Last Update : 26-September-2012, Wednesday

 
ડાબેરીઓએ જ્યાં એકધારી ૩૦ વર્ષ સત્તા ભોગવી ત્યાં મુખ્યપ્રધાન બનવા છતાં બીજા એક મુખ્યપ્રધાન કરે છે એમ ડેંડાટ કે તાયફા કે નાટકીયાપણું નથી કરતા, પગમાં સ્લીપર પહેરે છે અને ખાદીની બે-ત્રણ જોડ સાડી રાખે છે. બિહારના મુખ્યપ્રધાન તો નક્સલી હંિસાની વચ્ચે રહે છે પણ બીજા એક મુખ્યપ્રધાનની જેમ કમાન્ડો વચ્ચે નથી ફરતા કે એમની જેમ એનકાઉન્ટરો નથી કરાવતા.
- સાહસ, સાદગી અને સંઘર્ષની મૂર્તિ મમતા બેનરજી
- કોંગ્રેસ સાથે હોય કે ભાજપ સાથે હોય પણ એ કામ તો વિરોધપક્ષનું જ કરે છે.
- મનમોહન સરકારને ભીંસમાં લેનાર મમતા શું છે... એ જાણો!

૪૦ વર્ષ જૂનો સંબંધ મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે છે.
૭૦ના દસકામાં તેઓ સ્કુલમાં ભણતા હતા ત્યારથી રાજકરણ સાથે એમને સંબંધ. તેઓ કોલેજમાં દાખલ થયા કે તરત એ કોંગ્રેસ તરફ વળ્યા. (ત્યારે ચારે બાજુ કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ભાજપનું નામોનિશાન નહોતું. હા, ભાજપનો જન્મદાતા રા.સ્વ. સંઘ બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, દિલ્લી, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ વગેરે દરેક રાજ્યમાં કૂદકે ભૂસકે વધી રહ્યો હતો. પણ એ રાજકારણથી દૂર હતો.એ માટે ભાજપને એણે ઊભો કર્યો. બીજા પક્ષોમાં ડાબેરીઓ હતા, સમાજવાદી હતા... બસ)
મમતાએ યુવા કોંગ્રેસના કાર્યકર અને નેતાના રૂપે પોતાની અલગ ઓળખ ઊભી કરી. અને જલદી બંગાળ પ્રદેશ કોંગ્રેસ મહિલા કોંગ્રેસના મહામંત્રી થઈ ગયા. એ હોદ્દા ઉપર એ ૧૯૭૬થી ૧૯૮૦ સુધી રહ્યા. ત્યારે બંગાળ કોંગ્રેસના એક નેતા એ બી એ ગની ખાન હતા. એમણે મમતાની શક્તિ ઓળખી અને એમને આગળ કરતા રહ્યા.
૭૦ના દસકાના ઉત્તરાર્ધમાં બંગાળના રાજકારણમાં મોટા ફેરફાર થવા લાગ્યા. એટલે કે ૧૯૭૭માં ત્યાં જ્યોતિ બસુના નેતૃત્વ નીચે ડાબેરીઓની સરકાર બની. મમતાએ ત્યારે બે મોરચા ઉપર કામકાજ શરૂ કર્યું. (૧) ડાબેરી મોરચાની સરકારનો વિરોધ કરવો અને (૨) કોંગ્રેસના થઈ પડેલા નેતાઓનો વિરોધ કરવો.
બંગાળના કોંગ્રેસના નેતાઓ બંગાળમાં ઓછો સમય પણ દિલ્લીમાં વઘુ સમય વીતાવતા હતા. એટલે દિલ્લીમાં બેઠા બેઠા બંગાળના રાજકારણમાં રમત રમતા હતા. એ સ્થિતિ બદલવા માટે મમતાએ એ વખતે સડકો ઉપર આજની જેમ જ સંઘર્ષ કર્યો હતો. પરિણામે ટૂંકા ગાળાના રાજકીય જીવનમાં એમને બંગાળની જનતા ઓળખવા લાગી.
ઈંદિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં ચૂંટણીઓ થઈ એમાં એમને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી. તેઓ ડાબેરીઓના પ્રતિષ્ઠિત નેતા સોમનાથ ચેટરજી સામે ઊભા રહ્યા અને એમને એ જમાનામાં હરાવીને ઇતિહાસ રચ્યો. કોઈને કલ્પના પણ નહિ કે ત્રીસ વર્ષ કરતાં ઓછી ઉંમરની તથા સાધારણ સાદી દેખાતી એક છોકરી ડાબેરીઓનાં પ્રચંડ નેતાને હરાવી દેશે. ત્યારે લોકસભામાં ચૂંટાનાર સૌથી નાની વયની એ સભ્ય હતી.
સંઘર્ષ કરવાની અને સંઘર્ષથી જ જીવવાની એમની ગજબની ક્ષમતા જોઈને રાજીવ ગાંધીએ એમને અખિલ ભારતીય યુવક કોંગ્રેસની જનરલ સેક્રેટરી બનાવી. એ પછી ૧૯૮૯માં કોંગ્રેસ વિરોધી હવામાં એ લોકસભાની ચૂંટણી હારી ગઈ. તો પણ ડાબેરીઓની બંગાળ સરકાર વિરુદ્ધ એમનો સંઘર્ષ ચાલુ હતો. પરંતુ ૧૯૯૧માં ફરી એ ચૂંટાયા અને લોકસભા પહોંચ્યા. એ પછી ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં તેઓ ચૂંટાતા રહ્યા.
૧૯૯૧માં નરસંિહરાવની સરકારે એમને માનવ સંસાધન, ખેલ અને યુવાન વર્ગની બાબત, મહિલા અને બાળ વિકાસ જેવા મંત્રાલયોનાં પ્રધાન બનાવ્યા.
એ પછી થોડાંક જ દિવસોમાં એમણે સરકારમાં રહીને જ સ્વભાવ મુજબ સરકારનો વિરોધ શરૂ કરી દીધો. એમાં એમણે પ્રધાન તરીકે રાજીનામું આપવાની ધમકી પણ આપેલી. એમણે ખેલો અને રમતગમતની નીતિમાં ફેરફાર સુધારાવધારા કરવા માટે સરકાર સમક્ષ રિપોર્ટ આપેલો. પરંતુ કેન્દ્ર સરકારે એની ઉપર ઘ્યાન ન આપતા એમણે પ્રધાન તરીકે રાજીનામુ આપવા સાથે વિરોધમાં કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન ઉપર મોટી રેલીનું આયોજન પણ કર્યું. રેલીમાં એમણે કેન્દ્ર સરકારની નીતિઓનો જોરદાર વિરોધ કર્યો. કેન્દ્ર સરકાર માટે એ અસહ્ય હતું.
છેવટે ૧૯૯૩માં એમને પ્રધાન તરીકે દૂર કરવામાં આવ્યા. તો પણ એમણે સરકારનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું. એપ્રિલ ૧૯૯૬ની ચૂંટણી વખતે એમણે, બંગાળ કોંગ્રેસના નેતાઓ ‘ડાબેરીઓના રમકડાં’ હોવાનો આક્ષેપ કર્યો અને એમણે દાવો કર્યો કે ડાબેરીઓની સરકાર સામે લડનાર એ એકલા જ છે અને તેઓ સ્વચ્છ કોંગ્રેસ ઇચ્છે છે.
કોંગ્રેસ મોવડી મંડળ બંગાળના આવા નેતાઓ વિરુદ્ધ કશા પગલાં નથી લેતું. એ મુદ્દા ઉપર મમતાએ કોલકાતાની એક રેલીમાં ગળામાં ફંદો નાંખીને જીવ આપી દેવાની ધમકી પણ આપેલી.
એ વખતે કોંગ્રેસે એમને ટિકિટ આપી અને ચૂંટણી જીતીને એ લોકસભા પહોંચ્યા. એ ૧૯૯૬નું વર્ષ હતું. પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધારા વિરુદ્ધમાં એ લોકસભામાં અઘ્યક્ષ સામે પલાંઠી વાળીને બેસી ગયા. એ વખતે કેન્દ્રમાં દેવગૌડાના વડાપ્રધાન પદવાળી કોંગ્રેસના ટેકાવાળી સરકાર હતી. એ જ સત્રમાં એમણે સમાજવાદી નેતા અમરસંિહનો કોલર પણ પકડેલો. એ જ રીતે ૧૯૯૭માં લોકસભામાં રેલવે બજેટ રજૂ કર્યું એમાં બંગાળની ઉપેક્ષા કરવા બદલ ત્યારના રેલવેપ્રધાન રામવિલાસ પાસવાન ઉપર પોતાની શાલ ફેંકી હતી. એમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની પણ ત્યારે જાહેરાત કરેલી. પરંતુ લોકસભાના અઘ્યક્ષ પી. એ. સંગમાએ એનો સ્વીકાર નહીં કરેલો. છેવટે એમણે રાજીનામું પાછું ખેંચી લીઘું.
દરમ્યાનમાં ૧૯૯૭માં મમતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાના અલગ પક્ષ તૃણમુલ કોંગ્રેસની સ્થાપના કરી. પરંતુ એમનો જૂનો સ્વભાવ ન ગયો તે નજ ગયો. દા.ત. ૧૯૯૮ના ડિસેમ્બરની ૧૧ તારીખે મહિલા અનામત ખરડાનો વિરોધ કરનાર સમાજવાદી પક્ષના સાંસદ દારોગા પ્રસાદનો કોલર પકડીને લોકસભાના અઘ્યક્ષની બેઠક સામે ધક્કો મારેલો.
એ પછી તૃણમુલ કોંગ્રેસ બંગાળનો મુખ્ય વિરોધપક્ષ બની ગયો. બીજી બાજુ કેન્દ્રમાં ભાજપની સરકાર તૃણમુલ જેવા ૨૪-૨૫ પક્ષોના ટેકાથી બની. એમાં પણ મમતાને કેબીનેટ પ્રધાન બનાવેલા પરંતુ ત્યાં પણ આવી રીતે ગરમ થઈને છૂટા થઈ ગયેલા.
બંગાળમાંની ડાબેરીઓની સરકારને દૂર કરવા તેઓ એકલા હાથે લડી રહ્યા હતા. છેવટે પંદર વર્ષ પછી એમાં એમને મોટી સફળતા મળી અને ૩૪ વર્ષથી બંગાળમાં સત્તા ભોગવી રહેલી ડાબેરીઓની સરકારને ઘર ભેગી કરી દીધી. તેમજ બંગાળમાં પ્રભુત્વ ધરાવનાર કોંગ્રેસને એમણે તૃણમુલનું પૂછડું બનાવી દીધી. કેન્દ્રમાં આજે કોંગ્રેસને મમતાની જરૂરત છે પણ બંગાળમાં મમતાને કોંગ્રેસની જરૂરત નથી.
‘મા-માટી અને માનુષ’નું સૂત્ર આપીને મમતા બંગાળમાં સત્તા પર આવ્યા પરંતુ સામાન્ય જનતાના હિતમાં સંઘર્ષ કરવાની ક્ષમતામાં આજે જરા પણ કમી નથી આવી એ એમણે મનમોહન સરકાર ડીઝલનો ભાવ વધારો કરે છે તથા પરદેશની કંપનીઓ માટે આપણા દેશના દરવાજા ખુલ્લા નાંખે છે એનો વિરોધ કરવામાં દેખાડી આપ્યું છે. મનમોહન સરકાર આ બન્ને પગલાં ક્યારની ય લેવા માંગતી હતી પરંતુ મમતાના વિરોધના કારણે અટકી પડેલું.
છેવટે મનમોહનસંિહ પોતાની નીતિમાં આગળ વઘ્યા એટલે મમતાને પણ પોતાના વિરોધમાં આગળ વધવા સિવાય છૂટકો નહોતો.
બંગાળની આ ‘દીદી’ હંમેશા કહે છે કે ‘હું એક ફાઈટર છું અને મારા રસ્તેથી હઠવાનું મને પસંદ નથી.’ અસફળતામાંથી પ્રેરણા લઈને આગળ વધવાની મમતાની એ ક્ષમતા કમાલની છે. ‘પોરિબોરતોન’ એટલે કે ફેરફાર, પરિવર્તન (બંગાળના ઉચ્ચારણોમાં ‘ઓ’કારાંત હોય છે. દા.ત. અરવંિદના બદલે ‘ઓરોબિન્દો’ તેઓ બોલે છે.) ના સૂત્ર સાથે મમતાએ ડાબેરી મોરચાને પછાડીને ફેંકી દીધો છે. એમના નજીકના અને એમને ચાહનારાઓના આજે પણ હંમેશા માટે તેઓ ‘દીદી’ છે. આ ‘દીદી’ એમના દુઃખ દર્દોને અનુભવે છે. એ વખતે તેઓ ભવિષ્યની કશી પરવા કર્યા વિના લડવા માટે તૈયાર થઈ જાય છે.
૧૯૮૪માં પહેલીવાર સંસદ સભ્ય બન્યા ત્યારથી ગયા વર્ષે બંગાળના મુખ્યપ્રધાન બન્યા ત્યાં સુધી મમતાના મિજાજમાં કોઈ ફેરફાર નથી થયો એનું કારણ સામાન્ય જનતા પ્રત્યેની એમની લાગણી છે. કોઈનેએ ગમે કે ન ગમે, કોઈકે હઠ કે ત્રાગુ લાગે, તો ભલે લાગે, મમતા એની દરકાર નથી કરતા. એમના મનમાં હંમેશા સામાન્ય માનવી જ વસેલો છે.
નાની ઉંમરમાં પિતાને ગુમાવી ચુકેલી મમતા માને છે કે એની અંદર જે આ માનવીય દ્રષ્ટિકોણ પક્ષો છે એનું કારણ એના પિતા પ્રોમિલેશ્વર બેનરજીના સંસ્કાર છે. માતા ગાયત્રી દેવીનું નિધન હમણાં જ થયું પરંતુ એ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મમતા કોઈ મહત્ત્વના કામે જતા પહેલાં એમના ચરણ વંદના કરવાનું કદી ભૂલતા નહીં.
મમતાની વેશભૂષા સાધારણ છે. એની ટીકા કરનાર ડાબેરી નેતા અનિલ બસુને ડાબેરીઓએ તડકે મૂકી દીધેલો.
સુતરાઉ અથવા ખાદીની સાધારણ બંગાળી ઢબની સાડી, પગમાં હવાઈ ચપ્પલ, અને ખભા પર થેલો... મમતાની આ છબી પચાસ સાઈઠ વર્ષથી રહી છે.
એક વાર દિલ્લીથી કોલકાતા આવતા હવાઈ મથક પર એમની હવાઈ ચપ્પલની પટ્ટી તૂટી ગઈ’તી તો એમણે ચપ્પલ પોતાના હાથમાં લઈને ખુલ્લા પગે ચાલેલા. એ વખતે એમની સાથે દેશના પ્રતિષ્ઠિત મોટા ઉદ્યોગપતિઓ હતા તો પણ!
સાંસદોમાં પણ મમતા અલગ પડી જાય છે. સાંસદોને મળતી ઘણી સગવડોનો મમતા ઉપયોગ નથી કરતી. બીજા સાંસદો મોંઘી કાર વાપરતા હોય છે પણ મમતા એક જૂની કાર દિલ્લીમાં વાપરે છે અને કોલકતામાં કોઈએ ભેટ આપેલી કાર વાપરે છે.
કેટલાક વર્ષો પહેલાં સમાજવાદી પક્ષના નેતા અમરસંિહે કાલીઘાટમાં આવેલા મમતાના સાધારણ ઘરની મુલાકાત લીધેલી ત્યારે એ ડઘાઈ ગયા હતા.
વડાપ્રધાન અટલબિહારી બાજપેયી જ્યારે સાંકડીગલીમાં આવેલા એમના ઘરે જવાના હતા ત્યારે એમના ઘરને અને આજુબાજુના ઘરોને રંગરોગાન કરવા દેવા માટે સમજાવતા મ્યુનિસિપાલિટીનો દમ નીકળી ગયો હતો. ગયા વર્ષે બંગાળના મુખ્યપ્રધાન બનતા એમણે સચિવાલયમાંની ગાદીવાળી ખુરશીઓ, સોફા, ગાલીચા વગેરે બઘુ દૂર કરાવી દીઘું છે.
મમતા બેનરજીના જેઓ આદર્શ છે એ પ્રસિદ્ધ બંગાળી કવિ સુભાષ મુખોપાઘ્યાયે એક વાર મમતા વિષે ભવિષ્ય ભાખેલું કે, ‘‘આ છોકરી ભવિષ્યમાં રાજકારણનો લાંબો રસ્તો પસાર કરશે.’’
મમતાની સાદગી અને પ્રમાણિકતા, સત્ય કથન, વગેરેથી કવિ સુભાષ મુખોપાઘ્યાય ઘણા પ્રભાવિત રહેલા. મમતા કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે અને અત્યારે મુખ્યપ્રધાન બન્યા છે ત્યારે એ જ સાદગી સાથે રહે છે જે લોકોને આકર્ષિત કરે છે. (જ્યારે બીજા એક મુખ્યપ્રધાન? મુખ્યપ્રધાન બન્યા પછી સાદાઈ છોડીને જનતાના રૂપિયે વરણાગીપણું હિટલરશાહી, તાયફાઓ વગેરે કરવામાંથી ઊંચા નથી આવતા!) ભૂતાનના વડાપ્રધાન જિમ્મી ધિનલે, અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન જેવા મમતાની રહેણીકરણી જોઈને દંગ થઈ ગયા હતા.
મોંઘા કપડાં, ઘરેણાં, પ્રસાધનો વગેરે મમતાને કદી આકર્ષિત કરી શક્યા નથી. મમતાની આ સાદગી બંગાળની ફેશન બની ગઈ છે. ગયા વર્ષે દુર્ગાપૂજાના દિવસોમાં બંગાળીઓ નવી ખરીદી કરતા હોય છે ત્યારે મમતાની સાડી જેવી સાડીનું વેચાણ ખૂબ થયું હતું. (અપૂર્ણ)
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved