Last Update : 27-September-2012, Thursday

 

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો

સલામત શેરોમાંાૃથી જોખમી શેરોમાં રોકાણ તરફ વળી રહેલો ઝોક

બજારમાં જોખમ લેવા માટે રોકાણકારો ફરી આકર્ષાઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં બેન્ચમાર્ક એનએસઈ નિફટી ૬.૫૦ ટકા વધ્યો છે જેને લઈને નિફટીનું વાર્ષિક વળતર બે વર્ષમાં પહેલી વખત દ્વીઅંકના પરિઘમાં ગયું છે. પ્રથમ નજરે જોવા જઈએ તો આ આંકડા કદાચ નાના લાગે પરંતુ રોકાણકારોના માનસમાં બદલાવના તે સંકેતો આપે છે. શેરબજારમાં રોકાણકારોના રોકાણ માટેની પ્રાધાન્યતા ફરી ઈક્વિટી તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષમાં હું પ્રથમ જ વખત રોકાણકારોને સલામત ક્ષેત્રના શેર જેમ કે એફએમસીજી, ફાર્મા અને આઈટી કરતા જોખમી અને સાયકલીકલ ક્ષેત્ર જેમ કે કેપિટલ ગુડસ, બેન્કિંગ, રિઅલ એસ્ટેટમાં રોકાણ કરતા જોઈ રહ્યો છું એમ એક સ્ટોક બ્રોકિંગ હાઉસના રિસર્ચ વિભાગના વડાએ જણાવ્યું હતું. વિવિધ સેકટરલ ઈન્ડાઈસિસની કામગીરી પરથી આ બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં સરકારી બેન્કોના શેર્સની કામગીરી ઘણી સારી રહી છે. એનએસઈ સીએનએકસ પીએસયુ બેન્ક ઈન્ડેકસ ૨૦ ટકા, જ્યારે સીએનએકસ રિઅલ્ટી ૧૫.૬૦ ટકા અને સીએનએકસ ફાઈનાન્સ ૧૦.૬૦ ટકા વધ્યો છે. જ્યારે સીએનએકસ ફાર્મા ઈન્ડેકસમાં ૩.૧૦ ટકા અને એફએમસીજીમાં ૦.૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો કે બે સપ્તાહના સમયગાળામાં આઈટી ક્ષેત્રમાં ખાસ ફેરબદલ જોવાયો નથી. જો કે છેલ્લા ૧૨ મહિનામાં એફએમસીજી ક્ષેત્રના સ્ટોકસ જેમ કે આઈટીસી, હિન્દુસ્તાન લિવર, ગોદરેજ કન્ઝ્યુમરની કામગીરી નોંધનિય રહી હતી, ત્યારબાદ સારો દેખાવ કરવામાં ફાર્મા ક્ષેત્ર બીજા ક્રમે અને આઈટી કંપનીઓ ત્રીજા ક્રમે રહી હતી. ફન્ડ હાઉસોએ પણ પોતાના પોર્ટફોલિઓમાં ફેરબદલ કર્યા છે.
પ્રતિકૂળ અહેવાલોને કારણે સાયકલિકલ અને બેન્કિંગ શેરોના ભાવ તૂટી ગયા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે આ ક્ષેત્રોમાં વેલ્યુ બાઈંગ થઈ રહ્યું છે. અનેક જાહેર ક્ષેત્રની બેન્કોના શેર તેની બુક વેલ્યુ કરતા પચાસ ટકા ભાવે મળી રહ્યા હતા. ભારતમાં અર્નિંગ ઘટવાની સાયકલ પૂરી થઈ ગઈ હોવાનું જણાય છે અને અહીંથી તેમાં સુધારો જ જોવા મળી શકે એમ હોવાથી જોખમી શેરોમાં હાલમાં નીકળેલી રેલી થોડોક સમય ચાલુ રહી શકે છે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. ડિફેન્સિવ સ્ટોકસમાં પ્રોફિટ બુક કરી રોકાણકારો સારી કવોલિટીના બેન્કિંગ, ઇન્ફ્રા અને કેપિટલ ગુડસ શેરમાં રોકાણ કરી રહ્યા છે.
બૃહદ આર્થિક સમશ્યાઓ ઉકેલવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ જણાઈ રહ્યું છે જે એક હકારાત્મક વાત છે. આમછતાં ફન્ડામેન્ટ હજુ જોઈએ એવું બદલાયું નથી. આ માટે લાંબો સમય રાહ જોવાની રહેશે. વિદેશી સંસ્થાઓની જંગી ખરીદીને કારણે બજારમાં વેચાણ કપાઈ રહ્યા છે જેને પરિણામે ઈન્ડેકસમાં સુધારો જોવા મળી રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved