Last Update : 26-September-2012, Wednesday

 

પેલા નરેન્દ્ર... આ નરેન્દ્ર...

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- મુખ્યમંત્રીજીએ વિવેકાનંદના ફોટા લગાડીને જે યાત્રા કાઢી છે ત્યાં વિવેકાનંદ પોતે પહોંચે તો?

 

સ્વામી વિવેકાનંદને થયું કે ચાલો, એક દિવસ ગુજરાતમાં આંટો મારીએ.
એ તો સ્વર્ગથી આવ્યા!
હજી રસ્તે ચાલતા આમતેમ જોતાં વિચારે છે કે ક્યાં જવું, ત્યાં તો સાઈરન વગાડતી પોલીસવાન પસાર થઈ! થોડી જ વારમાં પોલીસો રસ્તા પરની ભીડને ખસેડવા લાગ્યા.
લોકોમાં જરા કોલાહલ મચી ગયો. રસ્તાની બાજુમાં ફૂટપાથો તો હતી નહિ, એટલે લોકોની મેદનીમાં વિવેકાનંદ ધક્કે ચડયા. હજી પોતાની જાતને સંભાળે છે ત્યાં તો એક હવાલદાર બે હાથે દંડો પકડીને એમને ધકેલે છે ઃ
''ઓ સાધુ મહારાજ! બાજુ પર થાવ.''
''હું સાધુ મહારાજ નથી.'' વિવેકાનંદ બોલ્યા.
''તો પછી ભગવાં પહેરીને શેના ફરો છો? કોલેજમાં કંઈ ફેન્સી ડ્રેસની કોમ્પિટીશન છે?''
''કેમ, ભગવાં ના પહેરાય?'' વિવેકાનંદે જરા દ્રઢ અવાજે છાતી કાઢી અદબ વાળીને સવાલ કર્યો.
હલાવદાર ગુંચવાયો. માથું ખંજવાળતાં બોલ્યો ''યાર, આ પોઝ ક્યાંક જોયેલો છે!''
''જોયો હશે. પણ ભગવાંમાં વાંધો શું છે?''
''ઓ ભ'ઈ, હમણાં ખોટી માથાકુટ ના કરો. તમે બાબા રામદેવવાળા છો કે સ્વામી અગ્નિવેશવાળા? આ સાફા પરથી અગ્નિવેશવાળા વધારે લાગો છો.''
''સાફો?'' વિવેકાનંદ જરા ચમક્યા ''આ સાફો અગ્નિનો વેશ છે?''
''ઓ ભ'ઈ!'' હવાલદાર અકળાયો ''આજકાલ ઈન્ડિયામાં રોજ ભવાઈના વેશ ચાલે છે! કોઈ કોઈ ભગવાધારી તો અચાનક છોકરીનું સલવાર કમીઝ પહેરીને ભાગે છે!''
''હેં?'' વિવેકાનંદને ભારે આઘાત લાગે છે ''ભગવાધારીઓનું આવું અધઃપતન?''
''અરે એ તો કંઈ નથી. અમુક ભગવાધારી સ્વામીઓની તો કામલીલાની સીડીઓ બહાર પડી ગઈ છે!''
''સીડીઓ?'' વિવેકાનંદ ફરી ગુંચવાય છે. ''અરેરે... શું આજકાલના સ્વામીઓ બ્રહ્મચર્યને બદલે કામસુત્રનો પ્રચાર કરે છે?''
હવાલદાર હવે ખરેખર અકળાય છે ''યાર, તમે અત્યારે ડયૂટીના ટાઈમે મગજની મા ના પૈણો.''
''મિત્ર, એક સૈનિક થઈને તું અપશબ્દો બોલે છે. એ તને શોભે છે?''
''એક મિનીટ.'' હવાલદાર હવે આંખો કાઢે છે ''તમે છો કોણ?''
''મારું નામ નરેન્દ્ર છે.''
''લો બોલો!'' હવાલદાર હસવા લાગે છે. જોરથી બૂમ પાડીને આજુબાજુ ઊભેલા બીજા હવાલદારોને કહે છે ''આ કહે છે કે એ પોતે જ નરેન્દ્રભાઈ છે!''
બધા હવાલદારો ખડખડાટ હસવા લાગે છે. એમાંના એક હવાલદાર પૂછે છે ''એને પૂછ કે જો એ નરેન્દ્રભ'ઈ હોય તો એનો રથ ક્યાં છે?''
''રથ? કેવો રથ?'' વિવેકાનંદ પૂછે છે.
''એરકન્ડીશન્ડ રથ!!''
''અરે રથ તો ઊઘાડો હોય. એને એરકન્ડીશન્ડ કઈ રીતે કરાય?''
''ભ'ઈ, રામાયણ-મહાભારતની સિરીયલો સિવાય બીજું કંઈ જોયું જ નથી લાગતું!'' હવાલદાર હસીને આપણા વિવેકાનંદને કહે છે ''આ રથ તો બુલેટ-પ્રુફ પણ છે!''
''બુલેટપ્રૂફ રથ?'' વિવેકાનંદને હવે રસ પડવા માંડે છે. ''એક મિનીટ. ભાઈ જરા કહેશો, આવો એરકન્ડીશન્ડ બુલેટપ્રુફ રથ કોની પાસે છે?''
''કોની પાસે?'' હવાલદાર વિવેકાનંદને હળવેથી બાજુમાં ખસેડતાં કહે છે ''સ્હેજ ખમી જાવ. હમણાં અહીંથી નીકળવાનો છે. તમે જાતે જ જોઈ લેજોને.''
''અચ્છા?'' વિવેકાનંદ હવે અદબ વાળીને ઊભા રહી જાય છે. ''કોણ આવી રહ્યું છે એ રથમાં?''
''નરેન્દ્રભાઈ.''
''ઓહ.'' હવે વિવેકાનંદને સમજ પડી કે ગુજરાતમાં બીજા પણ એક નરેન્દ્ર છે, જે ખાસ્સા પ્રખ્યાત છે. પરંતુ શા કારણથી પ્રખ્યાત હશે? આ વાતની વિવેકાનંદને ગેડ પડતી નથી. એથી તે સવાલો કરે છે.
''ભાઈ, મારા એક બે સવાલોના જવાબ આપશો?''
''બોલો ને.'' ભીડ જરા શાંત પડેલી જોતાં હવાલદારે પોતાની ટોપી ઉતારી ચહેરાનો પસીનો લુછ્યો.
''આ જે હમણાં એરકન્ડીશન્ડ અને બુલેટપ્રુફ રથમાં નીકળવાના છે એ... આમ, ડરપોક માણસ છે કે એકદમ બહાદુર છે?''
''બહાદુર હોં, બહાદુર!''
''તો પછી એમને આ રીતે બુલેટપ્રુફ રથમાં બેસાડીને કેમ લઈ જવા પડે છે?''
''તમે યાર...'' હવાલદાર અકળાય છે ''તમે અઘરા અઘરા સવાલો ના પૂછો. આ તો એમની વિકાસયાત્રા છે.''
''ઓહો? એમણે શેનો વિકાસ કર્યો છે? બુલેટપ્રુફ જાકીટનો? બુલેટપ્રુફ રશનો? કે બુલેટપ્રુફ મહેલનો?''
''તમે તો ભૈશાબ, માથું ખાઈ ગયા!'' હવાલદાર કંટાળ્યો.
''બસ છેલ્લો સવાલ.'' વિવેકાનંદ પૂછે છે ''આ યાત્રા કયા ધાર્મિક સ્થાને જવા નીકળી છે?''
''લો બોલો!'' હવાલદાર હસે છે ''જવાનું તો બધાએ એક જ જગાએ છે ને? ...ગાંધીનગર!''
''અચ્છા? ત્યાં કોઈ મોટું મંદિર છે?''
વિવેકાનંદના આ ભોળા સવાલનો જવાબ મળે એ પહેલાં અચાનક ભીડમાં નવો કોલાહલ ફેલાઈ જાય છે. અચાનક બધા વિખરાવા લાગે છે.
''કેમ, શું થયું?''
''કશું નહિ, હમણાં જ ખબર આવ્યા છે કે નરેન્દ્રભાઈના રથનું પૈડું કીચડમાં ફસાઈ ગયું છે. કેમે કર્યું નીકળતું નથી. એટલે યાત્રા બે કલાક પછી આવશે...''
આ સમાચાર સાંભળીને વિવેકાનંદના ચહેરા પર એક સ્મિત આવી જાય છે. વિખરાઈ રહેલી ભીડમાં જતા પહેલા હવાલદારને પાછળથી ખભે ટપલી મારીને પૂછે છે. ''ભાઈ, જરા કહેશો? આ યાત્રાનું આખું નામ શું છે?''
''અં... કંઈક... વિવેકાનંદ... યુવા વિકાસયાત્રા... કે એવું કંઈક છે.''
''વાહ!'' વિવેકાનંદ વધુ એક સ્મિત ફરકાવીને ભીડમાં સરકી જાય છે.
એમને જતા જોઈને હવાલદાર માથું ખંજવાળતાં બબડી રહ્યો છે ''યાર... આ ભાઈને ક્યાંય જોયા છે... ક્યાં જોયા છે? ક્યાં જોયા છે?''
અચાનક રસ્તાના થાંભલાઓ પર ઝુલતાં બેનરોમાં વિવેકાનંદની તસ્વીર જોઈને હવાલદારને ટયૂબલાઈટ થાય છે. એ આમતેમ શોધતો દોડવા લાગે છે. ''ઓ નરેન્દ્રભાઈ!... ઊભા રહો... ઓ નરેન્દ્રભાઈ!! તમે ક્યાં છો નરેન્દ્રભાઈ?!''
હવાલદારને 'નરેન્દ્રભાઈ'ના નામની બૂમો પાડીને દોડતો જોઈને લોકો હસવા લાગે છે. જોકે એ પછી હવાલદારને 'પેલા' નરેન્દ્રભાઈ ફરી કદી દેખાયા નથી....
- તમને ક્યાંક દેખાઈ જાય તો કહેજો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 

 

 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved