Last Update : 26-September-2012, Wednesday

 

ગ્રંથભંડારોમાં વિદ્યા ગૂંગળાતી હતી અને વિદ્વાનો માટે તે અતિ દુર્લભ હતી !
ગુજરાત આજે ઝંખે છે ફાર્બસ જેવા ભાષાપ્રેમીને !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ, દેશની પ્રજાનો ચાનો સ્વાદ બદલાઈ ગયો છે.
બાદશાહ ઃ આવું કેમ, બીરબલ ?
બીરબલ ઃ જહાંપનાહ, પહેલા પ્રજા ચા સાથે બિસ્કીટ લેતી હતી, હવે રોજ ચા સાથે એક ગોટાળો પીવો પડે છે.

 

હમારી ભૂખ, પ્યાસ કા સામાન છીન કર વો ખા રહે હૈં
નેકી ઔર ઇમાનકો ભરે બજારમેં બેચે જા રહે હૈં
આદમી હી યહાં આદમી કો બડે ચૈનસે ખા રહા હૈ
રાતદિન બસ અબ વો દેશકો લૂંટે જા રહે હૈં.

 

જમાનાનો રંગ પણ કેવો અબજ હોય છે !
આજે ગુજરાતમાં ગુજરાતીઓ રોજેરોજ ઠંડે કલેજે માતૃભાષા ગુજરાતીને ક્ષીણ થતી જોઈ રહ્યા છે, ત્યારે માનસપટ પર ગુજરાતપ્રેમી ઉમદા અંગ્રેજ અમલદારની યાદ જાગે છે.
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આ અધિકારી પાસે સત્તા હતી, પદ હતું, પ્રતિષ્ઠા હતી, પરંતુ એ બધાથીય વિશેષ એ અંગ્રેજ અમલદારના મનમાં ગુજરાતી ભાષાનો મહિમા કરવાની અદમ્ય ભાવના હતી.
આજથી બરાબર એકસો છાસઠ વર્ષ પહેલાં અંગ્રેજ સનદી અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે આવ્યા. એમનું કામ તો અદાલતી ફેંસલા આપવાનું હતું, પરંતુ એમણે પોતે જે પ્રજાની વચ્ચે આવ્યા, એની સર્વાંગી ઉન્નતિ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો.
એ સમયના અમદાવાદની અને ગુજરાતની હાલત દુર્દશાપૂર્ણ હતી. મૂર્ખ રાજવીઓના છડેચોક ચાલતા જુલમ અને કારભારીના ત્રાસથી પ્રજા ગૂંગળાઈ ગઈ હતી. બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિમાં અન્યાય, અનીતિ, વ્યભિચાર અને બળાત્કાર આદિ દુર્ગુણો સર્વત્ર મહાલી રહ્યા હતા. વિદ્વત્તાને વિદાય મળી હતી અને વહેમનું સામ્રાજ્ય સર્વત્ર વ્યાપ્યું હતું. ગ્રંથો ગ્રંથભંડારોમાં હતા ખરાં, પણ જ્ઞાાનીઓના પઠનને બદલે ઉધઈઓનું ભોજન બની ગયા હતા. એ ગ્રંથોમાં રહેલા જ્ઞાાનની કોઈને કશી જાણ કે ફિકર નહોતી.
આવે સમયે ગુજરાતમાં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસનો પ્રવેશ થયો. આ અંગ્રેજ અધિકારીના દિલમાં માનવતાનો વાસ હતો અને તેથી એણે સત્તાનો રુઆબ બતાવવાને બદલે ગરીબ, અભણ અને વહેમોથી ઘેરાયેલી પ્રજાના ઉત્કર્ષનો વિચાર કર્યો.
ફાર્બસસાહેબને નામે જાણીતા થયેલા આ અધિકારી એ સનદી સેવા માટે ઉચ્ચશિક્ષણ આપતી ઇંગ્લૅન્ડની હેલિબરી સ્કૂલમાં તાલીમ લીધી હતી. આ તાલીમ સમયે વિદ્યાર્થી ફાર્બસને સર વિલિયમ જૉન્સના ગ્રંથો ભેટ મળ્યાં. કાલિદાસના પ્રખ્યાત નાટક 'શાકુંતલ'નો વિલિયમ જોન્સે કરેલો અનુવાદ વાંચીને જર્મન મહાકવિ ગ્યૂથે એટલો બધો આનંદવિભોર બની ગયો કે એ પોતાના મસ્તક પર એ નાટક મૂકીને નાચ્યો હતો ! 'ઋતુસંહાર' અને 'ગીત ગોવિંદ'નો સર વિલિયમ જૉન્સે અનુવાદ કર્યો અને 'એશિયાટિક રિસર્ચિસ' નામના ચાર ગ્રંથો પ્રકાશિત કર્યા હતાં.
સર વિલિયમ જૉન્સના બાળપણમાં પારિતોષિક રૃપે મળેલા ગ્રંથોએ ફાર્બસસાહેબમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ જગાડયો. સંસ્કૃત ભાષા શીખ્યા, ભારતમાં આવતાં સાથે માત્ર બે મહિનામાં હિંદુસ્તાની અને એ પછી મરાઠી ભાષા અને ત્યારબાદ એમણે ગુજરાતી ભાષા શીખવાનો પ્રારંભ કર્યો.
આવા ફાર્બસસાહેબના ગ્રંથાલયમાં વિલિયમ જૉન્સનાં પુસ્તકો માનવંતુ સ્થાન ભોગવતાં હતાં અને જિંદગીભર પોતાને ઇનામરૃપે મળેલાં એ ગ્રંથોને ભારે ગર્વથી બતાવતા હતાં.
સર વિલિયમ જૉન્સ ગ્રંથાલયમાં વિલિયમ જૉન્સનાં પુસ્તકો માનવંતુ સ્થાન ભોગવતાં હતાં અને જિંદગીભર પોતાને ઇનામરૃપે મળેલાં એ ગ્રંથોને ભારે ગર્વથી બતાવતા હતા.
સર વિલિયમ જૉન્સ પ્રાચ્યવિદ્યાવિદ્ હતા, તો એલેક્ઝાંડર ફોર્બ્સ સ્થાપત્યવિદ્ અને ઇતિહાસપ્રેમી હતા. સ્થપિત બનવા માટે ફાર્બસે ઇંગ્લૅન્ડમાં પ્રસિદ્ધ કલાવિદ્ જ્યૉર્જ બાસ્સેવિની પાસેથી સ્થાપત્યનો અભ્યાસ કર્યો હતો અને સ્થાપતિની આંખે એમણે ગુજરાતના કલાજીવન, લોકજીવન અને એના ઇતિહાસનું દર્શન કર્યું અને એને પરિણામે આ પ્રદેશ અને દેશ વિશે એમના હૃદયમાં કલ્યાણભાવના જાગી. મુંબઈ ત્રૈમાસિક વાર્તિક પત્રના દસમા અંકમાં 'હિંદુસ્તાનનું કૌશલ્ય' ધૈંહગૈચહ છબિરૈાીબોિીધ વિશે લખતાં જણાવ્યું, 'ગુજરાતનો મહિમા તેનાં બાંધકામોનાં ખંડિત ચિહ્નથી પોતે જાણ્યો, તે જ રીતે આખા ભારતખંડનો મહિમા તેનાં અલૌકિક કળાકૌશલ્યનાં પ્રાચીન ચિહ્નથી, આખું જગત જાણે, અને તેના મહિમા અને તેની કુલીનતા જાણી તેના ઉપર અનુકંપા આણી પ્રીતિ કરે. કલ્યાણ કરવું એ તો પછી પ્રીતિનું અનિવાર્ય ફળ છે જ.'
આ રીતે આ સ્થપતિએ ગુજરાતની પ્રજાની વર્તમાન દુર્દશાથી દુઃખી થવાને બદલે એને દૂર કરવાના સાચદિલ પ્રયત્નો કર્યા. એમની વિદ્યાનો પ્રકાશ કળા પર પડયો અને કળાનો પ્રકાશ વિદ્યા પર પડયો. ગુજરાતનાં શિલ્પ-સ્થાપત્યોને જેમ જેમ નિહાળતા ગયા, તેમ તેમ અનુભવતા ગયા કે કેવી પ્રતાપી હશે આ પ્રજા કે જેણે આવાં ઉત્તમ સ્થાપત્યોની રચના કરી. એ શિલ્પ-સ્થાપત્યમાંથી એમને એ પ્રજાના ઇતિહાસનો સાક્ષાત્કાર થતો સંભળાતો, એની કમનીય કલા-કારીગરીની સૂક્ષ્મતા એમની કળાસમજનો ખ્યાલ આપતી હતી. એમાંથી એ સમયના લોકોના પહેરવેશ અને જીવનશૈલીની ઝાંખી થતી અને આમ ગુજરાતના સ્થાપત્યો આ અંગ્રેજ અમલદારને ગુજરાતી ભાષા તરફ દોરી ગયા.
એ સમયે ભોગીલાલ માસ્તર પાસેથી એમણે ગુજરાતી શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ આ વહાલી ભાષાનો વિશેષ અભ્યાસ કરવા માટે એમનું મન આતુર બન્યું અને એથી જ એમણે ભોળાનાથ સારાભાઈને એ વિશે વાત કરી. ભોળાનાથ સારાભાઈએ વઢવાણમાં વસતાં દલપતરામને સાદ દીધો. એ જમાનામાં તાર-ટપાલ નહીં, વાહન-વ્યવહારની કોઈ સુવિધા નહીં. આથી પોતાની પેઢીના માણસ મારફતે એમણે વઢવાણમાં દલપતારમને જાણ કરી.
કવિ દલપતરામ અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષાસાહિત્યની એક યાદગાર ઘટનાનું સર્જન થાય છે. અમદાવાદના ખાનપુરમાં નદીના કિનારે આવેલા ચાંદા-સૂર્યના મહેલમાં પહેલી મુલાકાત થઈ.
આ સમયે ફાર્બસસાહેબે દલપતરામને પૂછ્યું કે તેઓ એમની પાસે ગુજરાતી ભાષા શીખવા માગે છે, તો તેઓ કેટલા પગારની અપેક્ષા રાખે છે ?
દલપતરામે કહ્યું, ''બસે રૃપિયા.'' ફાર્બસ સાહેબ તો હેબતાઈ ગયા. 'આટલો બધો પગાર !' એમને વિચારમાં પડેલા જોઈને દલપતરામે કહ્યું, 'સાહેબ, વર્ષે આટલી રકમ તો જોઈએ ને !'
ફાર્બસસાહેબે કહ્યું, 'હું તો માસિક પગાર સમજ્યો હતો. તમે તો વાર્ષિક પગારની વાત કરો છો.' એમણે પોતાની આવકમાંથી એમને મહિને વીસ રૃપિયા પગાર આપવાનું નક્કી કર્યું. જોકે એ ઉપરાંત દલપતરામને રાજ્યાશ્રય દ્વારા વર્ષાસનો અને પારિતોષિકોની પણ આવક થતી હતી.
આ મુલાકાતે ગુજરાતની સંસ્કૃતિમાં નવો ઈતિહાસ સર્જ્યો. એ બંનેની દોસ્તી તો દિલની દોસ્તી બની, પરંતુ ફાર્બસસાહેબના પ્રત્યેક વિદ્યાકાર્યમાં દલપતરામે જીવનભર સાથ આપ્યો અને દલપતરામને ફાર્બસસાહેબમાં એક ગુણગ્રાહક અને કદરદાન આશ્રયદાતા મળ્યો. કર્તવ્યનિષ્ઠ ફાર્બસસાહેબ ઉમદા રીતે પોતાનું સરકારી અમલદાર તરીકેનું કર્તવ્ય બજાવતા હતા, પરંતુ એ પછીનો સમય વિદ્યાભ્યાસમાં ગાળતા હતા. જેમ જેમ ગુજરાતી ભાષા શીખતા ગયા, તેમ તેમ ગુજરાત પ્રદેશ પર વધુને વધુ ચાહના જાગવા લાગી. એ સમયે ફાર્બસસાહેબ જૂના હસ્તલિખિત ગ્રંથોની શોધ કરતા હતા. જૂનાં કાવ્યોની નકલ કરાવતા હતા અને પછી એ બધું પોતાના 'રાસમાળા' પુસ્તકને માટે કવિ દલપતરામ પાસે બેસીને એનું વાચન કરતા હતા અને એનો અર્થ સમજતાં હતાં.
પ્રાચીન ગુજરાતના રાજવીઓની રહેણીકરણી અને એ સમયના કવિઓના ડાયરા કેમ જામતા એનાં વર્ણનો સમજતાં. આની સાથોસાથ એ સમયના રીતરિવાજો, આચારવિચાર, લગ્ન-મૃત્યુ વિધિ અને તીર્થધામોની માહિતી મેળવવા માટે ઉત્સુક રહેતાં.
ફાર્બસસાહેબે પોતે મહી કાંઠામાં પોલિટિકલ એજન્ટ હતા, ત્યારે ઇડરના ઠાકોરસાહેબ દ્વારા કવિઓને નિયંત્રણ આપીને એક કાવ્યમેળો પણ ગોઠવ્યો હતો. આ કાવ્યમેળામાં દલપતરામે એક કવિના મુખે કહેવડાવ્યું હતું,
'કુથ્થા પુસ્તક કાપિને, એનો નકરીશ અસ્ત
ફરતો ફરતો ફાર્બસ, ગ્રાહક મળ્યો ગૃહસ્થ'
એટલે કે કવિ ઉધઈને પુસ્તક કાપવાની ના કહે છે, કારણ કે એનો ઉપયોગ કરનારો ફાર્બસ નામનો ગૃહસ્થ હવે મળ્યો છે.
ફાર્બસસાહેબે આ પ્રાચીન ગ્રંથો મેળવવા માટે અથાગ પુરુષાર્થ કર્યો. એ સ્વયં કવિઓ અને ચારણોને નિયંત્રણ આપીને બોલાવતાં અને એમની રચનાઓ સાંભળતા ને લખાવતા. ઠેર ઠેર ગ્રંથભંડારોમાં મહત્ત્વની હસ્તપ્રતોની શોધ કરવા લાગ્યા. એમને જાણ થઈ કે મહાકવિ ચંદનો 'પૃથ્વીરાજ રાસ' એક મહત્ત્વની કૃતિ છે. એંસી હજાર શ્લોક ધરાવતો આ ગ્રંથ છે. છાણી, વીજાપુર આદિ ગામોનાં ગ્રંથભંડારોમાં એમણે એની શોધ ચલાવી. જેવી ખબર મળે કે કોઈ દુર્લભ પુસ્તક અમુક ભંડારમાં છે, તો એ તરત જ સરકારી માણસો દ્વારા તપાસ કરાવતા, પોતાની ઓળખાણનો ઉપયોગ કરતા, સામે ચાલીને એને ઘેર જઈ ગ્રંથની માગણી કરતાં અને ધન આપીને ખરીદવું પડે તો ખરીદતા.
એમને ખબર પડી કે મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીની શાખામાં 'પૃથ્વીરાજ રાસો'નું પુસ્તક છે. ત્યાંથી પુસ્તક મંગાવ્યું તો તે સંપૂર્ણ નહોતું. એવામાં જાણ થઈ કે બુંદિ કોટાના રાજા પાસે 'પૃથ્વીરાજ રાસો'નું આખું પુસ્તક છે.
ફાર્બસ સાહેબે ત્યાંના અંગ્રેજ રેસિડેન્ટને કહીને એની તપાસ કરવા પ્રયત્ન કર્યો. ઘણી મહેનત બાદ એ પુસ્તક મળ્યું. એ પુસ્તકનો ટપાલખર્ચ એ જમાનામાં ૧૧૦ રૃપિયા થયો હતો !
જોકે આ પુસ્તક પણ અપૂર્ણ હતું. ફાર્બસ સાહેબે લહિયાઓ પાસે એની પ્રત કરાવી. આવી રીતે સંસ્કૃત, ગુજરાતી અને વ્રજભાષાનાં ઘણાં પુસ્તકો એમણે પ્રાપ્ત કર્યાં.
કેવો અદ્ભુત સરસ્વતી પ્રેમ ! ફાર્બસસાહેબને જાણ થઈ કે પાટણમાં ઘણા પ્રાચીન ગ્રંથો છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં બે ઉપાશ્રયો આવેલા છે અને એ ઉપાશ્રયોમાં અતિ દુર્લભ ગ્રંથોનો સંગ્રહ છે. એક ઉપાશ્રય પુનમિયા ગચ્છના સાધુનો હતો, તો બીજો ઉપાશ્રય સાગર ગચ્છનો હતો. એમણે આ ઉપાશ્રયોમાંથી પુસ્તકો મંગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ દાદ આપી નહીં. કેટલાંક ગ્રંથસંગ્રહોમાં એને સાચવનારા જ એના માલિક બની જાય છે અને પછી એ વિદ્યાધન પર સાપ કુંડલી મારે તેમ બેસી જાય છે !
ફાર્બસસાહેબ અમદાવાદથી ઘોડા પર બેસીને પાટણ ગયા. પાટણના સાગરગચ્છના ઉપાશ્રયમાં સાધુમહારાજને મળ્યા અને એમની સાથે અત્યંત મધુર વાણીમાં નમ્રતાપૂર્વક વાત કરી. અંગ્રેજ અમલદાર ઉપાશ્રયમાં આવ્યા છે એમ માનીને સાધુમહારાજે એમને બેસવા માટે ખુરસીની ખાસ સગવડ કરી હતી, પણ આ અંગ્રેજ અમલદાર ફાર્બસ તો જમીન પર મૂકેલા ચાકળા બેઠા. એમની નમ્રતા જોઈ સાધુજનો આશ્ચર્ય પામ્યા. એમણે સાધુઓને શાલ વહોરાવી, એટલું જ નહીં પરંતુ મધુર વાણીથી એમને પ્રસન્ન કર્યાં.
બંને ઉપાશ્રયના સાધુઓ પ્રસન્ન થયા પછી ફાર્બસસાહેબે ગ્રંથભંડારની સૂચિ માગી. તેમણે એક દાબલાનાં પુસ્તકોની સૂચિ આપી, જેમાં ૫૦૦ જેટલાં પુસ્તકોની નામાવલિ હતી.
ફાર્બસસાહેબ તો સૂચિ વાંચતા જાય અને આનંદથી ઊભરાતા જાય. એક એકથી ચડિયાતા આ દુર્લભ પુસ્તકો હતાં. એમને મનમાં થયું કે આ બધાં પુસ્તકો મળી જાય, તો કેવું સારું ? પણ એની સાથોસાથ એમણે વિચાર્યું કે જો બધા ગ્રંથો માગીશ તો સાધુમહાત્મા તૈયાર નહીં થાય. કદાચ એમને અતિ લોભી પણ માની લે. આથી બધા ગ્રંથો માગવાને બદલે અત્યંત મહત્ત્વના એવા કલિકાસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય લિખિત 'દ્વાશ્રય' પુસ્તક માગ્યું.
સાધુ ચમકી ગયા. પુસ્તક તે કઈ રીતે અપાય ? એમણે આપવાની અનિચ્છા વ્યક્ત કરી એટલે ફાર્બસસાહેબે એમના પર કોઈ દબાણ કર્યું નહીં, ધાકધમકીની તો વાત જ કેવી ! બલ્કે એમણે તો કહ્યું કે મારે આ એક ગ્રંથની જરૃર છે.
આપ કહો તે વ્યવસ્થા કરાવું. છેવટે ઉપાશ્રયમાં લહિયાને બેસાડીને આ આખુંય પુસ્તક એમણે લખાવી લીધું. આમ એકલા સાગરગચ્છના ઉપાશ્રયમાં જ આવાં ૩૫૦૦૦ પુસ્તકો હતાં. પણ દુર્ભાગ્ય એ હતું કે આ પુસ્તકોની વિદ્યા ગ્રંથભંડારોમાં ગૂંગળાતી હતી અને વિદ્વાનોને તે દુર્લભ બની હતી.
આ ગ્રંથભંડારોમાંથી ફાર્બસસાહેબે ખાસ કરીને ઈતિહાસ સંબંધી પુસ્તકોનો સંગ્રહ કર્યો. 'પ્રબંધચિંતામણિ,' 'ભોજપ્રબંધ,' 'પૃથ્વીરાજ રાસ,' 'કુમારપાલ રાસ,' 'દ્વયાશ્રય,' 'પ્રવીણસાગર,' 'શ્રીપાળરાસ,' 'હમીરપ્રબંધ,' જેવા ગ્રંથો એકત્રિત કર્યા અને એનો પોતાના ગ્રંથ 'રાસમાળા' માટે સારો એવો ઉપયોગ કર્યો. એમનો વિદ્યાપ્રેમ ગુજરાતી સાહિત્યમાં એક નવો પ્રકાશ પાથરી રહ્યો હતો તે વિશે હવે પછી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 

 

 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved