Last Update : 26-September-2012, Wednesday

 
 

ભારતના પ્રેક્ટિસ સેશન દરમિયાન સેહવાગે આરામ ફરમાવ્યો
સેહવાગની ફિટનેસ માટે પ્રશ્નાર્થઃ કેપ્ટન ધોની બોલિંગ આક્રમણ અંગે અવઢવમાં

હરભજન, અશ્વિન અને સેહવાગનો ડોપ ટેસ્ટ લેવાયો નેટ્સમાં ઇરફાન અને ગંભીરે લાંબા સમય સુધી બેટિંગ કરી

કોલંબો,તા.૨૫
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેના ધમાકેદાર વિજય સાથે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના સુપર એઇટમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારતનો સામનો ઇન ફોર્મ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને લગભગ પાકિસ્તાન સામે થવાનો છે ત્યારે ટીમ મેનેજમેન્ટને સ્ટાર બેટ્સમેન સેહવાગની ઇજા સતાવી રહી છે. સેહવાગને આગળી પર ઇજા થઇ હોવાનું મનાય છે. આજે યોજાયેલી ભારતીય ટીમની પ્રેક્ટિસમાં સેહવાગ જોડાયો નહતો. તે એક તરફ ખુરશી પર બેસી ને માત્ર દર્શક બની રહ્યો હતો. સેહવાગની ફિટનેસ ઉપરાંત ભારતીય કેપ્ટન ધોની બોલિંગ આક્રમણને લઇને પરેશાન છે. ઈંગ્લેન્ડ સામે હરભજનના જોરદાર દેખાવ બાદ કેવા પ્રકારના બોલિંગ આક્રમણ સાથે સુપર એઇટમાં રમવું તે નક્કી કરવામાં ધોનીને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સેહવાગને ઈંગ્લેન્ડ સામેના મુકાબલા અગાઉના નેટ પ્રેક્ટિસ સેશનમાં આગળી પર ઇજા થઈ હતી. જે પછી તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો. કેપ્ટન ધોનીએ ત્યારે જાહેરાત કરી હતી કે, સેહવાગને કોઇ ઇજા થઇ નહતી પણ મેં જ તેેને અને ઝહીરને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આરામ કરવા જણાવ્યું હતુ. જો કે તેઓ આગામી મેચમાં રમશે જ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેમાં ય આજે યોજાયેલી ભારતીય ટીમની ત્રણ કલાકની પ્રેક્ટિસમાં સેહવાગે બેટિંગ ન કરતાં તેની ફિટનેસ સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો.
ટીમના સૂત્રોને ટાંકીને એક અહેવાલ કહે છે કે, સેહવાગની હાલત ઘણી સારી છે અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ અગાઉ તેની ઇજા વધુ ગંભીર ન બને તે માટે તેને આરામ આપવામાં આવ્યો હતો. આજના પ્રેક્ટિસ સેશનમાં ગંભીર અને ઇરફાન પઠાણે લાંબા સમય સુધી બેટંગ કરી હતી. પઠાણે બોલિંગમાં પણ સારો એવો સમય ફાળવ્યો હતો. પાંચ બોલરો સાથે રમવાની ભારતની વ્યુહરચનાઇંગ્લેન્ડ સામે અસરકારક રહી હતી.
જો કે ધોની હવે ઓસ્ટ્રેલિયા સામેની સુપર એઇટની પ્રથમ મેચમાં ફરી સાત બેટ્સમેનો અને ચાર બોલરોની તેની ફોર્મ્યુલા પર પાછો ફરે તેવી શક્યતા છે. ભારતનો મુકાબલો હવે ૨૮મી સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે.
હરભજને આજે યોજાયેલી નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરી નહતી. ઓસ્ટ્રેલિયા સામેની સુપર એઇટની મેચમાં ડિન્ડાના સ્થાને અશ્વિન પુનરાગમન કરશે. જો કે ધોની સામે સૌથી મોટો પ્રશ્ન ઝહીર ખાનને રમાડવો કે નહીં તે છે. ભારતીય ટીમના વેટરન ફાસ્ટ બોલર ઝહીરનો દેખાવ કંગાળ રહ્યો છે. નેટ્સમાં આજે ઝહીરે એક કલાક સુધી બોલિંગ કરી હતી.પણ તેની નબળી બેટિંગ અને કંગાળ ફિલ્ડિંગ ટીમ માટે ભારરૃપ બની જાય છે. હવે જો ધોની ચાર બોલરોની વ્યુહરચના પર મક્કમ રહે અને ઝહીરને રમાડે તો બાલાજીને બહાર બેસવું પડે કારણે ઇન ફોર્મ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને પડતો મુકી શકાય તેમ નથી. આવી સ્થિતીમાં ભારતીય ટીમ બે ફાસ્ટ બોલરો અને બે સ્પિનરો સાથે રમશે. જ્યારે પાંચમા બોલરની ભુમિકા પાર્ટ ટાઇમ સ્પિનર ભજવશે.
દરમિયાનમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં ડોપિંગ એજન્સીના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને સેહવાગ, હરભજન અને અશ્વિનના ડોપ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આઇસીસીની ટુર્નામેન્ટ દરમિયાન દરેક પ્રેક્ટિસ સેશનમાં ગમે ત્યારે ડોપિંગના અધિકારીઓ આવી પહોંચતા હોય છે અને ખેલાડીઓના ડોપ ટેસ્ટ લેતા હોય છે. ભારતીય ટીમના મેનેજરે આ તપાસ પ્રક્રિયાને નિયમિત કાર્યવાહી ગણાવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved