Last Update : 27-September-2012, Thursday

 

આગામી છ મહિનાની અંદર વાયદા બજારમાં
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા

 

મુંબઈ, બુધવાર
વાયદા બજારમાં વેપાર માટે લિસ્ટેડ કોમોડિટીઝમાંથી ૪૦ જેટલી જાતોને આગામી છ મહિનાની અંદર ડિલિસ્ટ કરાય તેવી શકયતા છે. જે કોમોડિટીઝમાં છેલ્લા કેટલાક વર્ષથી કોન્ટ્રેકટસ થયા જ ન હોય તેવા ઈલિક્વિડ કોન્ટ્રેકટસની સમીક્ષા કરવા વાયદા બજાર પંચે દરેક કોમોડિટી એકસચેન્જોને લખી જણાવ્યું છે. સમીક્ષા કર્યા બાદ જે તેના રિન્યુઅલની દરખાસ્ત પાઠવવા જણાવી દેવાયું છે.
ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ની વેબસાઈટ પ્રમાણે હાલમાં ૧૧૩ જેટલી કોમોડિટીઝમાં વાયદાના વેપારની છૂટ અપાઈ છે. આમાંની ૨૫ ભારે લિક્વિડ છે જ્યારે ૩૦ જેટલી સેમી-લિક્વિડ છે. ૧૫ જેટલી જાતોમાં તક ઊભી થાય તો જ વેપાર થાય છે, જ્યારે બાકીની ૪૦ જેટલી કોમોડિટીઝમાં ખાસ વેપાર થતો નહીં હોવાનું વાયદા પંચને જણાયું છે.
ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારની છૂટને ચાલુ રાખવા માટેની દરખાસ્ત શા માટે મોકલવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવા પણ એકસચેન્જોને જણાવાયું હોવાનું વાયદા પંચના સુત્રોએ જણાવ્યું હતું.વેપાર માટે મુકાયેલી કોમોડિટીનો કોઈ લેવાલ ન હોય છતાં એકસચેન્જો તેને વર્ષો સુધી રિન્યુ કરાવતા રહે છે. જો કે આ કોમોડિટીને પ્લેટફોર્મ પર શા માટે જાળવી રખાઈ છે તેના એકસચેન્જોએ યોગ્ય કારણ જણાવવાના રહેશે. ઈલિક્વિડ કોમોડિટીમાં વેપાર થાય તે માટે કેવા પ્રકારના પ્રયાસો કરાયા છે તેની પણ એકસચેન્જોએ જાણ કરવાની રહેશે.
વર્ષો સુધી જે કોમોડિટીમાં વેપાર થતો નથી તેને વાયદા પંચ ઈલિક્વિડ કોમોડિટીની યાદીમાં મૂકે છે. શરૃઆતમાં ભારે ધસારા બાદ અનેક કોમોડિટીઓને કોઈ પૂછતું નથી, જે એક ચિંતાનો વિષય ગણાય એમ વાયદા બજાર પંચના એક અધિકારીએ જણાવ્યું હતું. ૪૩ જેટલી કોમોડિટીઓને ડિલિસ્ટ કરવાની વાયદા પંચે યાદી તૈયાર કરી છે.
દેશમાં ૨૧ જેટલા માન્યતા પ્રાપ્ત કોમોડિટી એકસચેન્જો છે. હાલમાં જે ૧૧૩ કોમોડિટીઝના વાયદાના વેપારને મંજુરી અપાઈ છે તેમાં ગોલ્ડ, સિલ્વર, ઝિંક, કોપર, જીરા, મરી જેવી કોમોડિટીમાં ભારે વોલ્યુમ રહે છે. ૨૦૧૧-૧૨માં દેશના દરેક કોમોડિટી એકસચેન્જોનું મળીને કુલ વોલ્યુમ ૧૪૦.૨૬ કરોડ ટન રહ્યું હતું જે મૂલ્યની દ્રષ્ટિએ રૃપિયા ૧૮૧,૨૬,૧૦૪ કરોડ રહ્યું હતું.
વાયદાનો વેપાર વધી પારદર્શક બને તે માટે વાયદા પંચ સતત પ્રયત્નશીલ રહે છે. કોઈ કોમોડિટીના વાયદાના ભાવમાં અસાધારણ ઉછાળાની સ્થિતિમાં તે કોમોડિટીના વેપાર પર પ્રતિબંધ સહીતના નિર્ણયો વાયદા પંચે તાજેતરમાં લીધા છે. દરમિયાન કૃષિ મંત્રાલય દ્વારા ખરિફ પાકના તાજેતરમાં જારી કરાયેલા પ્રથમ ઉત્પાદન અંદાજોને જોતાં કૃષિ કોમોડિટીના વાયદાના ભાવમાં હાલમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેમાં હવે બ્રેક લાગવાની વકી છે. કેટલીક કોમોડિટીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ નીચું રહેવાનું જણાવાયું છે. કપાસનું ઉત્પાદન જે ગયા વર્ષ ૩.૩૪ કરોડ ગાંસડી રહ્યું હતું તે આ વર્ષે પ.૧૦ ટકા નીચું રહેવાનું પ્રથમ અંદાજમાં જણાવાયું છે. શેરડીનું ઉત્પાદન ગયા વર્ષના ૩૩.૫૩ કરોડ ટનની સામે આ વર્ષે ૬.૨૦ કરોડ ટન નીચું રહેવાની ધારણાં છે.
આ ઉપરાંત ચણા, ખાંડ તથા કપાસના વાયદામાં ઉછાળો આવવાની શકયતાને ધ્યાનમાં રાખી વાયદા પંચ સતર્ક બન્યું હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. કેટલાક વિસ્તારોમાં સારા પાછોતરા વરસાદને કારણે વાવણીમાં થયેલા વધારાને પરિણામે કૃષિ કોમોડિટીના વાયદાના ભાવ તાજેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved