Last Update : 27-September-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૦૯-૨૦૧૨, ગુરૂવાર
નિજ ભાદરવા સુદ બારસ - પ્રદોષ, પંચક
‘ગુજરાત સમાચાર’ના ભિષ્મપીતા ધર્માનુરાગી
સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની સાતમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૮ મિ. (સૂ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ધનિષ્ઠા બપોરના ૧૨ ક. ૧૧ મિ. સુધી પછી શતભિષી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ૠતુ.
માસ-તિથિ-વાર ઃ- નિજ ભાદરવા સુદ બારસ ને ગુરૂવાર.
- આજે પંચક છે. પ્રદોષ વ્રત છે. - હવામાન, બજારોમાં ફેરફારી. - નડીયાદ, અનિરૂઘ્ધ લાલજીનો ઉત્સવ. - મુંબઈ, ગોકુળનાથજીનો ઉત્સવ.
‘ગુજરાત સમાચાર’ના ભિષ્મપીતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની સાતમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીર્બહ્‌સ્ત માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શેરોના, સોના-ચાંદીના કામકાજમાં, નોકરી-ધંધામાં ઘ્યાન આપી શકો. પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. ધંધો આવક થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતાના કારણે શ્રમ થાક અનુભવો. જમવાના સમયમાં, અન્ય કામમાં સમય જળવાય નહીં.

 

મિથુન ઃ આપના આડોશ પાડોશના ધાર્મિક વ્યવહારિક સામાજીક કામ અંગે ચર્ચા વિચારણા થાય. ખર્ચ થાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં પ્રતિકુળતા- મુશ્કેલી અનુભવો. શારિરીક માનસિક આર્થિક ચંિતા તકલીફમાં દિવસ પસાર થાય.

 

સંિહ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાનું સંતાનનું, પત્નીનું કામ થાય, ધંધો આવક થાય. રાહત રહે.

 

કન્યા ઃ કામની વ્યસ્તતમાં રહો પરંતુ શ્રમ થાક અનુભવો. આનંદ-ઉત્સાહ જણાય નહીં. ધાર્યું કામ ન થવાથી ચંિતા રહે.

 

તુલા ઃ રૂકાવટવાળા કામમાં તમે ઘ્યાન આપી શકો. શેરોના, સોના-ચાંદીના, અનાજ કરિયાણાના ધંધામાં સાનુકુળતા રહે.

 

વૃશ્ચિક ઃ યાત્રા-પ્રવાસ- મુલાકાતમાં, નોકરી-ધંધામાં તમારા સગા સંબંધી મિત્રવર્ગના કારણે પરિવારના કારણે ચંિતા રુકાવટ અનુભવો.

 

ધન ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનુ થાય. ધર્મકાર્ય થાય. આકસ્મિક કોઇ કામ આવી જાય, બહાર જવું પડે.

 

મકર ઃ હૃદય-મનની પ્રસન્નતા તમારા તેમજ અન્યના કામમાં અનુભવો. ધર્મકાર્યથી ખર્ચ થાય. નોકરી-ધંધાનું કામ થઇ શકે.

 

કુંભ ઃ વિચારોની દ્વિઘા- નકારાત્મકતાના કારણે, જીદ-મુમત અહમના કારણે નોકરી-ધંધામાં સાંસારીક પ્રશ્નમાં ચંિતા રહે.

 

મીન ઃ વાણીમાં મીઠાસ, વ્યવહારમાં નમ્રતા રાખવી. શેરોની, સોના ચાંદીની લે વેચમાં જોખમ ઉતાવળ કરવી નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૭-૦૯-૨૦૧૨, ગુરૂવાર

આજની તારીખે શરૂ થતું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા અવરોધના માર્ગો એક પછી એક દૂર થતા જાય. તમારી હવે પછીની ભાવિ કારકિર્દીનો માર્ગ મોકળો થાય. જીવન ઘડતર, યશ-પદ-ધનની પ્રાપ્તિ, સુખ સંપત્તિની અનુભૂતિ અનુભવતા જાવ. વિશેષમાં - * વર્ષનો પ્રારંભ કઠિન રહે. સાંસારીક પ્રશ્ને, સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા મુશ્કેલી રહે.

 

 

* નોકરી-ધંધામાં તમારી મહેનત પ્રમાણેનું ફળ પ્રાપ્ત કરવા માટે વર્ષના ઉત્તરાર્ધ સુધી પ્રતિક્ષા કરવી પડે.

 

 

* વર્ષાંતે સંતાન માટે ખર્ચ થાય. સંતાનને વિદ્યાભ્યાસ માટે સ્થળ-સ્થાનની ફેરફારી થાય.

 

 

* સ્ત્રીવર્ગને વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ માતૃપક્ષ પિતૃપક્ષની સાસરી પક્ષની ચંિતા હળવી થતી જાય. શાંત, પ્રગતિ, આનંદની શરૂઆત થાય.

 

 

* વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગમાં સમયનો વ્યય થવાથી પરીક્ષાના પરિણામને અસર પહોંચે. મહેનત વધારે કરવી પડે.

 

સુપ્રભાતમ્

રાજસેવક ઝેર રાખતો હોય (ઝેરીલો હોય) દાંત હાલતો હોય અને મંત્રી દુષ્ટ હોય તો તેને મૂળથી જ ઉખેડી નાખવાથી સુખ થાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનની પત્ની લીલી પોલીસમાં ફરિયાદ કરવા ગઈ કે, એના પતિ ગુમ થઈ ગયા છે. પોલીસ લલ્લુએ એના પતિનો ફોટો માંગ્યો. લીલીએ ફોટો આપ્યો એટલે પોલીસ લલ્લુએ પૂછ્‌યું કે, ‘આ ફોટાની જાહેરખબર સાથે કંઈ લખાણ લખવું છે?’
‘હા’ લીલી બોલી.
‘શું?’ પોલીસે કહ્યું, ‘બોલો!’
‘લખો કે,’ લીલી બોલી, ‘મારી મમ્મી પાછી એના ઘરે ગઈ છે. હવે ક્યારેય પણ નહીં આવે. પાછા આવતા રહો.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved