Last Update : 27-September-2012, Thursday

 

ગુજરાતના 6લાખ કર્મચારીઓ આજે માસ C.L.ઉપર

સાદિક એન્કમોદીના કર્મયોગીઓનું મોદી સામે મહાઆંદોલન

 

 

૧૩ પડતર માંગણીઓની રજૂઆત ઃ સચિવાલય ફેડરેશન સિવાયના રાજ્યભરના તમામ કર્મચારી-અધિકારીઓ સરકાર સામે જંગે

કેન્દ્રના ધોરણે પગાર-ભથ્થાં-સગવડો માગી ચૂંટણી સમયે સરકાર ઉપર દબાણ
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે મોદી સરકાર તરફથી કોઈ લેખિત ખાતરી નહીં અપાતા, આવતીકાલ ગુરૃવારે ગુજરાતભરના જુદા જુદા સરકારી વિભાગોના સાડા છ લાખથી વધુ કર્મચારીઓ - અધિકારીઓ સામૂહિક રીતે કેજ્યુઅલ લીવ - સી.એલ. ઉપર ઉતરી સરકાર સામે વિરોધ વ્યક્ત કરશે, એમ યુનિયનોના નેતાઓએ જાહેર કર્યું છે. આ હડતાળમાં સચિવાલય ફેડરેશન સાથે જોડાયેલા સચિવાલયના ૨૨૦૦ જેટલા કર્મચારીઓ - અધિકારીઓ ભાગ લેશે. આંદોલનકારી કર્મચારીઓને મનાવવા માટે સરકાર તરફથી ભરપુર કોશિષ કારગત નિવડી ન હતી. ગુજરાતમાં કદાચ વર્ષો પછી સરકારી કર્મચારીઓ દ્વારા સામૂહિક રીતે સી.એલ. ઉપર ઉતરવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો નિવેડો લાવવા માટે નાણા પ્રધાન વજુભાઈ વાળાના અધ્યક્ષપણા હેઠળની પ્રધાનમંડળની પેટા સમિતિએ બુધવારે બપોરે ૧ વાગે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ સાથે જોડાયેલા યુનિયનોના આગેવાનોને ચર્ચા માટે ટેબલ ઉપર આવવા પત્ર દ્વારા કહેણ મોકલ્યું હતું અને ત્યારબાદ વારંવાર ટેલિફોન મારફત મંત્રણા માટે આવવા વિનવણીઓ કરી હતી. પરંતુ યુનિયનોના હોદ્દેદારો એકજૂથ થઈ ટસના મસ થયા ન હતા. એમનો સ્પષ્ટ આગ્રહ હતો કે, ૬ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ ૯ આગેવાનો ઉપર થયેલા ફોજદારી કેસો પાછા ખેંચવામાં આવે તથા બદલી કરાયેલા ૪ આગેવાનોને તેમના મૂળસ્થાને મૂકવામાં આવે, આ બે માગણીઓ માટે લેખિત હુકમો થાય પછી જ પડતર માગણીઓ બાબતે મંત્રણા શરૃ થાય. સરકાર તરફથી આ બાબતે કોઈ લખાપટ્ટી અપાઈ ન હતી. પરિણામે પ્રધાનમંડળની પેટા સમિતિ દિવસભર યુનિયનોના પ્રતિનિધિઓ ચર્ચા માટે આવવાની રાહ જોતી રહી હતી, પણ આ આગેવાનો બેઠકમાં ગયા જ નહીં.
બીજી તરફ, અત્યાર સુધી કર્મચારીઓના આંદોલનથી અંતર રાખી રહેલા અને આંદોલનમાં ભાગ નહીં લેનારા સચિવાલય ફેડરેશનના આગેવાનો સાથે પ્રધાનમંડળની પેટા સમિતિએ વાટાઘાટો કર્યે રાખી હતી. ફેડરેશનના હોદ્દેદારોએ પણ સરકારની સૂચનાથી આંદોલનકારી યુનિયનોને મનાવવાની કોશિષ કરી હતી, પણ એમાં ફેડરેશન ફાવ્યું ન હતું. અંતે એકલા પડેલા ફેડરેશને મોડી સાંજે ગુરૃવારના માસ સી.એલ.ના આંદોલન કાર્યક્રમમાં નહીં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
ગુરૃવારના માસ સી.એલ.ના એલાનમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ, ગુજરાત પંચાયત મહાસંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, નગરપાલિકાઓના શિક્ષક સંઘ, ન્યાયાલય કર્મચારી મહામંડળ, ગુજરાત મ્યુનિસિપાલિટીઝ કર્મચારી ફેડરેશન, ગુજરાત રાજ્ય ઓફિસર્સ ફેડરેશન, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ સહિત સચિવાલય ફેડરેશન સિવાયના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓના યુનિયનો જોડાશે અને એમાં કોમર્શિયલ ટેક્સ, પંચાયતની કચેરીઓ, માર્ગ-મકાન તથા મહેસુલ વિભાગ સહિત તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ-અધિકારીઓ જોડાશે, એમ સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલે જાહેર કર્યું છે. એમણે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારને કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા માટે વારંવાર આવેદન આપીને તમામ સ્તરે વિનંતી કરાયેલી છે, રેલી-મહારેલીના કાર્યક્રમો છતાં સરકારે પ્રશ્નો ઉકેલવા માટે લેખિતમાં કોઈ દિલચશ્પી ના બતાવી, એટલે આખરે નાછુટકે સી.એલ.નો કાર્યક્રમ અપાયો છે, જે હવે સફળ થઈને રહેશે.

સરકારી કર્મયોગીઓની આ રહી પડતર માગણીઓ
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
સરકારી કર્મયોગીઓની ૧૩ જેટલી પડતર માગણીઓ છે, જે ઉકેલવા માટે જુદાજુદા યુનિયનોના આગેવાનો તરફથી સરકારને વારંવાર આવેદનપત્રો અપાયા છે. આ માગણીઓના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છેઃ
(૧) કેન્દ્રના ધોરણે ટીએડીએ ભથ્થાં આપો.
(૨) કેન્દ્રના ધોરણે એજ્યુકેશન એલાઉન્સ આપો.
(૩) કેન્દ્રના ધોરણે મેડિકલ એલાઉન્સ આપો અથવા ૧૦ લાખના મેડિક્લેઈમની પોલિસી આપો.
(૪) કેન્દ્રના ધોરણે વયનિવૃત્તિ ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષની કરો.
(૫) કેન્દ્રના ધોરણે ઉચ્ચતર પગારધોરણ ૧૦-૨૦-૩૦નું આપો.
(૬) કેન્દ્રના ધોરણે LTC રોકડમાં આપો અથવા ITDC - ટૂરિઝમને માન્યતા આપો.
(૭) રહેમરાહે નોકરીની પ્રથા ચાલુ કરો અથવા વિકલ્પ આપો.
(૮) આઉટસોર્સિંગથી ભરતી બંધ કરો અને પૂરા પગારથી નિમણૂક આપો.
(૯) ફિક્સ પગારદારો બાબતે સુપ્રીમમાંથી કેસ પાછો ખેંચી હાઈકોર્ટના હુકમ પ્રમાણે તેમને કાયમી નિમણૂક આપો.
(૧૦) વર્ગ-૪ના રોજમદારોને નિમણૂકની તારીખથી ઉચ્ચતર પગારધોરણનો લાભ આપો.
(૧૧) જીપીએફમાંથી ઉપાડના નિયમો સરળ બનાવો.
(૧૨) કેન્દ્રની માફક શનિવાર-રવિવારની રજા રાખી પાંચ દિવસ કામનું સપ્તાહ કરો.
(૧૩) એરિયર્સના નાણા બદલી થઈ હોય તે સ્થલે ચૂકવો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved