Last Update : 26-September-2012, Wednesday

 

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન હોવા છતાં કોઇ મને ઓળખતું નહતું
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલે મારી જીંદગી બદલી નાંખી ઃ મેરી કૉમ

મેરી કોમ સમારંભો અને કાર્યક્રમો કારણે હાલ પ્રેક્ટિસમાં સમય ફાળવી શકતી નથી

કોલંબો,તા.૨૫
ઓલિમ્પિક બોકિંસગમાં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનારી મેરી કોમે કહ્યું કે, લંડન ઓલિમ્પિક ગેમ્સમાં જીતેલા મેડલે તો મારી જીંદગી જ બદલી નાંખી છે. હું પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકી હોવા છતાં મને મારા શહેર સિવાય અન્ય સ્થળોએ કોઇ ઓળખી શકતું નહતુ. જ્યારે આજે તો બધા નાના બાળકો પણ મને તરત જ ઓળખી કાઢે છે.
લંડન ગેમ્સમાં પ્રથમ વખત વિમેન્સ બોક્સિંગને સામેલ કરવામાં આવી હતી, જેમાં મેરી કોમે બ્રોન્ઝ મેડલ જીતીનેઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં સફળતા મેળવ્યા બાદ મેરી કોમ સમારંભો અને કાર્યક્રમોમાં એટલી વ્યસ્ત બની ગઇ છે કે તે હાલમાં પ્રેક્ટિસ માટે પણ સમય ફાળવી શકતી નથી.
મેરી કોમે કહ્યું કે, મેડલ જીત્યા બાદ ઘણું બધુ બદલાઇ ગયું છે. મારો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત બની ગયો છે. જો કે મને તેમાં આનંદ આવે છે. મેરી કોમે ભારે ઉત્સાહ સાથે જણાવ્યું હતુ કે, તેને દેશભરમાંથી શુભેચ્છા સંદેશો મળ્યા છે અને તેનાથી તેનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધ્યો છે.
બે બાળકોની માતા હોવા છતાં મેરી કોમે જે અદમ્ય ઇચ્છાશક્તિ દર્શાવતા ઓલિમ્પિકમાં મેડલ જીતી બતાવ્યો તે ઘણા બધા માટે પ્રેરણારૃપ છે. બોલીવુડમાં આ અંગે એક ફિલ્મ પણ તૈયાર કરવામાં આવી રહી છે. મેરી કોમે કબુલાત કરી કે, હું મારી શારિરીક ફિટનેસ માટે મહેનત કરૃ છું પણ હાલ બોક્સિંગની પ્રેક્ટિસ થઇ શકતી નથી. હવે હું મારી પ્રેક્ટિસ જાન્યુઆરીથી શરૃ કરવાની છું.
મેરી કોમ આગામી ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પણ વિચારી રહી છે. તેણે કહ્યું કે, મને જાણવા મળ્યું છે કે ૨૦૧૬માં રિયો ડી જેનેરોમાં યોજાનારા ઓલિમ્પિકમાં વિમેન્સ બોક્સિંગની અન્ય કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવશે. જો તેમ થશે અને ૪૮ કિગ્રા વજન વર્ગની કેટેગરી ઉમેરાશે તો મને વિશ્વાસ છે કે હું તેમાં ગોલ્ડ મેડલ જીતી શકીશ. જો તે કેટેગરીને સામેલ નહીં કરવામાં આવે તો પણ હું ૫૧ કિગ્રામાં જીતવાનો પ્રયાસ કરીશ.
અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરી કોમે ૪૬ કિગ્રા અને ૪૮ કિગ્રામાં વજન વર્ગમાં ટાઇટલ જીત્યા હતા. મેરી કોમે કહ્યું કે, મારી સામાન્ય વેઇટ કેટેગરી ૪૮ કિગ્રાની છે. જો મારે ૫૧ કિગ્રા વજન વર્ગમાં ભાગ લેવો હોય તો તે માટે મારો આહાર વધારી દેવો પડે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved