Last Update : 26-September-2012, Wednesday

 

ઉ.પ્ર. સરકાર વિરૃધ્ધ ખેડૂતોની અરજીના પગલે
ચઢ્ઢાની ૧૦ હજાર કરોડની ટાઉનશીપ અંગે સુપ્રીમે ફટકારેલી નોટિસ

આવકવેરા વિભાગને પોન્ટીના મોલમાંથી ૧૨૫ કરોડ હાથ લાગ્યાની ચર્ચા

નવી દિલ્હી, તા. ૨૫
નોઈડામાં પોન્ટી ચઢ્ઢાનો રિયાલિટી પ્રોજેક્ટ માટે કરાયેલા જમીન ફાળવણીને પડકારતી અરજીના સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. દરમિયાન ઉત્તર પ્રદેશના આ લિકર કિંગના નોઈડા ખાતેના સેન્ટર સ્ટેજ મોલમાંથી આવકવેરા વિભાગને રૃ. ૧૨૫ કરોડ જેટલી રોકડ મળી આવી હોવાના સમાચાર ચર્ચાએ ચડયા હતાં. જોકે આ ઘટનાને સત્તાવાર સમર્થન મળ્યું નહોતું.
ઉત્તરપ્રદેશના ૯૪ જેટલા ખેડૂતોએ રાજ્ય સરકાર સામે દાખલ કરેલી ફરિયાદમાં આરોપ મુક્યો છે કે ઉ.પ્રદેશ સરકારે ૧૯૭૬માં સત્તાનો દુરુપયોગ કરીને તેમની જમીન હસ્તગત કરી લીધી હતી. અરજકર્તાઓની અરજી અગાઉ ૨૧મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ અલ્હાબાદ વડી અદાલતે રદ્દ કરી હતી.
ગુરદીપ સિંહ ચઢ્ઢા ઉર્ફે પોન્ટી ચઢ્ઢાની કંપનીએ ગયા વર્ષે થયેલી રૃ. ૬૫૦૦ કરોડની જમીનની હરાજીમાં આ જમીન મેળવી હતી. પોન્ટીની કંપની વેવ ઈન્ફ્રાટેકનો નોઈડા ખાતે રૃ. ૧૦ હજાર કરોડની સહિયારી ટાઉનશીપ માટેના પ્લાનને નોઈડા સત્તામંડળે મંજૂરી આપી હતી. જેમાં રૃ. ૪ હજાર કરોડના રોકાણ સાથેનો પહેલો તબક્કો ૨૦૧૬ સુધીમાં પૂરો થવાનો અંદાજ છે. આ 'વેવસિટી સેન્ટર' ટાઉનશીપની કુલ જગ્યા ચાર કરોડ ચોરસ ફૂટ જેટલી છે અને તેમાંથી ૯૫ લાખ ચોરસફુટ પર પહેલા તબક્કામાં બાંધકામ થશે.
વેવ આ જગ્યાએ ૧૪૦૦ જેટલા રહેણાંક એકમો ઉભા કરશે જેની શરૃઆતી કિંમત રૃ. ૧ કરોડ હશે. આ ટાઉનશીપમાં ૯૦૦ સ્ટુડિયો ફ્લેટ, ૪૦૦ રૃમોવાળી બે હોટેલ અને એક શોપિંગ મોલનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ચઢ્ઢાના મોલમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન રૃ. ૧૨૫ કરોડની રોકડ હાથ લાગી હોવાની ચર્ચા છે. જો કે આ ઘટનાને સત્તાવાર સમર્થન મળ્યું નથી. અગાઉ ચઢ્ઢા આણી કંપનીની કરચોરીના મુદ્દે આવકવેરા વિભાગે દિલ્હી, નોઈડા, લખનઉ અને મોરાદાબાદ ખાતેની તેની ૨૫ ઓફિસો અને રહેણાંકોમાં પણ શોધખોળ કરી હતી. ચઢ્ઢા લિકર કિંગ હોવાની સાથે, ખાંડની મિલો, મલ્ટિપ્લેક્સ મોલ, બોલિવૂડના ડિસ્ટ્રીબ્યુશન અધિકારો અને બાંધકામના ક્ષેત્રે પણ મસમોટો હિસ્સો ધરાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved