Last Update : 26-September-2012, Wednesday

 

મૂળ સંશોધન કરનારને ડીંગો મળે છે
આઈટી ક્ષેત્રે કોપીરાઈટનો જંગ અંતે ઈગો-વૉરમાં પરિણમે છે...

 

- મહત્વના આઈડિયાને લોકો બેશરમ બની ચોરે છે ઃ વિવાદો વધી રહ્યા છે

 

કોઈ વસ્તુની કે ડિઝાઈનની કોપી કરવા બાબતનો વિવાદ ચરમસીમાએ છે. ઍપલ અને સેમસંગ વચ્ચેની ફાઈટ લાંબો સમય ચાલી હતી જેમાં સેમસંગની પીછેહઠ થઈ હતી.
અહીં માત્ર એપલ અને સેમસંગ વચ્ચે કોપીરાઈટનો ઝઘડો છે એવું નથી. ઈન્ફોર્મેશન ટેકનોલોજી, અને ઈન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલી અનેક કંપનીઓ સામસામે કોપીરાઈટ અંગે શિંગડા ભરાવી રહી છે. કોપી કરવી અને તેનો સમાજહીતમાં ઉપયોગ થતો હોય તેમાં ખોટું શું છે એવું માનતો મોટો વર્ગ છે. પરંતુ કોપીરાઈટની લડાઈ લડતાં-લડતાં ઈગો-વૉર પર પણ આવી જતી અનેક કંપનીઓ છે.
ઍપલના સ્ટીલ જોબ્સે ખુબ સુંદર કહ્યું છે કે
''Good artist copy, Great artists steal. And we have always been Shamless about stealing great ideas...''
અર્થાત્ સારા આર્ટીસ્ટ કોપી કરે છે, મોટા આર્ટીસ્ટ આઈડિયા ચોરી લે છે... સારા આઈડિયા ચોરી લેવામાં આપણે હંમેશા બેશરમ હોઈએ છીએ...
સ્ટીવ જોબ્સે તેમની હયાતીમાં આ કહ્યું હતું. ત્યારે એપલ અને સેમસંગ વચ્ચે સામસામી વૉર ચાલતી હતી. સ્ટીવ જોબ્સે માત્ર સેમસંગને ઉલ્લેખ કરીને આવું કહ્યું હશે તેમ માનવાની જરૃર નથી. કેમકે આઈટી અને ઈન્ટરનેટ ક્ષેત્રે કોપી રાઈટના અનેક વિવાદો ચાલે છે.
આવા વિવાદો સાચા-ખોટા હોઈ શકે છે કેમકે જે પોતાનો આઈડિયા ચોર્યાનો આક્ષેપ કરે છે તેણે પોતે ક્યાંક બીજેથી આઈડિયા ચોર્યા હોય છે. અખબારો સામે પણ અને લેખકો સામે પણ ઉઠાંતરીના આક્ષેપો થાય છે પરંતુ દરેકના વિવિધ સોર્સ હોય છે અને લેખનશૈલી પણ અલગ પ્રકારની હોય છે.
ઍપલ અને સેમસંગ વચ્ચેની લડાઈમાં જ્યુરીએ સેમસંગને ૧.૫ અબજ ડોલરની નુકશાની ચૂકવવાનો આદેશ આપ્યો છે.
હજુ તો આ બંને કંપનીઓ વચ્ચે વિશ્વભરમાં કોપીરાઈટના ૫૦ જેટલા કેસો ચાલે છે.
ભારતની ઘણી કંપનીઓ પણ વિશ્વની મોટી કંપનીઓને પડકારે છે પરંતુ આ લડાઈ લાંબાગાળાની હોય છે અને ખર્ચાળ હોઈ ઘણાં તેને અધવચથી માંડી વાળે છે.
ભારતની કંપનીઓ પણ વિશ્વની ટોચની આઈટી કપનીઓ સામે પડે છે પરંતુ અંતે થાકી જાય છે. લેખન, ગ્રાફીક પ્રોપર્ટીઝ, વાઈફાઈ સ્ટાન્ડર્સ, ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટના એડીટીંગ, ફોનમાં 2G-3G, સ્લાઈડ ટુ અનલોક, બાઉન્સ બેક સ્ક્રોલીંગ, વાયરલેસ ટેકનોલોજી જેવા અનેક મુદ્દે મોટી કંપનીઓએ સામસામા દાવા કર્યા છે.
એમેઝોને માઈક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે તો માઈક્રોસોફ્ટે બેરેન્સ એન્ડ નોબલ્સ સામે કેસ કર્યો છે. સૌથી વધુ વપરાતા ગુગલ સર્ચ એન્જીન સામે ઓરેકલ, ઝેડટીઈ અને સોની સહિતની કંપનીઓએ કેસ કર્યો છે. મોટરોલા અને માઈક્રોસોફ્ટ વચ્ચે ફાઈટ છે. એલજી અને કોડક લડે છે.
તો કોડક અને સેમસંગ લડી રહ્યા છે. ક્વૉલકોમ, ફોક્સકોન, એરીક્સન ઈન્વેન્ટીક, હુઆવી, રીમ જેવી કંપનીઓ પોતપોતાના કોપીરાઈટ અંગે લડી રહ્યા છે. પોતાના કોપી રાઈટનો ભંગ થવા બદલ તે જંગી વળતર માગે છે.
હવે તો ગુજરાતની એન્જીન્યરીંગ કોલેજોમાં નવા સંશોધનો કોપીરાઈટ કરાવવાની વિશેષ સમજ આપવામાં આવે છે. જેનાથી સંશોધન કરનારનો હક ઉભો થઈ શકે.લખાણ કે આર્ટીકલની કોપીના બદલે ડિઝાઈન અને ટેકનોલોજીની કોપી વધુ વિવાદ સર્જે છે.
જ્યારથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નવા સંશોધનો થવા લાગ્યા અને બજારમાં ઈન્ટરનેટ તેમજ મોબાઈલ ટેકનોલોજી આવવા લાગી ત્યારથી સંશોધનો પર દાવો શરૃ થઈ ગયો હતો. લગભગ દરેક મોટી કંપનીઓ સામે આવા દાવા-પ્રતિદાવા થયા છે.
જ્યારે પણ કોઈ નવું સંશોધન થાય છે કે પ્રોડક્ટ ડિઝાઈન નવી બને છે ત્યારે સૌપ્રથમ ચીન તેના પર તરાપ મારે છે.
ચીનના મેન્યુફેક્ચરો આવી જ ડુપ્લીકેટ આઈટમ તૈયાર કરીને તેને સસ્તા ભાવે બજારમાં મુકે છે. મેઈડ ઈન ચાયનાના લેબલ સાથે વેચાતી આવી આઈટમોમાં વેપારીઓને વધુ વળતર મળતું હોવાથી તે ઓરીજીનલ આઈટમના બદલે મેઈડઈન ચાઈના જ ગ્રાહકને પધરાવે છે.
આવા ઘણા લોકો છે કે જે પોતાના મૂળ સંશોધનની સામે મોટી કંપનીઓ દ્વારા મોડીફાઈડ કરેલી પ્રોડક્ટથી લાખો રૃપિયાની થતી ઉપજને જોયા કરે છે. આમ મૂળ સંશોધન કરનારને ડીંગો મળે છે જ્યારે તેને મોડીફાઈડ કરીને માર્કેટીંગ કરનારને લાખ્ખોની કમાણી થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 

 

 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved