Last Update : 27-September-2012, Thursday

 

સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩

સિમેન્ટ શેરોમાં તોફાન ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનો વધતો વ્યાપ ઃ સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે નિફ્ટી- સેન્સેક્ષ ઘટયા

યુરો ઝોનની ઋણ કટોકટી, ચીન-જાપાનના તનાવે વૈશ્વિક બજારોમાં ધબડકો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
ડેરીવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના આવતીકાલે ગુરુવારે અંત પૂર્વે નિફ્ટી-સેન્સેક્ષ બેઝડ સતત ત્રીજા દિવસે તેજીને વિરામ આપીને રોલ ઓવરની કવાયત સાથે ઓવરબોટ પોઝિશન હળવા કરવાનું માનસ રહેતા ઇન્ડેક્ષ બેઝડ સાધારણ નરમાઇ જોવાઇ હતી. રાજકીય અખાડામાં અગાઉ યુપીએ સરકારના સુકાની મનમોહન સિંહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમની અનેક આર્થિક સુધારાઓ રીફોર્મ્સની એકાએક ફટકાબાજીથી ડઘાઇ ગયેલા સાથી પક્ષો પૈકી તૃણમુલ કોંગ્રેસે અલગ ચોકો પાડયા બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે પણ રાજ્ય સ્તરે મહારાષ્ટ્ર સરકારને મુશ્કેલી મૂકી દઇ શકે છે, એવું ઉપમુખ્યમંત્રી અજીત પવારનું રાજીનામું આપી દઇ એનસીપીની તાકત-મહત્વનું પ્રદર્શન કરતા બદલાતા રાજકીય સમીકરણોએ ઇન્ડેક્ષ બેઝડ વિદેશી ફંડોની લેવાલી વધુ શાંત પડી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચીન- જાપાનના વણસતા સંબંધોએ એશીયાના બજારોમાં ગાબડાં પડવા ઉપરાંત યુ.એસ., યુરોપના બજારો પણ ઋણ કટોકટીના ગભરાટ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં પીછેહઠના અંદાજોએ ગબડી જતાં મુંબઇ શેરબજારોમાં સાવચેતી હતી. અલબત એફઆઇઆઇની આક્રમક લેવાલી ઇન્ડેક્ષ બેઝડ શેરો બાદ સ્મોલ-મિડ કેપ શેરો, સેકન્ડલાઇન શેરોમાં સતત જળવાઇ રહેતા સેન્ટીમેન્ટ એકંદર તેજીનું બની રહ્યું હતું. સિમેન્ટ, રીયાલ્ટી, રીટેલ, એફએમસીજી, ફાર્મા કંપનીઓના શેરોમાં લેવાલીના આકર્ષણ સામે મેટલ, આઇટી, પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફીટ બુકીંગ થયું હતું. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૬૯૪.૪૧ સામે ૧૮૬૪૪.૫૪ મથાળે ખુલીને ૧૮૬૭૦.૪૮ થઇ ભારતી એરટેલ, કોલ ઇન્ડિયા,હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબ., ટાટા સ્ટીલ, એચડીએફસી, ઓએનજીસી, લાર્સન, એચડીએફસી બેંકની નરમાઇ અને યુરોપના બજારોમાં ધોવાણ થતાં ૧૨૧.૨૩ પોઇન્ટ ઘટીને નીચામાં ૧૬૫૭૩.૧૮ સુધી ગબડી આવ્યો હતો. જે ઘટયા મથાળે સિમેન્ટ શેરોની તેજી સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સિપ્લા, હીરો મોટોકોર્પ, આઇટીસી, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગેઇલ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવરની મજબૂતીએ અડધો અડધ ઘટાડો પચાવીને અંતે ૬૨.૨૪ પોઇન્ટના ઘટાડે ૧૮૬૩૨.૧૭ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ નીચામાં ૫૬૩૮ થઇ ૫૬૬૩ ઃ સિમેન્ટ શેરોની તેજીએ નિફ્ટીનું ધોવાણ અટકાવ્યું
એનએસઇનો નિફ્ટી સ્પોટ આગલા બંધ ૫૬૭૩.૯૦ સામે ૫૬૫૩.૪૦ મથાળે ખુલીને શરૃઆતમાં ૨૦થી ૨૧ પોઇન્ટની નરમાઇ ભારતી એરટેલ, આઇડીએફસી, કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો, ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબ, રિલાયન્સ ઇન્ફ્રા.ને કારણે બતાવતો રહ્યા બાદ સિમેન્ટ શેરો એસીસી, અંબુજા સિમેન્ટ, આઇટીસી, સિપ્લા, પીએનબી, હીરો મોટોકોર્પની મજબૂતીએ ૫૬૭૨.૮૦ સુધી આવ્યો હતો. જે ફરી ભારતી એરટેલ, ડૉ. રેડ્ડીઝ લેબ.માં હેમરીંગ વધતા અને કોલ ઇન્ડિયા, લાર્સન હિન્દાલ્કોમાં વેચવાલીના દબાણે અને યુરોપના બજારો ઝડપી નરમાઇએ ખુલતા ગબડી નીચામાં ૫૬૩૮.૬૫ સુધી આવી ગયો હતો. પરંતુ સિમેન્ટ શેરોમાં લેવાલી વધતા ફરી ૫૬૭૦ નજીક આવી જઇ અંતે ૧૦.૪૫ પોઇન્ટ ઘટીને ૫૬૬૩.૪૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ઉપરમાં ૫૭૦૫ થઇ નીચામાં ૫૬૭૦ બોલાયો ઃ ૫૭૦૦નો કોલ ૨૦થી તૂટી ૧૦.૧૫
ડેરીવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના ગુરુવારે અંત પૂર્વે નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૨,૫૯,૪૪૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૩૪૫.૯૦ કરોડના ટર્નઓવરે ૫૬૮૩ સામે ૫૬૬૩.૯૦ ખુલી ઉપરમાં ૫૬૭૮.૨૫ થઇ નીચામાં ૫૬૪૩.૬૦ સુધી જઇ અંતે ૫૬૬૬.૨૫ હતો. નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ૧,૭૧,૯૬૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૮૯૨.૪૨ કરોડના ટર્નઓવરે ૫૭૦૮.૭૦ સામે ૫૬૮૩.૮૫ ખુલી નીચામાં ૫૬૭૦ અને ઉપરમાં ૫૭૦૫ થઇ અંતે ૫૬૯૨.૨૦ હતો. નિફ્ટી ૫૭૦૦નો કોલ ૮,૯૧,૩૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૫૪૫૬.૬૩ કરોડના ટર્નઓવરે ૨૦ સામે ૧૦.૨૦ ખુલી ઉપરમાં ૧૭.૭૦ અને નીચામાં ૭.૨૦ થઇ અંતે ૧૦.૧૫ હતો.
ચોમાસાની વિદાયે હવે કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ ધમધમશે! સિમેન્ટ શેરોમાં કોન્ક્રીટ તેજી ઃ એસીસી, બિનાની, અંબુજા, ઇન્ડિયા સિમેન્ટ, નેવેલી, અલ્ટ્રાટેક ઉછળ્યા
દેશમાં ચોમાસું એકંદર સફળ રહ્યું હોઇ હવે ઘણા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર- કન્સ્ટ્રક્શન ઉદ્યોગની સિમેન્ટ માટેની માગ વધવાના અંદાજોએ સિમેન્ટ શેરોમાં એફઆઇઆઇ- વિદેશી ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. બિનાની ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨૨.૩૫ ઉછળીને રૃા. ૧૩૪.૧૦, જેકે સિમેન્ટ રૃા. ૨૫.૯૦ ઉછળીને રૃા. ૨૫૯.૯૫, એસીસી રૃા. ૫૪.૧૦ વધીને રૃા. ૧૪૨૯.૪૦, અંબુજા સિમેન્ટસ રૃા. ૭.૬૦ વધીને રૃા. ૨૦૨.૪૦, નેવેલી લિગ્નાઇટ રૃા. ૨.૫૦ વધીને રૃા. ૮૪.૯૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃા. ૩૯.૭૫ વધીને રૃા. ૧૮૭૫.૧૦, શ્રી સિમેન્ટ રૃા. ૪૯.૬૦ વધીને રૃા. ૩૬૭૧.૦૫, જેકે લક્ષ્મી સિમેન્ટ રૃા. ૬.૨૫ ઉછળીને રૃા. ૧૦૫.૮૫, મંગલમ સિમેન્ટ રૃા. ૮.૧૦ વધીને રૃા. ૧૪૪.૩૦, ઓસીએલ ઇન્ડિયા રૃા. ૭.૦૫ વધીને રૃા. ૧૪૧, સાગર સિમેન્ટ રૃા. ૧૦.૩૦ વધીને રૃા. ૨૧૫.૪૦, કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫.૩૫ વધીને રૃા. ૧૩૭.૮૦, હેડલબર્ગ સિમેન્ટ રૃા. ૧.૧૫ વધીને રૃા. ૪૭.૮૫, ઇન્ડિયા સિમેન્ટસ રૃા. ૬.૫૫ ઉછળીને રૃા. ૯૨.૪૫, પ્રિઝમ સિમેન્ટ રૃા. ૨.૧૦ વધીને રૃા. ૫૭, મદ્રાસ સિમેન્ટ રૃા. ૧.૪૫ વધીને રૃા. ૧૮૫.૦૫ રહ્યા હતાં.
ભારતી એરટેલ રૃા. ૧૧ તૂટી રૃા. ૨૬૫, કોલ ઇન્ડિયા રૃા. ૧૦ ઘટી રૃા. ૩૫૮ ઃ હિન્દાલ્કો, ડૉ. રેડ્ડીઝ લેબ. પણ ઘટયા
સેન્સેક્ષમાં નરમાઇ લાવનાર શેરોમાં ભારતી એરટેલ રૃા. ૧૦.૮૫ ઘટીને રૃા. ૨૬૫.૨૦, કોલ ઇન્ડિયા રૃા. ૧૦.૩૫ ઘટીને રૃા. ૩૫૮.૧૫, હિન્દાલ્કો રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૧૧૬.૬૫, ટાટા મોટર્સ રૃા. ૫.૭૫ ઘટીને રૃા. ૨૬૩.૧૦, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૨૫.૯૫ ઘટીને રૃા. ૧૬૨૬.૮૦, ટાટા સ્ટીલ રૃા. ૪.૬૫ ઘટીને રૃા. ૩૯૬, એચડીએફસી રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૩૯૬, એચડીએફસી રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૭૬૦.૮૦, લાર્સન રૃા. ૧૨.૭૦ ઘટીને રૃા. ૧૫૬૧.૮૦, ટીસીએસ રૃા. ૮.૩૦ ઘટીને રૃા. ૧૨૮૬.૩૫ રહ્યા હતાં.
સ્ટેટ બેંક, એક્સીસ બેંક, સિન્ડિકેટ બેંકમાં આકર્ષણ ઃ સેન્ટ્રલ બેંક, એચડીએફસી શેરો ઘટયા
બેંકિંગ શેરોમાં પણ ફરી ફ્રન્ટલાઇન શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. બેંકિંગ ક્ષેત્રે કેન્દ્ર સરકાર સુધારા લાવવાની તૈયારીમાં હોવાના અને નવા બેંક લાઇસન્સો ઇસ્યુ થવાની અટકળો હતી. બેંક શેરોમાં એક્સીસ બેંક ગઇકાલે ઇન્ડોનેશીયાના અહેવાલે ઘટી આવ્યા બાદ રૃા. ૨૨.૪૦ વધીને રૃા. ૧૧૨૫.૦૫, સિન્ડિકેટ બેંક રૃા. ૩.૩૫ વધીને રૃા. ૧૦૬.૬૫, સેન્ટ્રલ બેંક રૃા. ૧.૧૦ વધીને રૃા. ૭૭.૪૫, સ્ટેટ બેંક રૃા. ૩૧ વધીને રૃા. ૨૨૨૮.૨૦ રહ્યા હતા. જ્યારે ઇન્ડિયન બેંક રૃા. ૪.૮૦ ઘટીને રૃા. ૧૮૮ એચડીએફસી બેંક રૃા. ૬.૩૫ ઘટીને રૃા. ૬૩૦.૨૫ રહ્યા હતાં.
ફાર્મા-હેલ્થકૅર શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ ઃ ઇપ્કા લેબ., અપોલો, સિપ્લા, ઓરોબિન્દોમાં તેજી
ફાર્મા- હેલ્થકેર શેરોમાં પણ વિદેશી ફંડોએ સુરક્ષીત રોકાણ વિકલ્પે લેવાલી વધારતા ઇપ્કા લેબ. રૃા. ૨૨.૭૫ ઉછળીને રૃા. ૪૫૯.૮૦, વોખાર્ટ રૃા. ૩૮.૬૦ વધીને રૃા. ૧૨૫૮.૫૦, સિપ્લા રૃા. ૯.૬૫ વધીને રૃા. ૩૭૨.૬૦, અપોલો હોસ્પિટલ રૃા. ૧૪.૭૫ વધીને રૃા. ૭૧૫.૩૫, ઓરોબિન્દો ફાર્મા રૃા. ૨.૪૫ વધીને રૃા. ૧૪૦.૪૦, સ્ટ્રાઈડ આર્કોલેબ. રૃા.૧૧.૯૦ વધીને રૃા.૮૯૨.૪૦, કેડિલા હેલ્થકેર રૃા.૧૧.૨૦ વધીને રૃા.૮૪૪.૭૦, રેનબેક્સી લેબ. રૃા.૫.૭૦ વધીને રૃા.૫૩૬.૩૫, ગ્લેન માર્ક ફાર્મા રૃા.૨.૮૫ વધીને રૃા.૪૧૯.૧૫, ગ્લેક્સો ફાર્મા રૃા.૭.૩૦ વધીને રૃા.૨૦૦૦.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્ષ ૪૧.૭૭ પોઈન્ટ વધીને ૭૪૨૦.૪૧ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં વિદેશી ફંડોની લેવાલી વધી ઃ આઈટીસી, કોલગેટ, ટાટા ગ્લોબલ વધ્યા
એફએમસીજી શેરોમાં સતત જળવાયેલા લેવાલીના આર્કષણે આઈટીસી રૃા.૨.૭૦ વધીને રૃા.૨૬૩.૨૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃા.૫૨૭.૭૫, કોલગેટ પામોલીવ રૃા.૩૩.૪૦ વધીને રૃા.૧૨૦૦.૪૦, ટાટા ગ્લોબલ બીવરેજીસ રૃા.૧.૮૫ વધીને રૃા.૧૩૦.૫૫, જ્યુબીલન્ટ ફૂડ રૃા.૧૫.૯૦ વધીને રૃા.૧૩૧૪.૫૦, યુનાઈટેડ સ્પિરીટ રૃા.૯.૮૫ વધીને રૃા.૧૧૫૭.૫૫ રહ્યા હતા.
વોલ્ટાસ, ક્યુમિન્સ ઈન્ડિયા, એચડીઆઈએલ, પેન્ટાલૂન રીટેલ, આઈઆરબી ઈન્ફ્રા.માં ધૂમ લેવાલી થઈ
'એ' ગુ્રપના વધનાર પ્રમુખ અન્ય શેરોમાં વોલ્ટાસ રૃા.૭.૬૦ ઉછળીને રૃા.૧૩૪.૬૫, એચડીઆઈએલ રૃા.૪.૧૫ વધીને રૃા.૯૭.૫૦, ક્યુમિન્સ ઈન્ડિયા રૃા.૨૧.૨૦ ઉછળીને રૃા.૫૦૩.૪૦, ગુજરાત ગેસ રૃા.૧૨.૮૦ વધીને રૃા.૩૦૯.૮૦, પેન્ટાલૂન રીટેલ રૃા.૮.૩૫ વધીને રૃા.૨૧૪.૯૫, આઈઆરબી ઈન્ફ્રા. રૃા.૬.૦૫ વધીને રૃા.૧૫૭.૯૦, મેરિકો રૃા.૬.૬૫ વધીને રૃા.૨૦૧.૭૫, જૈન ઈરીગેશન રૃા.૨ વધીને રૃા.૭૦.૭૦, રિલાયન્સ કેપિટલ રૃા.૧૦.૮૦ વધીને રૃા.૪૨૧.૦૫, ક્રિસિલ રૃા.૧૯.૯૫ વધીને રૃા.૯૩૯.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્શિયલ રૃા.૨૦ વધીને રૃા.૮૮૭, અદાણી પોર્ટ્સ રૃા.૨.૬૦ વધીને રૃા.૧૨૨.૯૦, ઈમામી રૃા.૧૩.૯૦ વધીને રૃા.૪૯૫.૫૦ રહ્યા હતા.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ નિફટી સપોર્ટ ૫૫૮૫ ઃ સ્ટર્લિંગ હોલીડે રૃા.૭૮ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ હજુ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. ટેકનીક્લી, નિફટી સ્પોટ ૫૫૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. ટેકનીક્લી સ્ટોક સ્પેસિફિક સ્ટર્લિંગ હોલીડે રીસોર્ટમાં રૃા.૭૮ ક્લોઝિંગ સ્ટોપલોસ ધ્યાન તેજી બતાવાઈ રહ્યું છે. શેર આજે રૃા.૬.૨૦ વધીને રૃા.૮૬.૧૫ રહ્યો હતો.
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજી ઃ ૨૫૬ શેરોમાં ઓનલી બાયર ઃ ૧૪૪૬ શેરો પોઝિટીવ
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોના જળવાયેલા લેવાલીના આર્કષણે આજે પણ ૨૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૧ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૪૬ અને ઘટનારની ૧૪૪૬ રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved