Last Update : 26-September-2012, Wednesday

 

ઝૂલાનો ખેલ

 

સરકસની જેમ રાજકારણમાં પણ એની બિલકુલ નવાઇ નથી, બલ્કે તે અભિન્ન અંગ છે. દર્શકો દરેક વખતે ઝૂલાનો ખેલ જોઇને એ પહેલી વાર જોતા હોય એવો ભાવ વ્યક્ત કરે છે. તેમાં ઝૂલાના ખેલાડીઓની કમાલ નહીં, દર્શકોની ટૂંકી યાદદાસ્ત કારણભૂત અને તેમનો મનોરંજન-પ્રેમ કારણભૂત હોય છે.
ગયા સપ્તાહે વધુ એક વાર, કેન્દ્રીય રાજકારણમાં ઝૂલાના દાવ થયા. મમતા બેનરજી સરકારમાં જોડાયાં ત્યારથી જ એ યુપીએ સરકારના પગ ગમે ત્યારે છોડીને જાળીમાં ઝંપલાવવા માટે ઉત્સુક લાગતાં હતાં, પણ પછી એ તેમનો સ્થાયી ભાવ બની ગયો. દર્શકોએ માન્યું કે તેમની પકડ જ એવી છે- જાણે હમણાં છોડી દેશે એવું લાગે. પણ આખરે મમતા બેનરજીએ સરકારનો ઝૂલો છોડીને જાળીમાં ઝંપલાવ્યું. નીચે જાળી છે કે નહીં એ વિશે જો કે મતભેદ છે. કારણ કે અત્યારે મમતા બેનરજીને સરકાર છોડવાનો કશો ફાયદો નથી, સરકારને મમતા બેનરજીના જવાથી કશું નુકસાન નથી, બલ્કે ફાયદો થવાની શક્યતા છે. ઉલટું, મમતા બેનરજીને પશ્ચિમ બંગાળમાં સતત ઓસરી રહેલી પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો કેન્દ્ર સરકારની તોતિંગ આર્થિક સહાય વિના એ શક્ય બનવાનું નથી. (તેમનાં લક્ષણ જોતાં, એ પછી પણ તે કેટલું શક્ય બને તે જુદો પ્રશ્ન છે.)
ઝુલાના અસલી અને પાકા ખેલાડી મુલાયમસિંઘ છે. યુપીએ સરકારની પહેલી મુદતથી અત્યાર સુધીમાં તે એટલી બધી વાર એક ઝુલા પરથી બીજા ઝુલા પર ને બીજાથી ત્રીજા પર ગતિ કરતા રહ્યા છે કે જોનારા હજુ પણ તેમની 'સ્ફુર્તિ'થી દંગ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના ભવ્ય વિજય પછી મુલાયમસિંઘના બળમાં અનેક ગણો વધારો થયો છે. યુપીએ સરકારનો સૂરજ ઉગ્યો ત્યારે મુલાયમસિંઘ અમરસિંઘના ટેકે ચાલનારા હતા. અમરસિંઘ સમાજવાદી પક્ષનો ચહેરો હતા અને કોંગ્રેસ સાથે વાટાઘાટોમાં પણ અમરસિંઘ આગળ રહેતા. સોનિયા ગાંધીની પાર્ટીમાં બન્નેની સાથે જ ઉપેક્ષા થઇ હતી અને અમેરિકા સાથે પરમાણુસંધિના મુદ્દે ડાબેરીઓ સરકારમાંથી ખસી ગયા, ત્યારે આ જ જોડીએ જૂનું અપમાન ગળીને, નવી તક ઝડપી લીધી હતી.
ત્યાર પછી ગોમતીમાં ઘણાં પાણી વહી ગયાં. અમરસિંઘ ફક્ત સમાજવાદી પક્ષના જ નહીં, દેશના વહીવટી તંત્રના પ્રમુખ ફિક્સર મટીને, તેજવર્તુળની બહાર ફેંકાઇ ગયા.
સમાજવાદી પક્ષમાંથી અમરસિંઘની વિદાય, તેમના ગોઠિયા જેવા અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચનનું જાહેર સમારંભોમાં મુલાયમસિંઘ સાથે દેખાતા બંધ થવું - આ બધા પછી એવું લાગતું હતું કે સમાજવાદી પક્ષને કદાચ કળ નહીં વળે. એક સમયે રાજ બબ્બર હતા એટલી હદે અમરસિંઘ સમાજવાદી પક્ષનો ચહેરો બન્યા હતા. એટલે તેમની વિદાય પછી પક્ષને ચહેરાનો પ્રશ્ન નડે એવું પણ લાગતું હતું. પરંતુ ઝૂલાના સાચા કલાકારની જેમ મુલાયમસિંઘને ઊંડે ખાતરી હશે કે એક વાર ઝૂલા પર લટકી ગયા પછી, જાળીમાં પડવાનો વિચાર કરવો નહીં. જાળીમાંથી પાછું ઝૂલા પર આવી શકાય તો ખરું, પણ વધારે મહેનત પડે. એને બદલે એક ઝૂલા પરથી બીજા ઝૂલા પર ફરતા રહીએ તો, ઇચ્છિત ઝૂલા પર પહોંચી જવાની શક્યતાઓ વધારે રહે.
મમતા બેનરજી આ સચ્ચાઇ સમજી શક્યાં નહીં. તે એ પણ ન સમજ્યાં કે મુલાયમસિંઘ પોતે કોઇ એક ઝૂલો પકડીને બેસી રહે એવા નથી. એટલે તેમના પગે લટકાવામાં ગમે ત્યારે પડવાનું જોખમ રહે. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે એક તબક્કે મુલાયમસિંઘ અને મમતા બેનરજીએ કોંગ્રેસની સામે ફેણ માંડી અને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી દીધી. પણ જે રીતે મુલાયમસિંઘે અચાનક પલટી મારી, તેનાથી દીદી સ્તબ્ધ થઇ ગયાં. તેમના બૂમબરાડા અને જોરશોરથી વિરોધના રાજકારણમાં આ પ્રકારનો સમાવેશ થતો ન હતો. ફરી એક વાર ભાવવધારાના અને એફડીઆઇના મુદ્દે વિરોધ પક્ષોને મુલાયમસિંઘની ક્ષમતાનો પરચો મળ્યો.
પહેલાં કેન્દ્ર સરકારનો વિરોધ કરવાની વાત કર્યા પછી, મુલાયમસિંઘે નિર્ણય ફેરવી નાખ્યો અને કેન્દ્રની સાથે ઊભા રહેવાનું જાહેર કર્યું. 'ઉતાવળા સો બહાવરા'ની કહેણી ભૂલી ગયેલા વિપક્ષો સમજતા નથી કે ૨૦૧૪ હજુ બહુ દૂર છે અને મુલાયમસિંઘ આખરે મુલાયમસિંઘ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved