Last Update : 27-September-2012, Thursday

 

સેબીના લિકિવડિટીના નવા માપદંડો મુજબ
એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

ઓઈલ ઈન્ડિયા, અબાન ઓફ શોર, કયુમિન્સ ઈન્ડિયા, બજાજ હિન્દુસ્તાન, બલરામપુર ચીની, જીએમડીસી, પટેલ એન્જિનિયરિંગનો સમાવેશ

(વાણિજય પ્રતિનિધિ) મુંબઇ,બુધવાર
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા હવે ઓકટોબર ૨૦૧૨ વલણથી ૫૧ સ્ક્રીપ-કંપનીઓ ફયુચર એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) સેગ્મેન્ટમાંથી બહાર થશે. સેબીએ અગાઉ જુલાઈમાં ડેરીવેટીવ્ઝ સેગ્મેન્ટસમાં ટ્રેડીંગ માટે માન્યતા સંબંધીત બેન્ચમાર્ક લિકિવડિટી-પ્રવાહિતાના માપદંડોમાં ફેરફાર કરતા આ માપદંડમાં નહીં આવતી ૫૧ કંપનીઓ બહાર કરવાનો નિર્ણય એનએસઈએ ૨૭, જુલાઈથી અમલમાં મૂકયો હતો. અલબત્ત આ સ્ક્રીપો કંપનીઓના એ સમયના ૩ મહિનાના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટે.૨૦૧૨ના કોન્ટ્રેકટસ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે સપ્ટેમ્બર વલણ આવતી કાલે ગુરૃવારે પૂરૃં થયા બાદ આ ૫૧ સ્ક્રીપો ડેરીવેટીવ્ઝ સેગ્મેન્ટમાંથી બહાર થશે.
ઉલ્લેખનીય છે કે સેબીએ ડેરીવેટીવ્ઝ સેગ્મેન્ટમાં સ્ક્રીપ કંપનીઓના દાખલ કરવા માટે ન્યૂનતમ મીડિયન કવાર્ટર સિગ્મા સાઈઝ (એમકયુએસઓએસ) જરૃરિયાત રૃ.૫ લાખથી વધારી રૃ.૧૦ લાખ કરી હતી. એમક્યુએસઓએસ જે તે સ્ક્રીપની લિકિવડિટી કે ઓર્ડર સાઈઝ દર્શાવે છે. આ ઉપરાંત માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ (એમડબલ્યુપીએલ) જે કંપનીનું કદ દર્શાવે છે. એ લિમિટ પણ રૃ.૧૦૦ કરોડથી વધારી રૃ.૩૦૦ કરોડ કરાઈ હતી. જે સ્ક્રીપ કંપની ન્યુનતમ એમડબલ્યુપીએલ રૃ.૨૦૦ કરોડની આવશ્યકતા જાળળવા નિષ્ફળ રહેશે એ સ્ક્રીપને એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉ આ લિમિટ રૃ.૬૦ કરોડની હતી. જે સ્ક્રીપમાં એમકયુએસઓએસ રૃ.૫ લાખથી ઓછી હોય એને એ સમયે બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉ આ લિમિટ રૃ.૨ લાખની હતી.
જે ૫૧ સ્ક્રીપ શુક્રવાર ૨૮, સપ્ટેમ્બર ૨૦૧૨થી નવા ઓકટો. વલણથી બહાર થનારી છે. એમાં અબાન ઓફ શોર, અલસ્ટોમ ઈન્ડિયા,બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, બલરામપુર ચીની મિલ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બીઈએમએલ લિ. બીએફ યુટીલીટી, બીજીઆર એનર્જી સિસ્ટમ્સ, બોમ્બે ડાઈંગસ બોશ લિ., કોર એજ્યુકેશન, કયુમિન્સ ઈન્ડિયા, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક, ડેલ્ટા કોર્પ, એજયુ કોમ્પ સોલ્યુશન્સ, એસ્કોર્ટસ લિ., એસ્સાર ઓઈલ, ફોર્ટીસ હેલ્થકેર, ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ, ગ્લેકસોસ્મિથકલાઈન ફાર્મા, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ (જીએમડીસી), હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કં., હિન્દુસ્તાન ઓઈલ અક્સપ્લોરેશન, ઈન્ડિયા ઈન્ફોલાઈન, ઈન્ડિયન બેંક, જેટ એરવેઝ ઈન્ડિયા, જિંદાલ શો, જેએસડબલયુ ઈસ્પાત સ્ટીલ, લેન્કો ઈન્ફ્રાટેક, મેક્સ ઈન્ડિયા, મેંગ્લોર રીફાઈનરી, એમટીએનએલ, ઓઈલ ઈન્ડિયા, ઓનમોબાઈલ ગ્લોબલ, ઓર્ચિડ કેમિકલ્સ, પટેલ એન્જિ. પોલારીસ ફાઈનાન્શિયલ ટેકનોલોજી, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, રોલ્ટા ઈન્ડિયા, રૃચી સોયા ઈન્ડ., એસ.કુમંર નેશનવાઈડ, શોભા ડેવલપર્સ, શ્રેઈ ઈન્ફ્રા. ફાઈનાન્સ, સ્ટરલાઈટ ટેકનોલોજીસ, ટાટા કોફી, ટીટીકે પ્રેસ્ટિજ, ટાટા ટેલીસર્વિસીઝ મહારાષ્ટ્ર, ટીવીએસ મોટર કંપની, વિડિયોકોન ઈન્ડ., વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved