંટણીની જવાબદારી રાહુલ ગાંધીને સોંપવાનું સૂચન કર્યું હોવાનું મનાય છે.
રાહુલ ગાંધી પોતે થોડા મહિના અગાઉ કહી ચૂક્યા છે કે તેમની ભૂમિકા વિશેનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને પક્ષમાં અને સરકારમાં તેમની મોટી ભૂમિકાના સમય અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ નક્કી કરશે જો કે સોનિયા ગાંધીએ થોડા દિવસ અગાઉ એમ જણાવ્યું હતું કે રાહુલની ભૂમિકા અંગે એ પોતે નિર્ણય લેશે. વડાપ્રધાન પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ સરકારમાં રાહુલ ગાંધીને આવકારશે. ગયા મહિને તેમણે કહ્યું હતું કે રાહુલને મંત્રીમંડળના ભાગ બનવા ઘણી વખત કહેવામાં આવ્યું છે અને એ અંગે તેઓ ગંભીરતાપૂર્વક વિચારે એવી અપેક્ષા છે.
ટૂંક સમયમાં જ મંત્રીમંડળમાં ફેરબદલ થવા જઈ રહ્યો છે પરંતુ આ વખતે પણ રાહુલ મંત્રીમંડળમાં નહીં જોડાય એવું સૂત્રોનું માનવું છે. જો કે પક્ષમાં તેમને વધારે મોટી કામગીરી મળી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved